કોરોના ઈન્ડિયા LIVE:1,15,800 કેસ:ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારોને કહ્યું- લોકડાઉન-4ની ગાઈડલાઈન અને નાઈટ કર્ફ્યુના ચુસ્ત પાલન માટે પગલા ભરવામાં આવે

નવી દિલ્હી2 વર્ષ પહેલા
 • દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 3,583 થયો
 • રિકવરી રેટ વધીને 40.35% થયો, અત્યાર સુધી 26 લાખ 16 હજાર સેમ્પલની તપાસ કરાઈ
 • દિલ્હીમાં CRPFના 9 જવાન કોરોના સંક્રમિત, એક સબ-ઈન્સ્પેક્ટરનું મોત
 • 7 દિવસમાં 19 હજારથી વધારે દર્દી થયા, બુધવારે 3,113 દર્દીને રજા મળી
 • દેશમાં છેલ્લા 24 કલાકમાં 255 લેબમાં 1,03,32 તપાસ થઈ
 • મહારાષ્ટ્રમાં 4 લાખ લોકો ક્વૉરન્ટીન,MPમાં 200 ટ્રેન માટે બુકિંગ શરૂ
 • અત્યાર સુધી 45,422 લોકો સાજા થયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 39,297 કેસ
 • હવે દર 2 દિવસે 10 હજારથી વધુ સંક્રમિત વધી રહ્યા છે, રોજ દોઢ હજારથી વધુ સાજા થઈ રહ્યા છે

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે તેમ જ દર્દીઓના સાજા થવાનો દર પણ વધી રહ્યો છે.લોકડાઉન-4માં અનેક રાજ્યોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ તથા કેન્દ્રની ગાઈડલાઈનનું યોગ્ય રીતે પાલન થઈ રહ્યું નથી. આ માટે કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખ્યો છે. જેમા તેમણે લોકડાઉનના નિયમોનું કડક રીતે પાલન કરવા આદેશ કર્યો છે. કેન્દ્ર સરકારે રાજ્યોને કહ્યું છે કે નાઈટ કર્ફ્યુ ગાઈડલાઈનનો મહત્વનો ભાગ છે. સાંજે સાંત વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધી દરેક પ્રકારની બિન-આવશ્યક પ્રવૃત્તિઓને અટકાવવા માટે સ્થાનિક પ્રશાસનને આવશ્યક પગલાં ભરવા કહ્યું છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે અત્યાર સુધી 40.32% દર્દી સાજા થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે દેશમાં અત્યાર સુધી 45 હજાર 299 દર્દી સાજા થયા છે. મંત્રાલયે એવું પણ કહ્યું કે, 21 મે સુધી દેશમાં 26 લાખ 15 હજાર 920 સેમ્પલની તપાસ કરાઈ છે. જેમાંથી 1 લાખ 3 હજાર 32 તપાસ છેલ્લા 24 કલાકમાં થઈ છે.

દેશભરમાં સંક્રમિતોની સંખ્યા1,15,800એ પહોંચી થઈ ગઈ છે. અને સાથે 3,583 લોકોએ જીવ ગુમાવ્યા છે. તો બીજી તરફ 45,900 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. દેશમાં સૌથી વધારે 39,297 કેસ મહારાષ્ટ્રમાં છે. અહીંયા 10,318 લોકો સારવાર બાદ સાજા પણ થયા છે અને 1,390 લોકોના મોત થયા છે.તો બીજા નંબરે રહેલા તમિલનાડુમાં સંક્રમિતોનો આંકડો 13 હજારની પાર પહોંચ્યો છે, તમિલનાડુમાં કેસ 776 વધ્યા છે. 3 દિવસ પહેલા જ આ સંખ્યા એક લાખને પાર પહોંચી હતી. ગુરુવારે દિલ્હીમાં 571, દિલ્હીમાં 571 કેસ, તમિલનાડુમાં 776, રાજસ્થાનમાં 139, બિહારમાં 211, કર્ણાટકમાં 143, જમ્મુ-કાશ્મીરમાં 59 અને આસામમાં 1 દર્દી મળ્યા છે. આ ઉપરાંત 307 એવા દર્દી છે કે જેમના રાજ્યો અંગે જાણકારી મળી નથી. આ આંકડા covid19india.org અને રાજ્ય સરકારો પાસેથી મળેલી માહિતી પ્રમાણે છે.  અપડેટ્સ

