કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં બુધવારે સાંજે દેશમાં કોરોનાની સ્થિતિ અંગે રિવ્યૂ મીટિંગ યોજાઈ હતી. ત્યારબાદ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે ''પાન-મસાલા અને ચ્યૂઈંગમના ઉત્પાદન તથા વેચાણ પર હવે પછીનો આદેશ ન આવે ત્યાં સુધી પ્રતિબંધ જળવાઈ રહેશે. લોકડાઉનથી ઘણા લાભ પણ થયા છે અને સ્થિતિમાં સુધારો થયો છે. આ લાભ જળવાઈ રહેવા જોઈએ. માટે 3,મે સુધી ગાઈડલાઈન્સનું કડક પાલન થાય તે માટે નજર રાખવામાં આવશે.નવા દિશા-નિર્દેશ 4 મેથી લાગુ થશે. તેમા અનેક જીલ્લાને રાહત આપવામાં આવી શકે છે. આ અંગે આગામી કેેટલાક દિવસોમાં જાણકારી આપવામાં આવશે."
દેશમાં કોરોનાથી સંક્રમિતનો આંક 32,882 થયો
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 32 હજાર 882 થઈ ગઈ છે. બુધવારે મધ્ય પ્રદેશમાં 94, આંધ્ર પ્રદેશમાં 73, રાજસ્થાનમાં 29,પશ્વિમ બંગાળમાં 28, રાજસ્થાનમાં 19 અને ઓરિસ્સામાં 1 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પહેલા મંગળવારે કોરોના સંક્રમણના એક દિવસમાં સૌથી વધારે 1902 કેસ આવ્યા હતા. અત્યાર સુધી 7747 દર્દી એટલે કે લગભગ 25% દર્દી સાજા થયા છે. 9 રાજ્યોમાં સંક્રમિતોની સંખ્યા 1000 કરતા વધારે છે. દર્દીઓના સાજા થવાના કેસમાં તેલંગાણાની સ્થિતિ સૌથી સારી છે. અહીંયા 1009 સંક્રમિતોમાંથી 374, એટલે કે લગભદ 37% સાજા થઈ ચુક્યા છે. ત્યારબાદ 33% સાથે દિલ્હી બીજા નંબરે છે. 1000થી ઓછા દર્દી વાળા રાજ્યોમાં કેરળમાં 74% અને હરિયામામાં 73% દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
બીજીબાજુ કોરોના સંક્રમણને લીધે દેશમાં મૃત્યુ પામનારનો આંકડો 1026 થયો છે. બુધવારે મધ્ય પ્રદેશમાં 10 સંક્રમિત દર્દીના મૃત્યુ થયા હતા. રાજ્યમાં મૃત્યુઆંક વધીને 130 થયો છે. તેમા 65 ઈન્દોર અને 23 ઉજ્જૈનમાંથી નોંધાયા છે. ઉત્તર પ્રદેશ, તમિલનાડુમાં પણ 2-2 દર્દીના મોત થયા છે. કર્ણાટકમાં એક દર્દીનું મોત થયુ છે.
મંગળવારે વિક્રમજનક 71 દર્દીના મોત થયા
મંગળવારે વિક્રમજનક 71 દર્દીના મોત થયા હતા. અત્યાર સુધીમાં એક દિવસમાં મૃત્યુ પામનારની આ સૌથી વધુ સંખ્યા છે. આ અગાઉ 26 એપ્રિલના રોજ એક દિવસમાં સૌથી વધારે 60 મોત થયા હતા. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 400 લોકોના મોત થયા છે. બીજા નંબર ગુજરાત છે. અહીં 181 સંક્રમિતોના મોત થયા છે. આંકડા પર નજર કરીએ તો છેલ્લા 8 દિવસમાં 461 લોકોના મોત થયા છે. તેમા સતત વધારો થઈ રહ્યો છે.
પંજાબમાં લોકડાઉન 2 સપ્તાહ લંબાવાયું
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે રાજ્યમાં લોકડાઉન બે સપ્તાહ લંબાવ્યું છે. કેન્દ્ર સરકારે લોકડાઉન 3 મે સુધી લંબાવ્યુ છે ત્યારે પંજાબમાં કર્ફ્યુ 17 મે સુધી લાગુ રહેશે. જોકે દિવસ દરમિયાન 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી તેમા રાહત આપવામાં આવશે. જેથી લોકો દૈનિક જરૂરિયાતની ચીજવસ્તુ ખરીદી શકે.
