તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આજે 26 જુલાઈ છે. આપણા સૌને માટે ગર્વ કરવા જેવી ઈતિહાસમાં અમર થયેલી તારીખ. આજે કારગીલમાં પાકિસ્તાન પર વિજય મેળવ્યાને 21 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. હૃદયમાં ઉત્સાહ, ઉમંગ છે અને એટલે જ તો આજે રવિવારનો દિવસ રજા તરીકે નહીં પણ વિજય દિવસ તરીકે ઉજવશું. સત સત નમન કરશું એ તમામ 527 શહીદો અને 1363 ઈજાગ્રસ્ત સૈનિકોને કે જેમના બલિદાને તિરંગાને ઝૂકવા દીધો નથી.
શહીદ પરમવીર કેપ્ટન વિક્રમ બત્રાના યાદગાર શબ્દો "યા તો મૈ લહરાતે તિરંગે કે પીછે આઉંગા, યા તિરંગે મેં લિપટતા હુઆ આઉંગા, પર મૈ આઉંગા જરુર" સાથે આજના મોર્નિંગ બ્રીફમાં સૌથી પહેલા એ સમાચાર પર નજર કરશું કે જે દેશમાં સ્થિતિ છે તે દર્શાવે છે...
સૌથી પહેલા વાત કોરોના વાઈરસના ફેલાવાની કે જેની સમક્ષ નાના-મોટા, નેતા-અભિનેતા સૌની ગણતરીઓ ખોટી પડતી દેખાય છે-
1.શિવરાજ પણ થયા કોરોનાગ્રસ્ત
કોરોનાના સંકટમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં કરવાનું પરિણામ શું આવે છે તે મધ્ય પ્રદેશના CM શિવરાજ સિંહના ઉદાહરણથી શીખીએ. તેઓ સંક્રમિત થયેલા દેશના પ્રથમ મુખ્યમંત્રી છે. 24 જુલાઈની રાતથી ભોપાલમાં લોકડાઉન શરૂ થયુ અને 25ની સવારે શિવરાજે અમિતાભ બચ્ચનની માફક સંક્રમિત થયાની માહિતી આપી હતી. તેમણે કહ્યું-મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, પ્રજા સાવચેતી રાખે, થોડી પણ લાપરવાહી કોરોનાને આમંત્રણ આપે છે. પ્રધાન અરવિંદ ભદૌરિયા સાથે દિવંગત રાજ્યપાલ લાલજી ટંડનના અંતિમ દર્શન કરવા લખનઉ જવાનું શિવરાજને ભારે પડ્યું. ભદૌરિયા અગાઉ સંક્રમિત થયા અને હવે CM પણ સંક્રમિત થયા.
મધ્ય પ્રદેશ બાદ પડોશી રાજ્ય રાજસ્થાનની વાત કરીએ, જ્યાં રાજકીય ઘટનાક્રમો સમક્ષ કોરોના જેવા વાઈરસે પણ સમર્પણ કરી દીધુ છે-
2.ત્રીજ-તહેવારોના દિવસોમાં રાજસ્થાનમાં રાજકીય ઉથલપાથલ
રાજસ્થાનને તહેવારોના દિવસોમાં લાગેલા રાજકીય સંક્રમણને આજે 17મો દિવસ છે. જોડતોડની આ રાજનીતિમાં ચહેરા બદલાતા જોવા મળે છે. હવે રાજસ્થાનમાં આ ટક્કર ફક્ત પાયલટ અને ગેહલોત વચ્ચે ન રહેતા રાજ્યપાલ (ભાજપ) અને કોંગ્રેસ વચ્ચે શરૂ થઈ છે.ભાજપની ટીમ રાજ્યપાલને મળી. બાદમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ પૂનિયાએ કહ્યું-રાજ્યના વડા જ જો ચેતવણી આપતા હોય કે 8 કરોડ જનતા રાજ્યપાલને ઘેરી લેશે. આ નિવેદન તેમને (ગેહલોતને) કલમ 124 હેઠળ સજા અપાવી શકે છે. આ અગાઉ દિવસભર કોંગ્રેસ સમર્થકોએ પ્રદેશમાં ભાજપ સામે વિરોધ કર્યો.સચિન પાયલટ મૌન છે અને હવાની દિશાને પારખી રહ્યા છે, કારણ કે હવે આગળનો માર્ગ પણ કોર્ટ મારફતે જ નિકળશે. સોમવારે દિલ્હીમાં સુપ્રીમ કોર્ટ અને જયપુરમાં હાઈકોર્ટમાં સુનાવણી પર નજર રહેશે.
