દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા શુક્રવારે 85 હજાર 546 થઇ ગઇ છે. લોકડાઉનમાં છૂટ બાદ હજારો મજૂરો શહેરોથી પગપાળા અથવા અન્ય સાધનોથી ઘરે જઇ રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે કહ્યું હતું કે અત્યારે પણ પ્રવાસી મજૂરો રસ્તાઓ , રેલવે ટ્રેક અને ટ્રકોમાં દેખાય છે. જો કોઇ મજૂર રસ્તા પર દેખાય તો તેમને શેલ્ટરમાં લઇ જવામાં આવે અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવે. મંત્રાલયે કહ્યું કે તે મજૂરો માટે ટ્રેન અને બસની વ્યવસ્થા રાજ્ય સરકારોની જવાબદારી છે.
મિઝોરમ સરકારે લોકડાઉન 31મે સુધી લંબાવ્યું છે. ઘણી NGO અને સંસ્થાઓએ તેની ભલામણ કરી હતી. રાજ્યમાં કોરોનાનો એકમાત્ર દર્દી સ્વસ્થ થઇ ચૂક્યો છે. તે નેધરલેન્ડ્સથી પરત આવ્યો હતો. હવે મિઝોરમ ગ્રીન ઝોનમાં છે. બીજી તરફ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાજ્યની સીમાઓ આગામી અમુક મહિનાઓ સુધી ન ખોલવાની અપીલ કરી છે. મહારાષ્ટ્રમાં આજે સંક્રમિતોનો આંકડો 27 હજારને પાર પહોંચ્યો છે. તો બીજી તરફ હવે તમિલનાડુ 9674 દર્દીઓ સાથે બીજા નંબરે આવી ગયું છે. સાથે જ ગુજરાત 9,592 સંક્રમિતો સાથે ત્રીજા ક્રમે છે. આ તમામ આંકડા covid19india.org અને રાજ્ય સરકાર પાસેથી મળેલી માહિતી પ્રમાણે છે. શુક્રવારે રાજસ્થાનમાં 154, આંધ્રપ્રદેશમાં 102, કર્ણાટકમાં 45, બિહારમાં 06, પંજાબમાં 02, અને હિમાચલ પ્રદેશમાં 1 દર્દી મળ્યા હતા.
અપડેટ્સ
પાંચ દિવસ જ્યારે સંક્રમણના સૌથી વધારે કેસ આવ્યા
દિવસ | કેસ |
10 મે | 4311 |
14 મે | 3943 |
13 મે | 3725 |
04 મે | 3656 |
11 મે | 3610 |
રાજ્ય | કેટલા સંક્રમિત | કેટલા સાજા થયા | કેટલા મોત |
મહારાષ્ટ્ર | 27,524 | 6,059 | 1,019 |
તમિલનાડુ | 9,674 | 2,240 | 66 |
ગુજરાત | 9,592 | 3,753 | 586 |
દિલ્હી | 8470 | 3045 | 115 |
રાજસ્થાન | 4534 | 2638 | 125 |
મધ્યપ્રદેશ | 4426 | 2171 | 237 |
ઉત્તરપ્રદેશ | 3902 | 2072 | 88 |
પશ્વિમ બંગાળ | 2377 | 768 | 215 |
આંધ્રપ્રદેશ | 2,205 | 1192 | 48 |
પંજાબ | 1935 | 223 | 32 |
તેલંગાણા | 1414 | 952 | 34 |
બિહાર | 999 | 400 | 07 |
કર્ણાટક | 987 | 460 | 35 |
જમ્મુ કાશ્મીર | 983 | 485 | 11 |
હરિયાણા | 818 | 439 | 11 |
ઓરિસ્સા | 624 | 158 | 03 |
કેરળ | 561 | 493 | 04 |
ઝારખંડ | 203 | 87 | 03 |