 • ગુરુવારે મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વીટ કરીને જણાવ્યું કે, રાજસ્થાનમાં દર્દીઓનો રિકવરી રેટ 57 ટકા છે જે તમામ રાજ્યોમાં સૌથી વધારે છે જે સંતોષની વાત છે. આ આપણા ડોક્ટર, સ્વાસ્થ્ય કાર્યકર્તાઓ અને દર્દીઓની ઈચ્છા શક્તિની કડક મહેનતના કારણે શક્ય બન્યું છે. રાજસ્થાનમાં અત્યાર સુધી 3422 રિકવર થઈ ચુક્યા છે. સાથે જ 3041ને હોસ્પિટલમાંથી ડિસચાર્જ કરાયા છે.
 • મહારાષ્ટ્રમાં સંક્રમણ અટકાવવા માટે રાજ્ય સરકાર હવે ક્વૉરન્ટીન પર ભાર આપી રહી છે. છેલ્લા 9 દવસમાં રાજ્યમાં હોમ ક્વૉરન્ટીનના કેસમાં 58 ટકાનો વધારો થયો છે. 10 મેના રોજ રાજ્યભરમાં હોમ ક્વૉરેન્ટીનમાં 2,44,327 અને ઈન્સ્ટિટ્યૂટ ક્વૉરન્ટીનમાં 14,465 લોકો હતા. હવે રાજ્યભરમાં કુલ 4 લાખ લોકો ક્વૉરન્ટીન છે.
 • લોકડાઉન-4ની ગાઈડલાઈનમાં આર્થિક પ્રવૃત્તિઓ શરૂ કરવા પર ભાર આપવામાં આવ્યો છે. ત્યારબાદ આસામના ચાના બગીચાઓમાં કામકાજ શરૂ થઈ ગયું છે. ડિબ્રૂગઢમાં છોડમાંથી ચાની પત્તીઓ વીણવા માટે મજૂર બાગ બગીચાઓમાં પહોંચી ગયા છે. જોકે તમામ કર્મચારીઓને ગૃહ મંત્રાલયની ગાઈડલાઈન પ્રમાણે ચાલવાના આદેશ આપવામાં આવ્યા છે.
 • ભોપાલમાં લોકડાઉન વચ્ચે ભદભદા વિશ્રામ ઘાટ પર જે મૃતકોનો અંતિમ સંસ્કાર કરાયા, તેમની અસ્થિઓ હજુ સુધી સ્મશાન ઘાટના લોકરમાં જ રાખવામાં આવી છે. શ્મશાન ઘાટના સંચાલક એલ સિંહનું કહેવું છે કે લોકડાઉન દરમિયાન અહીંયા લગભગ 200 લોકોના અંતિમ સંસ્કાર કરાયા છે.
 • રેલવેએ 1 મેથી અત્યાર સુધી 1813 શ્રમિક સ્પેશ્યલ ટ્રેન દોડાવી છે. આનાથી 22 લાખ શ્રમિત પોતાના ઘરે પહોંચ્યા છે. સૌથી વધારે 912 ટ્રેન ઉત્તરપ્રદેશન માટે દોડાવાઈ હતી, જ્યારે બિહારમાં 398 ટ્રેનની સફર ખતમ થઈ છે.
 • વિશાખાપટ્ટનમ આંતરરાષ્ટ્રી એરપોર્ટ પર બુધવારે વિદેશમાં ફસાયેલા ભારતીયોને લઈને બે વિમાન પહોંચ્યા હતા. આ પહેલા મંગળવારે પણ મનીલા(પેલેસ્ટાઈન)થી 166 યાત્રિઓ અને અબુધાબીથી 148 યાત્રિઓને લઈને વિમાન પહોંચ્યું હતું.
 • નક્સલી હુમલામાં ઘાયલ થયેલા CRPFના 7 કોબરા કમાન્ડોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ એ જ 17 CRPF જવાનોમાંથી છે, જે છેલ્લા 24 કલાકમાં સંક્રમિત મળી આવ્યા હતા. આ તમામ ઉત્તર દિલ્હીના એક કેમ્પમાં રહે છે.

