• Gujarati News
  • National
  • Corona Also Damages Other Organs Besides The Lungs, Said Dr. Of AIIMS. Guleria's Claim

ચિંતાજનક:કોરોના ફેફસાં ઉપરાંત અન્ય અંગોને પણ ડેમેજ કરે છે, AIIMSના ડૉ. ગુલેરિયાનો દાવો

એક વર્ષ પહેલા

વીડિયો ડેસ્કઃ દેશભરમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે ચિંતાજનક સમચાર આવ્યા છે. આ ચિંતાજનક સમાચાર બીજા કોઈએ નહીં પરંતુ દિલ્હી સ્થિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ એટલે કે, એઈમ્સે આપ્યા છે. AIIMSના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ દાવો કર્યો છે કે, કોરોના માત્ર ફેફસાં માટે જ ઘાતક નથી પરંતુ શરીરના અન્ય અંગોને પણ એટલું જ નુકસાન કરે છે. અત્યાર સુધીના રિસર્ચના આધારે ડૉ. ગુલેરિયાએ આ વાત કરી છે. નેશનલ ક્લિનિકલ ગ્રાઉન્ડ રાઉન્ડ્સમાં ચર્ચા દરમિયાન ડૉ. ગુલેરિયાએ કહ્યું કે, કોરોનાવાઇરસ ફેફસાં પર સૌથી વધુ અસર કરે છે, પરંતુ હકીકત એ છે કે, આ વાઇરસ શ્વાસનળીને પણ એટલું જ મોટું નુકસાન કરે છે. શ્વાસનળીથી શરીરના અન્ય અંગોને પણ એટલા જ પ્રભાવિત કરે છે. તેમણે કહ્યું કે, અમે એવા દર્દીઓ જોયાં છે કે, જેમને ફેફસાં પર ઓછી અસર થઈ છે, પરંતુ અન્ય અંગોને સાવ ખલાસ કરી નાખ્યા છે. સાથે જ તેમણે એવું પણ કહ્યું કે, કોરોનાના ટ્રેન્ડને સમજવો ખુબ જ અઘરું બની રહ્યું છે, કારણ કે, કેટલાક શહેરોમાં કેસ ખુબ જ ઘટી રહ્યા છે, જેની સામે અન્ય શહેરોમાં કોરોનાના દર્દીઓમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. ડૉ. ગુલેરિયાના મતે આ ખરેખર ચિંતાજનક વાત છે, જેને કારણે એઈમ્સના ડૉક્ટર્સ સતત તેના પર રિસર્ચ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...