દેશમાં અત્યાર સુધી 52,251 લોકો સંક્રમિત થયા છે અને 1,784 લોકોના મોત થયા છે. સાથે જ અત્યાર સુધી દેશમાં 14,142 લોકો સાજા થયા છે. ગૃહ મંત્રાલયના સચિવ અજય ભલ્લાએ બુધવારે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ રાજીવ સિંહને એક ચીઠ્ઠી લખી. તેમા કહેવામાં આવ્યું કે કોલકાતા અને હાવડામાં કેટલાક સ્થાનો પર લોડકાઉનનું ઉલ્લંઘન કરવામાં આવ્યુ છે. કોરોના વોરિયર્સ પર હુમલા થયા છે. લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તે જરૂરી છે. પત્રમાં કહેવામાં આવ્યુ છે કે રાજ્યની વસ્તીની દ્રષ્ટિએ ટેસ્ટિંગ રેટ ઓછો છે અને ડેથ રેટ 13.2 ટકા વધારે છે. ભીડવાળા સ્થળો પર રેન્ડમ ટેસ્ટિંગની જરૂર છે. સંક્રમણની દેખરેખ અને ટેસ્ટિંગ બન્ને નબળું છે. બીજી બાજુ મમતા બેનર્જીએ કહ્યું છે કે અમે એક મહિનામાં 5.5 કરોડ લોકોનો સરવે કર્યો છે.
દેશમાં સંક્રમિતોના કેસ 50 હજારને પાર
દેશમાં બુધવારે સંક્રમિતોના કેસ 50 હજારને પાર થઈ ગયા છે. છેલ્લા 3 દિવસમાં સંક્રમણ વધવાની ઝડપ વધી છે. રવિવાર 4 મેના રોજ દેશમાં 41 હજાર કેસ હતા. જે 6 મેના રોજ વધીને 50 હજારથી વધારે થઈ ગયા છે. દેશમાં 0 થી 10 હજાર સુધી કેસની સંખ્યા પહોંચવામાં 75 દિવસ લાગ્યા.
1થી 10,000 કેસ થવામાં 75 દિવસ લાગ્યા, પણ 40,000થી 50,000 કેસ થવામાં ફક્ત 3 દિવસનો સમય લાગ્યો
પહેલા કેસની પુષ્ટી કેરળમાં 30 જાન્યુઆરીના રોજ થી હતી. 13 એપ્રિલ એટલે કે 75 દિવસ બાદ સંક્રમિતોની સંખ્યા 10 હજાર પહોંચી હતી. ત્યારબાદ 8 દિવસમાં એટલે કે 21 એપ્રિલ સુધીમાં સંક્રમિતોની સંખ્યા 20 હજાર પહોંચી. ત્યારબાદ સાત દિવસમાં એટલે કે 28 એપ્રિલના રોજ સંક્રમિતોની સંખ્યા 30 હજાર પાર થઈ. પણ છેલ્લા 5 દિવસમાં સંક્રમિતોની સંખ્યા 30 હજારથી 40 હજાર થઈ ગઈ છે અને ત્યારબાદ 10 હજારનો આંકડો એટલે કે 50 હજાર પહોંચવામાં ફક્ત 3 દિવસનો સમય લાગ્યો છે.
મહત્વના અપડેટ્સ
પાંચ દિવસ જ્યારે સંક્રમણ સૌથી વધારે કેસ આવ્યા
દિવસ | કેસ |
04 મે | 3900 |
03 મે | 2676 |
02મે | 2576 |
01 મે | 2396 |
28 એપ્રિલ | 1902 |
રાજ્ય | કેટલા સંક્રમિત થયા | કેટલા સાજા થયા | કેટલા મોત |
મહારાષ્ટ્ર | 15525 | 2819 | 617 |
ગુજરાત | 6245 | 1381 | 368 |
દિલ્હી | 5104 | 1468 | 64 |
મધ્યપ્રદેશ | 3049 | 1000 | 176 |
રાજસ્થાન | 3158 | 1525 | 89 |
તમિલનાડું | 4058 | 1485 | 33 |
ઉત્તરપ્રદેશ | 2880 | 987 | 56 |
આંધ્રપ્રદેશ | 1717 | 589 | 34 |
તેલંગાણા | 1096 | 628 | 29 |
પશ્વિમ બંગાળ | 1344 | 264 | 04 |
જમ્મુ-કાશ્મીર | 741 | 320 | 08 |
કર્ણાટક | 673 | 331 | 25 |
કેરળ | 503 | 462 | 04 |
પંજાબ | 1451 | 133 | 25 |
હરિયાણા | 548 | 256 | 06 |
બિહાર | 529 | 134 | 04 |
ઓરિસ્સા | 176 | 60 | 01 |
ઝારખંડ | 125 | 27 | 03 |
ઉત્તરાખંડ | 61 | 39 | 01 |
હિમાચલ પ્રદેશ | 42 | 34 | 01 |
આસામ | 45 | 33 | 01 |
છત્તીસગઢ | 59 | 36 | 00 |
ચંદીગઢ | 115 | 21 | 01 |
આંદામાન-નિકોબાર | 33 | 32 | 00 |
લદ્દાખ | 42 | 17 | 00 |
મેઘાલય | 12 | 10 | 01 |
પુડ્ડુચેરી | 12 | 06 | 00 |
ગોવા | 07 | 07 | 00 |
મણિપુર | 02 | 02 | 00 |
ત્રિપુરા | 42 | 02 | 00 |
અરુણાચલ પ્રદેશ | 01 | 01 | 00 |
દાદરા નગર હવેલી | 01 | 01 | 00 |
મિઝોરમ | 01 | 00 | 00 |
રાજ્ય સ્થિતિ
મધ્યપ્રદેશ, સંક્રિમતઃ3049- અહીંયા મંગળવારે 107 નવા કેસ સામે આવ્યા હતા. સાજા થનારા સંક્રમિતોની સંખ્યા 1000 થઈ ગઈ છે. રાજ્યમાં ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં ઘણી છૂટ મળવાના કારણે નિયમોની ઠેકડી ઉડી ગઈ છે. રસ્તા પર સામાન્ય દિવસોથી વધારે ભીડ છે. રાજ્યમાં કોરોના સંક્રમમથી અત્યાર સુધી 175 મોત થઈ ચુક્યા છે.
ઉત્તરપ્રદેશ, સંક્રમિતઃ2880- અહીંયા મંગળવારે 114 નવા દર્દી મળ્યા હતા. બિજનૌરમાં સોમવારે મોડી રાતે કોરોના સંક્રમિત એક કોક્ટર અને ઝાંસીમાં એક વૃદ્ધનું મોત થયું છે. બન્ને જિલ્લામાં આ પહેલું મોત છે.
મહારાષ્ટ્ર, સંક્રમિતઃ15525ઃ રાજ્યમાં મંગળવારે 984 સંક્રમિત વધ્યા હતા. જેમાંથી 635 મુંબઈ સામેલ હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ 31 માર્ચ સુધી રાજ્યને કોરોના મુક્ત કરવાનો તમામ જિલ્લાના અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો છે.
રાજસ્થાન, સંક્રમિતઃ3158- રાજ્યમાં મંગળવારે કોરોના 97 નવા પોઝિટિવ કેસ મળ્યા હતા. જયપુરમાં કોરોના સંક્રમણના એક સાથે પાંચ મોત થવાનું સામે આવ્યું હતું, આ સાથે જ રાજ્યમાં મોતની કુલ સંખ્યા 82 પહોંચી ગયો હતો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.