પાંચ દિવસ જ્યારે સંક્રમણના સૌથી વધારે કેસ આવ્યા 

તારીખ

કેસ
19 મે6154
20 મે5547
17 મે5049
16 મે4794
18 મે4628

દેશના રાજ્યોમાં કોરોના સંક્રમણની સ્થિતિ

રાજ્ય 

કેટલા સંક્રિમતકેટલા સાજા થયાકેટલા મોત 
મહારાષ્ટ્ર3929710,3181390
તમિલનાડુ13191588288
ગુજરાત125395219749
દિલ્હી116595567194
રાજસ્થાન61543421150
મધ્યપ્રદેશ57352734267
ઉત્તરપ્રદેશ51752918123
પશ્વિમ બંગાળ31031136253
આંધ્રપ્રદેશ2560166453
પંજાબ2005179438
તેલંગાણા1661101338
બિહાર170357109
જમ્મુ-કાશ્મીર139067817
કર્ણાટક157857041
હરિયાણા100567014
ઓરિસ્સા110339307
કેરળ66750204
ઝારખંડ29012703
ચંદીગઢ20213603
ત્રિપુરા17311600
આસામ1904904
ઉત્તરાખંડ1225201
છત્તીસગઢ1105900
હિમાચલ પ્રદેશ1104703
લદ્દાખ444300
ગોવા50700
આંદામાન-નિકોબાર333300
પુડ્ડુચેરી231000
મેઘાલય141201
મણિપુર250200
મિઝોરમ010100
અરુણાચલ પ્રદેશ010100
દાદરા નગર હવેલી010100
અન્ય14030000

 પાંચ રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશની સ્થિતિ 
 મધ્યપ્રદેશ, સંક્રમિતઃ5735- રાજ્યમાં બુધવારે 270 દર્દી વધ્યા,જ્યારે કોરોના વાઈરસથી મૃતકોનો આંકડો 267 થઈ ગયો હતો. મધ્યપ્રદેશમાં 52માંથી 48 જિલ્લામાં કોરોના વાઈરસનું સંક્રમણ પહોચી ગયું છે. રાજ્યમાં હવે જે દર્દી સામે આવી રહ્યા છે તે હિજરત કરીને અન્ય રાજ્યોમાંથી જિલ્લામાં પહોંચ્યા છે. 

 મહારાષ્ટ્ર, સંક્રમતિઃ39297- મહારાષ્ટ્રમાં બુધવારે 2250 નવા દર્દી મળ્યા, જ્યારે 65 લોકોના મોત થયા હતા. અત્યાર સુધી રાજ્યમાં કોરોનાથી 1390 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 27 હજાર 581 થઈ ગઈ છે. 

 ઉત્તરપ્રદેશ, સંક્રમિતઃ5175- રાજ્યમાં બુધવારે કોરોનાથી 249 દર્દીઓ સામે આવ્યા હતા. જેમાંથી બારાબંકીમાં 50, પ્રયાગરાજમાં 12, રામપુરમાં 10, પ્રતાપગઢમાં 11, રામપુરમાં 10 કેસ સામે આવ્યા હતા. મંગળવાર બપોરથી બુધવાર સવાર સુધી 24 કલાકમાં 323 કોરોના સંક્રમિત મળ્યા હતા.

 રાજસ્થાન, સંક્રમિતઃ 6015- રાજ્યમાં બુધવારે 170 કેસ સામે આવ્યા હતા. જેમાં જયપુરમાં 25, ડુંગરપુરમાં 22, સીકરમાં 12, જાલોરમાં 11, જોધપુરમાં 18, નાગોરમાં 17, રાજસમંદમાં 08, ઝુંઝનૂમાં 09, પાલીમાં 08, અજમેરમાં 07, કોટામાં 06, સિરોહીમાં 05, ચુરુ, બાંસવાડા અને ઉદેયપુરમાં 3-3, જ્યારે ઝાલાવાડ, ગંગાનગર અને બારાંમાં 1-1 દર્દી મળ્યા છે. 

 દિલ્હી , સંક્રમિતઃ11088- દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 534 નવા કેસ સામે આવ્યા હતા. અહીંયા કુલ સંક્રમિતોમાંથી 5720ની સારવાર ચાલી રહી છે, જ્યારે 5192 દર્દી સાજા થયા છે.

અન્ય સમાચારો પણ છે...