ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:કર્ણાટકમાં ઈદગાહ મેદાનમાં ગણેશોત્સવ આયોજનથી વિવાદ

બેંગલુરુએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચામરાજપેટ કોંગ્રેસના ધારાસભ્યે કહ્યું- આ વક્ફની જમીન

કર્ણાટકમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ છે. રાજકીય હત્યાની ત્રણ ઘટનાના મામલો હજુ ઠંડો નથી પડ્યો, ત્યાં બેંગલુરુના ચામરાજપેટ ઈદગાહ મેદાનમાં હિન્દુવાદી સંગઠનોએ આ મહિને ગણેશોત્સવની ઉજવણી કરવાની યોજના બનાવતા વિવાદ સર્જાયો છે. વક્ફ બોર્ડનો દાવો છે કે આ જમીન વક્ફ બોર્ડની છે.

ચામરાજપેટથી કોંગ્રેસના ધારાસભ્ય જમીર અહમદ ખાને પણ કહ્યું છે કે ચામરાજપેટ ઈદગાહ મેદાનમાં કોઈ પણ ધાર્મિક આયોજનની મંજૂરી ના આપવી જોઈએ. ખાનનું કહેવું છે કે જો ચામરાજપેટ ઈદગાહ મેદાન પર સ્વતંત્રતા દિવસનું આયોજન થતું હોત તો મેં તેમાં ભાગ લીધો હોત. જોકે, આ મામલે રાજ્યના રાજસ્વ મંત્રી આર. અશોકનું કહેવું છે કે સ્વતંત્રતા દિવસ અને ગણેશોત્સવની ઉજવણીને લઈને અમારા વિભાગને હજુ સુધી કોઈ અરજી નથી મળી, પરંતુ કોઈ વ્યક્તિ કે સંસ્થા તરફથી આવી અરજી મળશે તો રાજ્ય સરકાર તે અંગે જરૂર વિચાર કરશે.

હિન્દુવાદી સંગઠન સનાતન સંસ્થાએ બૃહદ બેંગલુરુ મહાનગરપાલિકા (બીબીએમપી)ને ઈદગાહ મેદાન પર સ્વતંત્રતા દિવસે ધ્વજારોહણ અને ગણેશોત્સવ ઊજવવાની મંજૂરી મેળવવા અરજી કરી છે. સનાતન સંસ્થાના ભાસ્કરનનું કહેવું છે કે ચામરાજપેટ જાહેર સ્થળ છે. કોંગ્રેસ ધારાસભ્ય જમીર ખાન આ મેદાન પર પ્રકારની મંજૂરી આપનારા કોણ છે? આ મેદાન પર અધિકારોને લઈને અમારો પડકાર બૃહદ બેંગલુરુ મહાનગર પાલિકા પાસે પેન્ડિંગ છે.

બીબીએમપીએ વક્ફ બોર્ડને ઈદગાહ મેદાન પર પોતાના દાવા મુદ્દે દસ્તાવેજો રજૂ કરવા કહ્યું છે. જોકે, બીબીએમપીએ સ્પષ્ટ કહી દીધું છે કે આ સંપત્તિ વક્ફ બોર્ડની નહીં, પરંતુ બીબીએમપીની જ છે. વક્ફ બોર્ડે તેના પર કથિત દાવા માટે પુરાવા રજૂ કરવા પડશે.

1999માં પણ આ મુદ્દો ઊઠ્યો હતો
વર્ષ 1999માં ભાજપને આ મેદાન પર સ્વતંત્રતા દિવસે ત્રિરંગો લહેરાવવાની મંજૂરી મળી ન હતી. આ મેદાનના બદલે વક્ફ બોર્ડને 10 એકર જમીન પણ આપી દેવાઈ છે. અહીંનું બે એકર મેદાન રમતગમત અને અન્ય કાર્યક્રમો માટે છોડી દેવાયું છે.

અન્ય સમાચારો પણ છે...