• Gujarati News
  • National
  • Corona Cases Rise 35% In The Country, 3712 New Cases In Last 24 Hours, Kerala Maharashtra Tensions Rise

કોરોના અપડેટ્સ:દેશમાં 35% કોરોનાના કેસ વધ્યા, છેલ્લા 24 કલાકમાં 3712 નવા કેસ, કેરળ-મહારાષ્ટ્રે વધાર્યું ટેન્શન

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દેશમાં એક વખત ફરી કોરોનાની ગતી વધવા લાગી છે. લાંબા સમય પછી કોરોનાના મામલા બે હજારથી વધુ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 3,712 કેસ નોંધાયા છે. મંગળવારે નવા 2745 લોકો પોઝિટિવ આવ્યા હતા. એક રીતે જોવામાં આવે તો નવા કોવિડ કેસોમાં 35.4 ટકાનો ઉછાળો આવ્યો છે. બીજી તરફ 2584 દર્દી કોરોનાને માત આપીને સાજા થયા છે. જોકે સારી વાત એ છે કે મૃત્યુના મામલામાં ઘટાડો નોંધાયો છે. ગઈકાલે માત્ર 5 લોકોના મૃત્યુ થયા છે. દેશમાં એક્ટિવ કેસ 18 હજાર 131 નોંધાયા છે.

સૌથી વધુ કેસ કેરળ અને મુંબઈમાં નોંધાયા
દેશમાં સૌથી વધુ કેસ કેરળ અને મુંબઈમાં નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કેરળમાં 1197 લોકો પોઝિટિવ આવ્યા છે. જ્યારે મહારાષ્ટ્રમાં 1081 કેસ નોંધાયા છે. બંને રાજ્યો માટે આ સ્થિતિ ચિંતાજનક છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રમાં 24 ફેબ્રુઆરી પછી સૌથી વધુ કેસ પ્રકાશમાં આવ્યા છે.

નવા કેસ નોંધાયા પછી કુલ દર્દીઓની સંખ્યા 4.31 કરોડ થઈ
નવા કેસ પ્રકાશમાં આવ્યા પછી દેશમાં કુલ દર્દીની સંખ્યા 4.31 કરોડ થઈ છે. મૃત્યુનો આંકડો 5.24 લાખની ઉપર જતો રહ્યો છે. જોકે કોરોનાનો સંક્રમણ દર 0.04 ટકા છે, જ્યારે રિકવરી રેટ 98.74 ટકા નોંધાયો છે. ડેલી પોઝિટિવિટી રેટ 0.60 ટકા અને વીકલી પોઝિટિવિટી રેટ 0.63 ટકા નોંધાયો છે.

મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું ડરવાની જરૂર નથી
મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ મહારાષ્ટ્રમાં નવા ઓમિક્રોન મામલા પર લોકોને આશ્વાસન આપ્યું છે કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હાલ કોઈ પણ દર્દીએ હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી. સ્વાસ્થ્ય મંત્રીએ આ નિવેદન સતત વધી રહેલા મામલાઓને ધ્યાનમાં રાખીને આપ્યું છે.

અન્ય સમાચારો પણ છે...