હવે રાજસ્થાનથી ઉત્તર પ્રદેશ પર નજર કરીએ, જે રામજીના રંગમાં રંગાયેલુ દેખાય છે, માહોલમાં રામધૂન છે, વાતો છે, ઘટના છે, અને 5 ઓગસ્ટની રાહ જોવાય છે-
3.અયોધ્યામાં બે દિવસ દિવાળી ઉજવવામાં આવશે
અયોધ્યામાં રામ મંદિર નિર્માણની શરૂઆત થવાની તૈયારી થઈ રહી છે. 5 ઓગસ્ટના રોજ પીએમ મોદી મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન કરશે. શનિવારે તૈયારીઓની સમીક્ષા કરવા માટે CM યોગી કારસેવક પુરમ પહોંચ્યા. રામલલાના દર્શન કર્યા બાદ આવનારા દિવસો અંગે વાત કરતા ખુશીથી ગદગદ યોગીએ કહ્યું- અમે સૌ શુભ કાર્યક્રમ માટે એક સાથે આવશું. 4 અને 5 ઓગસ્ટની રાત્રે ઘરો અને મંદિરોમાં દીપોત્સવની ઉજવણી કરશું. દિવાળી અયોધ્યા સાથે જોડાયેલી છે અને અયોધ્યા વગર તહેવારોની કલ્પના પણ કરી ન શકાય. 500 વર્ષ બાદ અયોધ્યામાં આ શુભ મુર્હૂત આવ્યું છે. વિશ્વ મંદિર નિર્માણનો ભવ્ય કાર્યક્રમ જોશે.
હવે કોરોના તથા રાજકારણથી દૂર બે એવા સમાચાર કે જે આજે રવિવારના દિવસે તમે તમારા પરિવાર સાથે શેર કરવાનું પસંદ કરશો
4. હોમ લોનના આટલા સારા દિવસો આવશે, ક્યારેય વિચાર પણ કર્યો ન હતો
તમે કદાચ ક્યારેય વિચાર પણ નહીં કર્યો હોય, અને ન તો ક્યારે સાંભળ્યુ હોય કે આપણા દેશમાં હોમ લોનના વ્યાજ દર હવે 2.5 ટકા સુધી પહોંચી ગયા છે. ધારો કે તમે 27 લાખ રૂપિયાની લોન મેળવો છે અને તેમા પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY), ટેક્સ પર છૂટને જોડી દેવામાં આવે તો આ લોન ફક્ત 2.5 ટકા વ્યાજ પર જ મળશે. જો તમે PMAY માટે યોગ્યતા ધરાવતા ન હોય તો પછી તમારે 4 ટકા અને જો ટેક્સમાં કોઈ રાહત નથી મળતી તો પછી આ રેટ 6.80 ટકા રહેશે. ત્રણેય સ્થિતિમાં હોમ લોનના વ્યાજ દર અત્યાર સુધીના સૌથી નીચા સ્તર પર છે.HDFC,SBI,ICICI 6.95 ટકા જ્યારે એક્સિસ 7.75 ટકા પર, LIC 6.90 ટકા પર હોમ લોન આપી રહી છે. યુનિયન બેન્ક સૌથી ઓછા 6.80 ટકા દરથી હોમ લોન આપે છે.
5. ગ્રાહકોના લાભના સમાચાર, નવો કાયદો અમલમાં આવ્યો
ઓનલાઈન શોપિંગમાં ગ્રાહકોને જે છેતરપિંડીનો સામનો કરવો પડતો હતો તેનાથી હવે મુક્તિ મળશે. ભારત સરકારે ગયા સપ્તાહે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019 હેઠળ નવા ઈ-કોમર્સ રુલ્સને મંજૂરી આપી હતી. નવા નિયમ અમેઝોન, ફ્લિપકાર્ટ,સ્નેપડીલ જેવી ઈ-કોમર્સ સાઈટ્સને પણ લાગુ પડશે. નકલી તથા ભેળસેળયુક્ત માલસામાનનું વેચાણ કરનારને પણ આજીવ કેદની સજા થઈ શકે છે. નવા કાયદાથી ગ્રાહકોને કોઈ પણ જગ્યાથી ફરિયાદ નોંધાવવાનો વિકલ્પ મળ્યો છે. તેઓ પોતાના ઘરની નજીક કન્ઝ્યુમર ફોરમમાં પણ ફરિયાદ નોંધાવી શકે છે. ગેરમાર્ગે દોરતી જાહેરખબર કરનાર સેલિબ્રિટી પર પણ 10 લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે.
