તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 'Corona Anne, Let Me Drink Juice', The Ambulance Driver Carrying The Positive Patient Said Heavily

મધ્ય પ્રદેશ:‘કોરોના એને છે મને જ્યુસ પીવા દો’, પૉઝિટિવ પેશન્ટને લઈને જતાં એમ્બ્યુલન્સ ડ્રાઈવરે ભારે કરી

2 મહિનો પહેલા

મધ્યપ્રદેશના શહડોલમાં આરોગ્યકર્મીની મોટી બેદરકારીનો એક વીડિયો સામે આવ્યો છે. બે આરોગ્યકર્મી કોરોનાના દર્દીને લઈને હોસ્પિટલ જતાં હતાં ત્યારે, રસ્તામાં શેરડીનો રસ પીવા ઊભા રહ્યા હતા. જેનો વીડીયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. આ વીડિયો શેરડીના રસની દુકાન પર હાજર એક યુવકે બનાવ્યો હતો. યુવકે આરોગ્યકર્મીને એવું પૂછ્યું હતું કે, 'તમે કોરોનાના દર્દીને લઈને આવ્યા છો અને માસ્ક કાઢીને રસ પીવા ઊભા છો?' જેના જવાબમાં આરોગ્યકર્મીએ બિન્દાસ કહ્યું કે, 'મને કોરોના નથી થયો, તમે મને રસ પીવા દો ને...' મહત્ત્વનું છે કે, આ વીડિયો વાઇરલ થતાં આરોગ્ય વિભાગે તપાસના આદેશ આપ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...