તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • In 12 Days 70 Thousand New Corona Cases Were Reported In The Country, 1700 People Lost Their Lives

લોકડાઉન-4:12 દિવસમાં દેશમાં 70 હજાર નવા કોરોનાના કેસ નોંધાયા, 1700 લોકોએ જીવ ગુમાવ્યો

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • હવે દેશમાં કુલ દર્દીઓની સંખ્યા 1.65 લાખને વટાવી ગઈ
  • 4706 લોકોના મોત, 65 હજારથી વધુ લોકો સાજા થયા

કોરોનાના સંકટના પગલે લાગુ કરવામાં આવેલું લોકડાઉન-4 અગામી બે દિવસમાં પુરુ થશે. લોકડાઉન-4માં એટલે કે છેલ્લા 12 દિવસથી કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. છેલ્લા 12 દિવસની વાત કરવામાં આવે તો કોરોનાના 70 હજાર નવા મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. જ્યારે લગભગ 1700 લોકોના દેશમાં મોત થયા છે.

દેશમાં લોકડાઉન-4ને 18 મેના રોજ લાગુ કરવામાં આવ્યું હતું

દેશમાં લોકડાઉન-4ને 18 મેના રોજ લાગુ કરવામાં આવ્યું હતું. તે દિવસે દેશમાં કુલ કોરોનાના દર્દીઓની સંખ્યા 96 હજાર 169 હતી. તેમાંથી 3 હજાર 29 લોકોના મોત થયા હતા. જ્યારે 36 હજાર 823 લોકો સાજા થઈને તેમના ઘરે પરત ફર્યા હતા. તે દિવસે જ કોરોનાના 5 હજાર 242 નવા મામલાઓ પ્રકાશમાં આવ્યા હતા.

કોરોનાના કારણે અત્યાર સુધીમાં 4 હજાર 706 લોકો જીવ ગુમાવ્યા

12 દિવસ બાદ આજે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલા રિપોર્ટના જણાવ્યા મુજબ, હવે દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 1 લાખ 65 હજાર 799 થઈ છે. કોરોનાના કારણે અત્યાર સુધીમાં 4 હજાર 706 લોકોના મોત થયા છે. જોકે હવે સાજા થનારાઓનો આંકડો પણ ધીરે-ધીરે વધ્યો છે. હાલ દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા લગભગ 90 હજાર છે.

કેસની સંખ્યા રોજ વધી રહી છે

લોકડાઉનના ચોથા તબક્કામાં કોરોનાના નવા કેસ રોજ વધી રહ્યાં છે. 18 મેના રોજ 5242, 19 મેના રોજ 4970, 20 મેના રોજ 5611, 21 મેના રોજ 5609, 22 મેના રોજ 6088, 23 મેના રોજ 6654, 24 મેના રોજ 6767, 25 મેના રોજ 6977, 26 મેના રોજ 653, 27 મેના રોજ 6387, 28 મેના રોજ 6566 અને 29 મેના રોજ 7466 નવા કેસ પ્રકાશમાં આવ્યા છે.

રોજ વધી રહ્યો છે મોતનો આંકડો

કોરોનાથી થતા મોતનો આંકડો રોજ વધી રહ્યો છે. 18 મેના રોજ 157, 19 મેના રોજ 134, 20મેના રોજ 140 લોકોના મોત થયા હતા. 21 મેના રોજ 132, 22 મેના રોજ 148, 23 મેના રોજ 137, 24 મેના રોજ 147, 25 મેના રોજ 154, 26 મેના રોજ 146, 27 મેના રોજ 170, 28 મેના રોજ 194 અને 29 મેના રોજ 175 લોકોએ કોરોનાના પગલે જીવ ગુમાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...