હવે જોઈએ આજે રવિવારના દિવસે શું કહે છે તમારું રાશિ-ભવિષ્ય-અંક અને ટેરો કાર્ડ
એસ્ટ્રોલોજર ડો.અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે આજે તિથિ અને નક્ષત્રથીની દ્રષ્ટિએ સર્વાર્થસિદ્ધિ યોગ બની રહ્યો છે. જેના પ્રભાવથી નવા કાર્યોની યોજના બનશે. મોટા લોકોની મદદ પણ મળી શકે છે. કેટલાક લોકોને અટકેલા કાર્યો પૂરા થશે અને પૈસા પણ મળી શકે છે.
ન્યૂમેરોલોજીસ્ટ ડો.કુમાર ગણેશના જણાવ્યા પ્રમાણે 26 જુલાઈનો મૂળાંક 8, ભાગ્યાંક 1, દિવસ અંક 1,4, માસાંક 7 અને તલિત અંક 2,7 છે. રવિવારે આ અંગ 1,4ના અંક 8 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ અને અંક 1ના અંક 4 સાથે વિરોધી યુતિ બને છે.
ટેરો કાર્ડ રીડર શીલા એમ.બજાજના મતે આજે 12 પૈકી 8 રાશિ માટે દિવસ ખૂબ જ સારો રહેશે. દિવસ સફળતા અને મોજમસ્તીથી ભરપૂર રહી શકે છે.પોતાની ઘરેલુ અને પ્રોફેશનલ જવાબદારીને પૂરી કરવામાં સમય લાગી શકે છે. 4 રાશિ માટે દિવસ ખૂબ જ ખરાબ રહી શકે છે.
હવે છેલ્લે જોઈએ કે આજના દિવસે કયા સમાચાર અને ઘટનાક્રમ પર તમારી નજર રહેવી જોઈએ-
1. પાકિસ્તાન સામે કારગીલમાં વિજય મેળવ્યાને 21 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે.
2. PM મોદી આજે 11 વાગે 'મન કી બાત' કરશે અને કોરોના સંકટને લીધે લાગેલા લોકડાઉન તથા અનલોકના સમયમાં મોદીનો પાંચમું સંબોધન છે, બીજી વખત પ્રધાનમંત્રી બન્યા બાદ 14માં તથા ઓવરઓલ 67મો 'મન કી બાત' કાર્યક્રમ યોજાશે.
3. પોતાની ચૂંટાયેલી રાજ્ય સરકારોને પાડવામાં ભાજપની ભૂમિકાના વિરોધમાં કોંગ્રેસ આજે એક રાષ્ટ્રવ્યાપી ઓનલાઈન અભિયાન 'લોકતંત્ર કે લીએ બોલો' શરૂ કરશે. કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે ટ્વિટ કરી આ અંગે જાણકારી આપી છે. 4. વર્ષની એકમાત્ર બ્લોકબસ્ટર ફિલ્મ તાનાજીઃ ધ અનસંગ વોરિયરનું આજે રાત્રે 8 વાગે સ્ટાર પ્લસ ચેનલ પર વર્લ્ડ પ્રીમિયર થશે. મરાઠા યોદ્ધા તાનાજી માલુસરેના જીવન પર બનેલી આ ફિલ્મમાં અજય દેવગન સાથે સેફ અલી, શરદ કેલકર અને કાજોલ દેખાશે.
5. 26 જુલાઈના રોજ હરિયાણા સોહનાના રિઠોજ ગામમાં સચિન પાયલટના સમર્થનમાં ગુર્જર મહાપંચાયત યોજાશે. તેમા હરિયાણા, રાજસ્થાન અને UPના ગુર્જર સમાજના લોકોને આમંત્રણ મોકલવામાં આવ્યુ છે. મહાપંચાયતમાં રાજસ્થાનના 9 ગુર્જર ધારાસભ્ય પર પાયલટને સમર્થન આપવા દબાણ કરવામાં આવશે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.