તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Today, The Number Of Active Cases Is Likely To Cross 4 Lakh, An Increase Of More Than 10,000 For The Second Day In A Row

કોરોના દેશમાં:આજે એક્ટિવ કેસનો આંકડો 4 લાખને વટાવે તેવી શક્યતા, સતત બીજા દિવસે તેમાં 10 હજારથી વધુનો વધારો

નવી દિલ્હી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 45,624 નવા કેસ નોંધાયા છે
  • કેરળમાં બુધવારે 32,097 કેસ નોંધાયા, 188 લોકોના મૃત્યુ

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 45,624 નવા કેસ નોંધાયા છે. જ્યારે 34,665 સાજા થયા અને 335ના મૃત્યુ થયા છે. આ રીતે એક્ટિવ કેસ એટલે કે સારવાર કરાવી રહેલા દર્દીઓની સખ્યામાં 10597નો વધારો નોંધાયો છે.

સતત બીજા દિવસે એક્ટિવ કેસમાં 10 હજારથી વધુનો વધારો નોંધાયો છે. આ પહેલા બુધવારે 10365 એક્ટિવ કેસ વધ્યા હતા. દેશમાં હવે 3.93 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે. આ આંકડો આજે 4 લાખને પાર થઈ શકે છે.

કેરળ કોરોના હોટસ્પોટ, દેશના 76 ટકા કેસ
કેરળ દેશનું એકમાત્ર રાજ્ય છે, જ્યાં કોરોનાના દર્દીઓ ઝડપથી વધી રહ્યાં છે. અહીં એક દિવસમાં નોંધાયેલા દર્દીઓની સંખ્યા 32 હજારને પાર થઈ ગઈ છે. જ્યારે મૃત્યુમાં મહારાષ્ટ્ર આગળ છે. અહીં એક દિવસમાં સૌથી વધુ 183 મૃત્યુ નોંધાયા છે. બુધવારે દેશમાં લગભગ 46 હજાર દર્દીઓ મળ્યા અને 509ના મૃત્યુ થયા છે. ચોંકાવનારી વાત એ છે કે તેમાંથી 32694 કેસ માત્ર કેરળમાં જ છે, જ્યારે 173ના મૃત્યુ થયા છે.

દેશમાં કોરોના મહામારી આંકડામાં
છેલ્લા 24 કલાકમા કુલ નવા કેસ આવ્યાઃ 45,624
છેલ્લા 24 કલાકમાં કુલ સાજા થયાઃ 34,665
છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુઃ 355
અત્યાર સુધીમાં કુલ સંક્રમિતઃ 3.29 કરોડ
અત્યાર સુધીમાં સાજા થયાઃ 3.20 કરોડ
અત્યાર સુધીમાં કુલ મૃત્યુઃ 4.39 લાખ

રાજ્યોની સ્થિતિઃ
1. કેરળ

અહીં બુધવારે 32,097 થયા છે. 21,634 લોકો સાજા થયા અને 188 લોકોના મૃત્યુ થયા છે. અત્યાર સુધીમાં 41.22 લાખ લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 38.60 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 21,149 લોકોના મૃત્યુ થયા છે. હાલ 2.40 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે.

2. મહારાષ્ટ્ર
અહીં બુધવારે 4,342 લોકો સંક્રમિત થયા. 4,775 લોકો સાજા થયા અને 55નું મૃત્યુ થયું. અહીં અત્યાર સુધીમાં 64.73 લાખ લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 62.81 લાખ લોકો સાજા થયા છે. જ્યારે 1.37 લાખ લોકોનું મૃત્યુ થયું છે. હાલ 50,607 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

3. ઉત્તરપ્રદેશ
અહીં બુધવારે 35 લોકો સંક્રમિત થયા છે. 11 લોકો સાજા થયા અને 16ના મૃત્યુ થયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 17.09 લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 16.86 લાખ લોકો સાજા થઈ ચુક્યા છે. જ્યારે 22841 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. અહીં 258 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

4. દિલ્હી
દિલ્હીમાં બુધવારે 39 લોકો કોરોના પોઝિટિવ નોંધાયા છે. જ્યારે 38 લોકો સાજા થયા છે. અત્યાર સુધીમાં 14.37 લાખ લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 14.12 લાખથી વધુ લોકો સાજા થઈ ચુક્યા છે, જ્યારે 25082 દર્દીઓના મૃત્યુ થયા છે. અહીં 344 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

5. રાજસ્થાન
અહીં બુધવારે કોરોનાના 8 કેસ નોંધાયા છે. જ્યારે 5 લોકો સાજા થયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 9.54 લાખ લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 9.45 લાખ લોકો સાજા થઈ ચુક્યા છે. જ્યારે 8945 દર્દીઓના મૃત્યુ થયા છે. હાલ 84 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

6. ગુજરાત
રાજ્યમાં બુધવારે 10 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ દરમિયાન 12 લોકો સાજા થયા છે. અહીં અત્યાર સુધીમાં લગભગ 8.2 લાખ લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 8.15 લાખ લોકો સાજા થઈ ચુક્યા છે. જ્યારે 10081 દર્દીઓના મૃત્યુ થયા છે. અહીં 151 સંક્રમિતોની સારવાર ચાલી રહી છે.

7. મધ્યપ્રદેશ
અહીં બુધવારે 11 નવા કેસ નોંધાયા છે અને 03 લોકો સાજા થયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 7.92 લાખ લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 7.81 લાખ લોકો સાજા થઈ ચુક્યા છે. જ્યારે 10516 લોકોના મૃત્યુ થયા છે. 91 દર્દીઓની હાલ સારવાર ચાલી રહી છે.