ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:જયપુરમાં ધર્માંતરણનો ખેલ, મૂર્તિપૂજાનો ડર બતાવીને ખ્રિસ્તી બનાવાઈ રહ્યા છે

જયપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાંગાનેરમાં ગયા મહિને કાર્યક્રમ હતો, પોસ્ટર પણ છપાયા, હિંદુ સંગઠનોના વિરોધ પછી રદ

રાજસ્થાનના જયપુરમાં સરકારના નાક નીચે જ ધર્માંતરણનો ખેલ ચાલી રહ્યો છે. જયપુરથી 22 કિ.મી. દૂર બૈરાવાલો તેનું કેન્દ્ર છે. અહીંની 400 પરિવાર ધરાવતું ફળિયું અને આસપાસના ગામમાં ભાસ્કર ટીમ પહોંચી તો ત્યાં ધર્માંતરણના પ્રયાસના અનેક પુરાવા મળ્યા છે.

અહીં અનુસૂચિત જાતિઓ, જનજાતિઓને લાલચ અને ડર બતાવીને ખ્રિસ્તી બનાવાઈ રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે, પોતાને મિશનરી મંડળી કહેતા આ લોકો મૂર્તિપૂજા ખતમ કરીને હિંદુ દેવી-દેવતાઓને નહીં માનવાની તેમજ મહિલાઓને વ્રત નહીં કરવાનો સંદેશ આપી રહ્યા છે. તેઓ ઈસુના શરણે જઈને વિવિધ બિમારીમાંથી બહાર આવી શકાય છે એવો પણ લોકો સમક્ષ દાવો કરી રહ્યા છે. મિશનરીઓને મળીને ખ્રિસ્તી ધર્મના પ્રચારક બનેલા પાસ્ટર ધર્મપાલ બૈરવા અને તેમની ટીમ અહીં ધર્મપ્રચાર કરી રહી છે.

ઓક્ટોબરના છેલ્લા સપ્તાહમાં જયપુરના સાંગાનેરમાં એક કાર્યક્રમ યોજીને મોટા પાયે ધર્માંતરણની યોજના પણ બનાવઈ હતી. ધાર્મિક સભાના આયોજનના નામે તેના પોસ્ટર પણ લગાવાયા હતા. તેથી ધર્મ જાગરણ મંચના સંજય સિંહ શેખાવતે સ્થાનિક નેતા અમિત શર્માની મદદથી તપાસ કરાવી અને આખો મામલો બહાર આવ્યો. બાદમાં હિંદુ સંગઠનોના વિરોધ પછી આ કાર્યક્રમ રદ કરાયો. સાંગાનેર સદરની પોલીસ કહે છે કે, આ કાર્યક્રમ માટે મંજૂરી લેવાઈ હતી, પરંતુ બે-ત્રણ દિવસ પહેલા આવીને તેમણે આ કાર્યક્રમ રદ થયાની માહિતી આપી હતી. પ્રાર્થના બાદ દાનપાત્રમાં રકમ ન નાખીએ તો અનર્થનો ડર બતાવે છે...

ખ્રિસ્તી ધર્મના પ્રચારના નામે આ લોકો એસસી, ગરીબ વ્યક્તિને આર્થિક મદદ અને કામ-ધંધાની લાલચ આપે છે. અનેક લોકોને મદદ પણ આપે છે જેથી તેમને જાળમાં ફસાવી શકે. પ્રાર્થનામાં સામેલ થનાર વ્યક્તિ દાનપાત્રમાં જે રકમ નાખે છે તે પણ ધર્માંતરણ માટે કામમાં લેવાય છે. દાવો છે કે ખ્રિસ્તી ધર્મથી પ્રભાવિત લોકો પોતાની આવકનો હિસ્સો પણ આપે છે. માહિતી અનુસાર પૈસા ન આપે તો અનર્થ થવાનું ડર બતાવે છે.

અન્ય સમાચારો પણ છે...