ચંદીગઢ | 191 | 37 | 03 |
ત્રિપુરા | 156 | 29 | 00 |
આસામ | 87 | 40 | 02 |
ઉત્તરાખંડ | 78 | 50 | 01 |
હિમાચલ પ્રદેશ | 74 | 35 | 03 |
છત્તીસગઢ | 60 | 56 | 00 |
લદ્દાખ | 43 | 22 | 00 |
આંદામાન-નિકોબાર | 33 | 33 | 00 |
ગોવા | 15 | 07 | 00 |
મેઘાલય | 13 | 11 | 01 |
પુડ્ડુચેરી | 13 | 09 | 00 |
મણિપુર | 03 | 02 | 00 |
મિઝોરમ | 01 | 01 | 00 |
અરુણાચલ પ્રદેશ | 01 | 01 | 00 |
દાદરા નગર હવેલી | 01 | 01 | 00 |
રાજ્યોની સ્થિતિ
મધ્યપ્રદેશ, સંક્રમિતઃ4426- અહીંયા ગુરુવારે 253 દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાં ઈન્દોરમાં 131, ભોપાલમાં 42, બુરહાનપુરમાં 35, જબલપુરમાં 10, નીમચમાં 07, ઉજ્જૈનમાં 05 અને સાગર, રીવામાં 4-4 સંક્રમિત મળ્યા છે. ભોપાલમાં સંક્રમિતોની સંખ્યા 900 ઈન્દોરમાં 2238 અને જબલપુરમાં 157 થઈ ગઈ છે. મહારાષ્ટ્ર, સંક્રમિતઃ27524- અહીંયા ગુરુવારે 1601 કોરોના સંક્રમિત મળ્યા અને 44 લોકોના મોત થયા. આ સાથે જ કોરોનાથી થયેલા મોતનો આંકડો 1000ને પાર થઈ ગયો છે. મંત્રી પૃથ્વીરાજ ચૌહાણે કેન્દ્ર સરકારને માંગ કરી છે કે રાષ્ટ્રને આર્થિક સંકટમાંથી બહાર લાવવા માટે દેશભરના મંદિરમાં ટ્રસ્ટ પાસેના સોનાના ભંડારને સરકાર પોતાના કબ્જામાં લઈ લે. ઉત્તરપ્રદેશ, સંક્રમિતઃ3902- ઉત્તરપ્રદેશ સરકારે નિર્ણય કર્યો છે કે રાજ્યમાં આવી રહેલા પ્રવાસી મજૂરોને હવે શ્રમિક સ્પેશ્યલ ટ્રેનનું ભાડું નહીં આપવું પડે. આ ખર્ચો રાજ્ય સરકાર ઉઠાવશે. રાજ્યમાં ગુરુવારે 144 નવા કેસ સામે આવ્યા હતા.
રાજસ્થાન, સંક્રમિત-4534 અહીંયા ગુરુવારે 206 સંક્રમિત મળ્યા હતા. જેમાં ઉદેયપુરામં 59, જોધપુરમાં 36, જયપુરમાં 20, જાલોરમાં 22, નાગોરમાં 17, અજમેરમાં 6 કેસ સામે આવ્યા હતા. તો બીજી બાજુ આગરાથી આવેલા 2 મહિનાના બાળકનું મોત થયું હતું.
દિલ્હી, સંક્રમિતઃ8470- અહીંયા ગુરુવારે 472 સંક્રમિત મળ્યા હતા.187 દર્દી સાજા થયા હતા જ્યારે 9ના મોત થયા હતા. દિલ્હીના ગાઝીપુર ફળ અને શાકભાજી મંડીમાં સચિવ અને ઉપ-સચિવ સંક્રમિત મળ્યા હતા. બિહાર, સંક્રમિતઃ999- અહીંયા ગુરુવારે કોરોના સંક્રમણના 46 કેસ સામે આવ્યા હતા.જેમાંથી પૂર્ણિયામાં 9 અને ખગડિયમાં 4 દર્દી મળ્યા હતા. તો બીજી બાજુ પટના જિલ્લામાં રેસ્ટોરન્ટમાંતી જમવાની હોમ ડિલેવરીની મંજૂરી મળી ગઈ છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.