તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેશમાં અત્યાર સુધી 37257 લોકો સંક્રમિત થયા છે અને 1,159 લોકોના મોત થયા છે. શુક્રવારે આંધ્રપ્રદેશમાં 60, પશ્વિમ બંગાળમાં 37, રાજસ્થાનમાં 33, કર્ણાટકમાં 11, હરિયાણામાં 08, ઓરિસ્સામાં 4 અને બિહારમાં 1 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મહારાષ્ટ્રમાં સંક્રમિતોનો આંકડો 10 હજારને પાર થઈ ગયો છે. તો સાથે જ બીજા ક્રમે રહેલા ગુજરાતમાં 4000થી વધુ લોકો કોરોનાના સંકજામાં આવી ગયા છે.
હવે શીખ તીર્થયાત્રી કોરોના વાઈરસનો શિકાર બની રહ્યા છે. જેમાં મહારાષ્ટ્રના નાદેડ હજૂર સાહિબથી પાછા આવેલા 148 તીર્થયાત્રી સામેલ છે. 148 શીખ યાત્રીઓમાંથી 76 અમૃતસરમાં, 38 લુધિયાણા અને 10 મોહાલીમાં કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં કુલ 3,500 તીર્થયાત્રિ નાંદેડથી પંજાબ પહોંચ્યા છે.
કેન્દ્રીય આરોગ્ય વિભાગની પ્રેસ કોન્ફરન્સ
મહત્વના અપડેટ્સ
પાંચ દિવસમાં સંક્રમણના સૌથી વધારે કેસ આવ્યા
દિવસ | કેસ |
28 એપ્રિલ | 1902 |
25 એપ્રિલ | 1835 |
29 એપ્રિલ | 1702 |
23 એપ્રિલ | 1667 |
26એપ્રિલ | 1607 |
26 રાજ્ય અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશમાં સંક્રમણ ફેલાયું
કોરોના વાઈરસનું સંક્રમણ દેશના 26 રાજ્યોમાં ફેલાયું છે. 6 કેન્દ્રશાસિત પ્રદેશ પણ આના સંકજામાં આવી ગયા છે. જેમાં દિલ્હી, ચંદીગઢ, આંદામાન-નિકોબાર, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને પુડ્ડુચેરી સામેલ છે.
રાજ્ય | કેટલા સંક્રમિત | કેટલા સાજા થયા | કેટલા મોત |
મહારાષ્ટ્ર | 10,498 | 1773 | 459 |
ગુજરાત | 4395 | 613 | 214 |
દિેલ્હી | 3515 | 1094 | 59 |
રાજસ્થાન | 2583 | 893 | 58 |
મધ્યપ્રદેશ | 2625 | 482 | 137 |
તમિલનાડુ | 2323 | 1258 | 27 |
ઉત્તરપ્રદેશ | 2211 | 551 | 40 |
આંધ્રપ્રદેશ | 1403 | 321 | 31 |
તેલંગાણા | 1038 | 442 | 28 |
પશ્વિમ બંગાળ | 758 | 124 | 33 |
જમ્મુ કાશ્મીર | 614 | 216 | 08 |
કર્ણાટક | 565 | 229 | 22 |
કેરળ | 498 | 383 | 04 |
પંજાબ | 480 | 104 | 20 |
હરિયાણા | 339 | 235 | 04 |
બિહાર | 425 | 84 | 02 |
ઓરિસ્સા | 142 | 39 | 01 |
ઝારખંડ | 110 | 19 | 03 |
ઉત્તરાખંડ | 57 | 36 | 00 |
હિમાચલપ્રદેશ | 40 | 28 | 02 |
આસામ | 42 | 29 | 01 |
છત્તીસગઢ | 40 | 36 | 00 |
ચંદીગઢ | 74 | 18 | 00 |
આંદામાન-નિકોબાર | 33 | 16 | 00 |
લદ્દાખ | 22 | 17 | 00 |
મેઘાલય | 12 | 00 | 01 |
પુડ્ડુચેરી | 08 | 05 | 01 |
ગોવા | 07 | 07 | 00 |
મણિપુર | 02 | 02 | 00 |
ત્રિપુરા | 02 | 02 | 00 |
અરુણાચલ પ્રદેશ | 01 | 01 | 00 |
મિઝોરમ | 01 | 01 | 00 |
રાજ્યોની સ્થિતિ
મધ્યપ્રદેશ, સંક્રમિતઃ2625- અહીંયા ગુરુવારે સંક્રમણના નવા 65 કેસ આવ્યા હતા. રાજ્યમાં આ બિમારીથી અત્યાર સુધી 137 દર્દીઓના મોત થયા છે. તો બીજી બાજુ ભોપાલ એઈમ્સમાં રોગ પ્રતિકારક ક્ષમતા વધરાવા વાળી દવા માઈક્રોબૈક્ટીરિયમ-ડબલ્યૂનો કોરોનાના ગંભીર રોગીઓ પર ટ્રાયલ શરૂ થઈ ગયો છે.
ઉત્તરપ્રદેશ, સંક્રમિતઃ2211- રાજ્યમાં ગુરુવારે 77 નવા કોરોના પોઝિટિવ મળ્યા હતા. રાજ્યમાં કુલ સંક્રમિતોમાંથી 1053 જમાતી અને તેમના સંપર્કમાં આવેલા લોકો છે. 551 લોકો સાજા થઈ ચુક્યા છે. સંક્રમણ રાજ્યના 75માંથી 60 જિલ્લામાં ફેલાઈ ચુક્યુ છે.
મહારાષ્ટ્ર, સંક્રમિતઃ10498- અહીંયા ગુરુવારે 583 નવા દર્દી મળ્યા છે. જેમાંથી 25 કેસ મુંબઈના હોટ સ્પોટ ધારાવી સામે આવ્યા છે. ધારાવીમાં હવે સંક્રમિતોની સંખ્યા 369 થઈ ગયા છે. તો બીજી બાજુ, મહારાષ્ટ્ર સરકારે અન્ય રાજ્યોમાં ફસાયેલા તેમના મજૂરોને પાછા લઈ જવાની તૈયાર કરી લીધી છે.
રાજસ્થાન,સંક્રમિતઃ2582- રાજ્યમાં ગુરુવારે સંક્રમણના 144 કેસ સામે આવ્યા છે. જેમાંથી જોધપુરમાં 59, જયપુરમાં 14, અજમેરમાં 4, ચિત્તોડગઢમાં 3, કોટા અને ટોંકમાં 2-2 જ્યારે અલવર અને ધૌલપુરમાં 1-1 દર્દી મળ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાથી 58 લોકોના મોત થયા છે.
દિલ્હી, સંક્રમિતઃ3515- અહીંયા ગુરુવારે CRPFના વધુ 6 જવાન સંક્રમિત થયા છે. જેમાંથી એક જવાન અર્ધસૈનિક બળના નેશનલ કબડ્ડી ટીમનો ખેલાડી છે.
બિહાર,સંક્રમિતઃ422- રાજ્યમાં ગુરુવારે સંક્રમણના 22 નવા કેસ સામે આવ્યા હતા. બુધવારે 37 પોઝિટિવ મળ્યા છે. જેમાંથી બક્સરમાં 14, પશ્વિમ ચંપારણમાં 5, દરભંગામાં 04, પટના અને રોહતાસમાં 3-3, ભોજપુર અને બેગૂસરાયમાં 2-2 જ્યારે ઔરંગાબાદ, વૈશાલી, સીતામઢી અને મધેપુરામાં 1-1 દર્દી મળ્યા હતા.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.