દેશમાં કોરોનાથી ચેપગ્રસ્ત કોરોની સંખ્યા વધીને 56 હજાર 351 થઈ ગઈ છે. ગુરુવારે, મહારાષ્ટ્રમાં 1216, ગુજરાતમાં 388, તમિલનાડુમાં 580, પંજાબમાં 118, રાજસ્થાનમાં 110, મધ્યપ્રદેશમાં 114, ઉત્તર પ્રદેશમાં 73 સહિત 3344 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. દિલ્હીમાં એક જ દિવસમાં સૌથી વધુ 448 દર્દીઓનો વધારો થયો છે. જેમાં 37 ITBPના જવાનો શામેલ છે. અત્યાર સુધીમાં કુલ 82 ITBPના જવાનો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ આંકડા covid19india.org અને રાજ્ય સરકાર પાસેથી મળેલી માહિતી પર આધારિત છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં કુલ 52 હજાર 952 લોકો ચેપગ્રસ્ત છે. જેમાંથી 35 હજાર 902 સારવાર હેઠળ છે. 15 હજાર 2066ની સારવાર કરવામાં આવી છે, જ્યારે 1783 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. આરોગ્ય મંત્રીએ આ મામલે કહ્યું હતું કે ગુરુવારે સવાર સુધીમાં 24 કલાકમાં 3561 સંક્રમિત મળ્યા હતા. કેરળ, ઓડિશા અને જમ્મુ-કાશ્મીર સહિત 13 રાજ્યોમાં કોઈ નવા કેસ નોંધાયા નથી. અન્ય દેશોની સરખામણીએ ભારતમાં મૃત્યુદર (3.3%) ઓછો છે. રિકવરી દર વધીને 28.83% થયો છે.
ગૃહ મંત્રાલયના સચિવ અજય ભલ્લાએ બુધવારે પશ્વિમ બંગાળના મુખ્ય સચિવ રાજીવ સિન્હાને ચિઠ્ઠી લખી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, રાજ્યમાં જેટલી વસ્તી છે તેના પ્રમાણમાં ટેસ્ટિંગ ઓછું થઈ રહ્યું છે અને ડેથ રેટ વધારે છે. ભીડભાડ વાળા વિસ્તાર પર રેન્ડમ ટેસ્ટિંગની જરૂર છે. સંક્રમણની દેખરેખ અને ટેસ્ટિંગ બધું ઓછું છે. પત્રમાં આગળ કહેવામાં આવ્યું હતું કે, ‘કોલકાતા અને હાવડામાં ઘણા અન્ય સ્થળો પર લોકડાઉનનું ઉલ્લંઘન થયું. કોરોના વોરિયર્સ પર હુમલો પણ કરવામાં આવ્યો હતો. લોકડાઉનનું કડકાઈથી પાલન જરૂરી છે’. બીજી બાજુ સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે, અમે એક મહિના દરમિયાન 5.5 કરોડ લોકોનો સરવે કર્યો છે.
જૂન-જુલાઈમાં વધી શકે છે સંક્રમણ
દિલ્હી એઈમ્સના નિર્દેશક ડો.રણદીપ ગુલેરિયાએ કહ્યું કે જૂન અને જુલાઈ મહિનામાં કોરોના સંક્રમણ ચરમસીમા પર પહોંચી શકે છે. વર્તમાન ડેટા અને જે પ્રકારે કેસ વધી રહ્યા છે તેને જોતા સંક્રમણ વધવાનું જોખમ છે. જોકે તેને અસર કરનારી અનેક પરિબળો છે. સમય પસાર થતા જ તે અંગે આપણે જાણી શકશું કે કયા પરિબળો કેટલી અસર કરી રહ્યા છે અને લોકડાઉનની અવધિ વધારવાથી શું ફાયદો થયો છે.
અપડેટ્સ
પાંચ દિવસ જ્યારે સંક્રમણના સૌથી વધારે કેસ આવ્યા
દિવસ | કેસ |
05 મે | 2966 |
04 મે | 3900 |
03મે | 2676 |
02મે | 2567 |
01મે | 2396 |
26 રાજ્ય, 7 કેન્દ્ર શાસિત પ્રદેશમાં સંક્રમણ ફેલાયું
કોરોના વાઈરસનું સંક્રમણ દેશના 26 રાજ્યોમાં ફેલાયું છે. 7 કેન્દ્ર શાસિત પ્રદેશ પણ આના સંકજામાં આવી ગયા છે. જેમાં દિલ્હી, ચંદીગઢ, આંદામાન-નિકોબાર, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, પુડ્ડુચેરી અને દાદરા નગર હવેલી સામેલ છે.