મજૂર, વિદ્યાર્થીઓ તથા પર્યટકોને ઘરે પરત મોકલવા અંગે ગૃહ મંત્રાલયએ માહિતી જારી કરી
કેન્દ્ર સરકારે બુધવારે લોકડાઉનમાં મોટી રાહત આપી છે. કેન્દ્રએ કહ્યું છે કે દેશના વિવિધ વિસ્તારોમાં ફસાયેલા સ્થળાંતરીત શ્રમિકો, વિદ્યાર્થીઓ તથા પર્યટકો તેમના ઘરે જઈ શકે છે. આ માટે રાજ્ય સરકાર મદદ કરે. ગૃહ મંત્રાલયે આ અંગે એક આદેશ આપ્યો છે અને કહ્યું છે કે આ તમામ લોકોની નોંધણી કરવામાં આવે અને સોશિયલ ડિસ્ટન્સિંગના માપદંડોની પૂરતી કાળજી રખી તેમના ઘરે મોકલવામાં આવે
ખાડી દેશોમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવાની તૈયારી
કોરોના મહામારીના કારણે ખાડી દેશમાં લાખો ભારતીય ફસાયા છે. સરકારી સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, ફસાયેલા લોકોને બહાર કાઢલા માટે નૌસેના તૈયાર છે. જો જરૂર પડશે તો આ અભિયાનમાં લેન્ડીંગ પ્લેટફોર્મ યુદ્ધપોત INS જલાશ્વ અને મગર શ્રેણીના બે જંગી જહાજને મોકલવામાં આવશે. સરકારે તેમને તૈયાર રહેવા માટે કહ્યું છે. સૂત્રોએ એવું પણ જણાવ્યું કે, INS જલાશ્વ હાલ વિશાખા પટ્ટનમથી બહાર છે, સાથે જ મગર શ્રેણીના જંગી જહાજ પશ્વિમી સમુદ્ર તટ પર છે.
ઈરાન,ઈરાક,કુવૈત, સાઉદી અરબ, બહરીન, કતાર, UAE અને ઓમાન સહિત ફારસના ખાડી કિનારા વાળા દેશોને ખાડી દેશ કહેવામાં આવે છે. અહીંયા લગભગ એક કરોડ ભારતીય શ્રમિકો છે. જેમાંથી મોટાભાગના તેલ કંપનીઓમાં છે અથવા કંસ્ટ્રક્શનનું કામ કરે છે.
લોકડાઉનમાં સરપ્રાઈઝ બર્થ ડે
લોકડાઉન વચ્ચે હૈદરાબાદ પોલીસે એક વર્ષની બાળકીનો સરપ્રાઈઝ બર્થડે સેલિબ્રેટ કર્યો છે. માયરા નામની આ બાળકીના માતા-પિતા અમેરિકાના બોસ્ટનમાં છે અને લોકડાઉનના કારણે તે દીકરીના જન્મ દિવસે તેની સાથે નથી. ત્યારબાદ હૈદરાબાદ પોલીસના અધિકારી બાળકીના ઘરે કેક અને ભેટ લઈને પહોંચ્યા. સૌએ મળીને બાળકી માટે બર્થ ડે સોન્ગ પણ ગાયું હતું.
મહત્વના અપડેટ્સ
પાંચ દિવસમાં જ્યારે સંક્રમણના સૌથી વધારે કેસ આવ્યા
દિવસ | કેસ |
28 એપ્રિલ | 1866 |
25 એપ્રિલ | 1835 |
23 એપ્રિલ | 1667 |
26 એપ્રિલ | 1607 |
19 એપ્રિલ | 1580 |
26 રાજ્ય અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશમાં સંક્રમણ ફેલાયું
કોરોના વાઈરસનું સંક્રમણ દેશના 26 રાજ્યોમાં ફેલાયું છે. 6 કેન્દ્રશાસિત પ્રદેશ પણ આના સંકજામાં આવી ગયા છે. જેમાં દિલ્હી, ચંદીગઢ, આંદામાન-નિકોબાર, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને પુડ્ડુચેરી સામેલ છે.
