તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 45064 New Cases Were Registered On Saturday, 457 Deaths: An Increase Of 13 Thousand In Active Cases In 6 Days

કોરોના દેશમાં:શનિવારે 45064 નવા કેસ નોંધાયા, 457 લોકોના મૃત્યુ: 6 દિવસમાં એક્ટિવ કેસમાં 13 હજારનો વધારો

નવ દિલ્હી25 દિવસ પહેલા
  • કોરાનાના વધતા કેસને પગલે કેરળમાં રવિવારે લોકડાઉન લગાવવામાં આવ્યું
  • શનિવારે કેરળમાં 31,265 કેસ નોંધાયા અને 153 લોકોના મૃત્યુ થયા છે

દેશમાં કોરોનાના સંક્રમણના મામલાએ ફરીથી ગતિ પકડી લીધી છે. શનિવારે સતત ચોથા દિવસે કોરોનાના કેસ 40 હજારને વટાવી ગયા છે. છેલ્લા 24 કલાકમાં 45,064 લોકોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ દરમિયાન 457 લોકોના મૃત્યુ થયા છે અને 35,811 લોકોએ આ બીમારીને માત આપી છે.

એક્ટિવ કેસમાં છ દિવસમાં 13,217નો વધારો નોંધાયો છે. 23 ઓગસ્ટે 3.13 લાખ લોકો કોરોનાની સારવાર કરાવી રહ્યાં હતા. 28 ઓગસ્ટે આ સંખ્યા વધીને 3.62 લાખ થઈ છે. તેમાં સૌથી મોટો હિસ્સો કેરળનો છે. અહીં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. સતત ચોથા દિવસે અહીં 30 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે.

કેરળમાં આજે લોકડાઉન
કોરાનાના વધતા કેસને જોતા રાજ્ય સરકારે કેરળમાં રવિવારે લોકડાઉન લગાવ્યું છે. શનિવારે અહીં 31265 કેસ મળ્યા અને 153 લોકોના મૃત્યુ થયા છે. કેરળમાં દેશમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે. ગત સપ્તાહે અહીં રોજ 20 હજાર જેટલા કેસ આવી રહ્યાં હતા. આ સપ્તાહમાં કેસની સંખ્યા 30 હજારને વટાવી ગઈ છે.

દેશમાં કોરોના મહામારી આંકડામાં...
છેલ્લા 24 કલાકમાં કુલ નવા કેસઃ 45,064
છેલ્લા 24 કલાકમાં કુલ સાજા થયાઃ 35,811
છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુઃ 457
અત્યાર સુધીમાં કુલ સંક્રમિતઃ 3.26 કરોડ
અત્યાર સુધીમાં સાજા થયાઃ 3.18 કરોડ
અત્યાર સુધીમાં કુલ મૃત્યુઃ 4.37 લાખ
હાલ સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યાઃ 3.62 લાખ

પ્રમુખ રાજ્યોની સ્થિતિ
1. કેરળ

અહીં શનિવારે 31,265 લોકો સંક્રમિત થયા છે. 21,468 લોકો સાજા થયા અને 153 લોકોના મૃત્યુ થયા. અત્યાર સુધીમાં 39.77 લાખ લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 37.51 લાખ લોકો સાજા થયા છે. જ્યારે 20466 લોકોના મૃત્યુ થયા છે. હાલ 2.04 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે.

2. મહારાષ્ટ્ર
અહીં શનિવારે 4831 લોકો સંક્રમિત થયા છે. 4455 લોકો સાજા થયા અને 126 લોકોના મૃત્યુ થયા છે. અત્યાર સુધીમાં 64.52 લાખ લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 62.59 લાખ લોકો સાજા થઈ ગયા છે. જ્યારે 1.37 લાખ લોકોના મૃત્યુ થયા છે. હાલ 51821 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

3. દિલ્હી
દિલ્હીમાં શનિવારે 29 લોકોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અહીં અત્યાર સુધીમાં 14.37 લાખ લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 14.42 લાખ લોકો સાજા થઈ ચુક્યા છે. જ્યારે 25080 દર્દીઓના મૃત્યુ થયા છે. અહીં 393 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

4. ઉત્તરપ્રદેશ
અહીં શનિવારે 26 લોકો સંક્રમિત થયા છે. આ દરમિયાન 45 લોકો સાજા થયા છે અને 11ના મૃત્યુ થયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 17.09 લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 16.86 લાખ લોકો સાજા થઈ ચુક્યા છે. જ્યારે 22807 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. અહીં 299 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

5. ગુજરાત
રાજ્યમાં શનિવારે 10 લોકોનો કોરોના પોઝિટિવ આવ્યો છે. આ દરમિયાન 14 લોકો સાજા થયા છે. અહીં અત્યાર સુધીમાં લગભગ 8.25 લાખ લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 8.15 લાખ લોકો સાજા થઈ ચુક્યા છે. જ્યારે 10081 દર્દીઓના મૃત્યુ થઈ ચુક્યા છે. અહીં 151 સંક્રમિતોની સારવાર ચાલી રહી છે.

6. મધ્યપ્રદેશ
અહીં શનિવારે 7 નવા મામલા નોંધાયા છે અને 10 લોકો સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 7.92 લાખ લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 7.81 લાખ લોકો સાજા થયા છે. જ્યારે 10516 લોકોના મૃત્યુ થયા છે. 79 દર્દીઓની હાલ સારવાર ચાલી રહી છે.

7. રાજસ્થાન
અહીં શનિવારે 11 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. આ દરમિયાન 6 લોકો સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 9.54 લાખ લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 9.45 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 8,954 દર્દીઓના મૃત્યુ થયા છે. હાલ 116 દર્દીઓની સારવાર ચાલી રહી છે.