રાજ્ય | કેટલા સંક્રમિત | કેટલા સાજા થયા | કેટલાનું મોત |
મહારાષ્ટ્ર | 18120 | 3094 | 651 |
ગુજરાત | 7013 | 1500 | 425 |
દિલ્હી | 5532 | 1542 | 65 |
મધ્યપ્રદેશ | 3255 | 1099 | 185 |
રાજસ્થાન | 3400 | 1740 | 95 |
તમિલનાડુ | 5409 | 1547 | 37 |
ઉત્તરપ્રદેશ | 3071 | 1130 | 60 |
આંધ્રપ્રદેશ | 1833 | 780 | 38 |
તેલંગાણા | 1107 | 648 | 29 |
પશ્વિમ બંગાળ | 1548 | 296 | 151 |
જમ્મુ કાશ્મીર | 793 | 335 | 09 |
કર્ણાટક | 705 | 366 | 30 |
કેરળ | 503 | 469 | 04 |
પંજાબ | 1644 | 149 | 28 |
હરિયાણા | 594 | 260 | 07 |
બિહાર | 547 | 188 | 04 |
ઓરિસ્સા | 206 | 62 | 02 |
ઝારખંડ | 132 | 37 | 03 |
ઉત્તરાખંડ | 61 | 39 | 01 |
હિમાચલ પ્રદેશ | 45 | 35 | 03 |
આસામ | 46 | 35 | 01 |
છત્તીસગઢ | 59 | 36 | 00 |
ચંદીગઢ | 134 | 21 | 01 |
આંદામાન-નિકોબાર | 33 | 32 | 00 |
લદ્દાખ | 42 | 17 | 00 |
મેઘાલય | 12 | 10 | 01 |
પુડ્ડુચેરી | 12 | 06 | 00 |
ગોવા | 07 | 07 | 00 |
મણિપુર | 02 | 02 | 00 |
ત્રિપુરા | 42 | 02 | 00 |
અરુણાચલ પ્રદેશ | 01 | 01 | 00 |
દાદરા નગર હવેલી | 01 | 01 | 00 |
મિઝોરમ | 01 | 00 | 00 |
દેશના રાજ્યોની સ્થિતિ
મધ્યપ્રદેશ, સંક્રમિતઃ3138- મધ્યપ્રદેશ સરકારે બુધવારે જણાવ્યું કે, 1984 ગેસ કાંડના એ પીડિતોનું સ્ક્રિનીંગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જે પહેલા ગંભીર રીતે બિમાર હતા. જો તપાસમાં કોરોના સંક્રમણ જોવા મળ્યું તો તેમને આઈસોલેટ પણ કરવામાં આવશે. ભોપાલમાં કોરોના સંક્રમણથી 19 લોકોના મોત થયા હતા.
ઉત્તરપ્રદેશ, સંક્રમિતઃ3071- અહીં ગુરુવારે 73 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા. રાજ્યમાં કુલ સંક્રમિત બે હજાર 998 થઈ ગયા છે. 1808 એક્ટિવ છે. 1130 ડિસચાર્જ કરાઈ શકાય છે. કુલ 60 સંક્રમિતોના મોત થયા છે. આ માહિતી રાજ્ય સ્વાસ્થ્ય વિભાગે જાહેર કરી છે.
મહારાષ્ટ્ર, સંક્રમિતઃ18120- અહીંયા 24 કલાકમાં 1 હજાર 362 નવા કેસ સામે આવ્યા હતા. આ એક દિવસમાં અત્યાર સુધી નોંધાયેલા આંકડાઓમાં સૌથી વધારે આંકડો હતો. આ દરમિયાન 34 સંક્રમિતોના મોત થયા છે. મૃતકોનો આંકડો 651 થઈ ગયો હતો.
રાજસ્થાન, સંક્રમિતઃ 3400- રાજસ્થાનમાં ગુરુવારે 83 નવા દર્દી નોંધાયા હતા. એક વ્યક્તિનું મોત થઈ ગયું હતું. આ સાથે જ રાજ્યમાં મૃતકોની સંખ્યા 90 થઈ ગઈ છે. ચિકિત્સા વિભાગના જણાવ્યા પ્રમાણે, જયપુર 27, જોધપુરમાં 32, અજમેર ચાર, પાલીમાં સાત, ડંગરપુરમાં બે, ધોલપુરમાં બે સવાઈ માધોપુર, ભરપુર , ચિત્તોડગઢ અને અલવરમાં એક એક નવા કોરોના સંક્રમિતો સામે આવ્યા હતા.
બિહાર, સંક્રમિતઃ547- અહીંયા બુધવારે પૂર્ણિયા જિલ્લામાં એક કોરોના પોઝિટિવ દર્દી મળ્યા હતા. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 536 થઈ ગયા છે. સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે, રાજ્યના 32 જિલ્લાના સંક્રમણના સંકજામાં આવી ચુક્યા છે. સૌથી વધારે 102 દર્દી મુંગેર જિલ્લામાં હતા.
દિલ્હી, સંક્રમિતઃ5532- દિલ્હી પોલીસે બુધવારે જણાવ્યું કે, રાજધાનીના ભારત નગર પોલીસ સ્ટેશનના કોન્ટસ્ટેબલ અમિતનું મંગળવારે અચાનક તબિયત લથડી હતી. ત્યારબાદ તેમને RML હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.