રાજ્ય | કેટલા સંક્રમિત | કેટલા સાજા થયા | કેટલા મોત |
મહારાષ્ટ્ર | 9318 | 1388 | 400 |
ગુજરાત | 3774 | 434 | 181 |
દિલ્હી | 3314 | 1078 | 54 |
રાજસ્થાન | 2393 | 781 | 52 |
મધ્યપ્રદેશ | 2481 | 373 | 122 |
તમિલનાડુ | 2058 | 1128 | 25 |
ઉત્તરપ્રદેશ | 2053 | 462 | 34 |
આંધ્રપ્રદેશ | 1332 | 287 | 31 |
તેલંગાણા | 1009 | 374 | 25 |
પશ્વિમ બંગાળ | 725 | 119 | 22 |
જમ્મુ-કાશ્મીર | 565 | 176 | 08 |
કર્ણાટક | 532 | 215 | 20 |
કેરળ | 486 | 359 | 04 |
પંજાબ | 442 | 101 | 19 |
હરિયાણા | 308 | 224 | 03 |
બિહાર | 383 | 64 | 02 |
ઓરિસ્સા | 122 | 38 | 01 |
ઝારખંડ | 105 | 19 | 03 |
ઉત્તરાખંડ | 54 | 34 | 00 |
હિમાચલ પ્રદેશ | 40 | 22 | 02 |
આસામ | 38 | 27 | 01 |
છત્તીસગઢ | 38 | 34 | 00 |
ચંદીગઢ | 67 | 17 | 00 |
આંદામાન-નિકોબાર | 33 | 18 | 00 |
લદ્દાખ | 22 | 16 | 00 |
મેઘાલય | 12 | 00 | 01 |
પુડ્ડચેરી | 08 | 04 | 01 |
ગોવા | 07 | 07 | 00 |
મણિપુર | 02 | 02 | 00 |
ત્રિપુરા | 02 | 02 | 00 |
અરુણાચલ પ્રદેશ | 01 | 01 | 00 |
મિઝોરમ | 01 | 01 | 00 |
રાજ્યોની સ્થિતિ
મધ્યપ્રદેશ, સંક્રમિતઃ 2387- અહીંયા મંગળવારે કુલ 222 નવા દર્દી મળ્યા હતા. જેમાં ઈન્દોરમાં સેન્ટ્રલ જેલના 19 સંક્રમિત કેદી સામેલ છે. તેમને અસ્થાઈ જેલમાં શિફ્ટ કરવામાં આવશે. અત્યાર સુધી ઈન્દોરમાં 1372, ભોપાલમાં 458 અને ઉજ્જૈનમાં 123 દર્દી મળ્યા છે.
ઉત્તરપ્રદેશ, સંક્રમિતઃ2053- યુપીમાં કોરોના વાઈરસની અસર 60 જિલ્લામાં છે. બુધવારે સવારે લખનઉના KGMUના રિપોર્ટમાં 20 પોઝિટિવ મળી આવ્યા હતા. જેમાં લખનઉમાં 4, આગરામાં 9 અને ફિરોઝાબાદમાં 7 નવા દર્દી મળ્યા છે. છેલ્લા 24 કલકામાં 70 નવા દર્દી મળ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 2073 કોરોના પોઝિટિવ છે. રાજ્યમાં મંગળવારે 67 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાં સૌથી વધારે 17 દર્દી આગરાના હતા. ત્યારબાદ 13 રિપોર્ટ વારાણસીમાં પોઝિટિવ આવ્યા હતા.
મહારાષ્ટ્ર, સંક્રમિતઃ 9318- અહીંયા મંગળવારે 728 નવા કેસ સામે આવ્યા હતા. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા વધીને 9,318એ પહોંચી ગઈ છે. જેમાં 5,982 સંક્રમિતો માત્ર મુંબઈના જ છે. રાજ્યમાં કોરોનાના લીધે અત્યાર સુધી 400 લોકોના મોત થયા છે.
રાજસ્થાન, સંક્રમિતઃ2383- રાજસ્થાનમાં બુધવારે કોરોનાના 19 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં અજમેરમાં 11, જયપુરમાં 5, ઉદેયપુર, બાંસવાડા અને જોધપુરમાં 1-1 સંક્રમિત મળી આવ્યા છે. રાજ્યમાં કુલ પોઝિટિવનો આંકડો 2383એ પહોંચ્યો છે.અહીંયા બુધવારે 19 નવા કેસ સામે આવ્યા છે. જેમાંથી અજમેરમાં 11 જયપુરમાં 5, જ્યારે ઉદયપુર, બાંસવાડા અને જોધપુરમાં 1-1 દર્દી મળી આવ્યા છે.
બિહાર, સંક્રમિતઃ366- અહીંયા મંગળવારે સંક્રમણના 20 નવા કેસ સામે આવ્યા હતા. જેમાંથી ગોપાલગંજમાં 6, કૈમૂર ભવુઆમાં 4, જહાનાબાદમાં 3, મુંગેરમાં 2 , જ્યારે બક્સર, બાંકા, સીતામઢી, શેખપરા અને અરરિયામાં 1-1 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.