તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • 9 Muslim Organizations In The Country Say Pork Gelatin Used In Chinese Vaccine, We Will Not Put It

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વેક્સિન પર ફતવો:દેશનાં 9 મુસ્લિમ સંગઠને કહ્યું- ચીનની વેક્સિનમાં પોર્ક જિલેટિનનો ઉપયોગ થયો છે, અમે એને નહિ મુકાવીએ

નવી દિલ્હી5 મહિનો પહેલા

કોરોના વેક્સિનમાં પોર્ક જિલેટિનનો વિવાદ વધી રહ્યો છે. દેશનાં નવ મુસ્લિમ સંગઠને કહ્યું છે કે ચીનમાં બનનારી વેક્સિન અમે નહી મુકાવીએ. આ બાબતે તેમણે એક ફતવો બહાર પાડ્યો છે. આ અંગે એવી ચર્ચા છે કે કેટલીક વેક્સિનમાં પોર્ક જિલેટિન, એટલે કે ભૂંડની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઈસ્લામમાં પોર્કમાંથી બનવવામાં આવેલી કોઈપણ વસ્તુને હરામ માનવામાં આવે છે

તાજેતરમાં UAEના અગ્રણી ઈસ્લામી સંગઠન- ફતવા કાઉન્સિલે કોરોના વાઈરસની વેક્સિનમાં પોર્કનું જિલેટિન હોવા છતાં એને યોગ્ય ગણાવી હતી. બીજી તરફ, દેવબંધ દારૂલ ઉલૂમના મીડિયા કન્વીનર અશરફ ઉસ્માનીએ જણાવ્યું હતું કે વેક્સિનને લઈને અત્યારસુધીમાં કોઈપણ ઓફિશયલ નિવેદન સંસ્થા તરફથી આપવામાં આવ્યું નથી. તેમણે જણાવ્યું હતું કે દારૂલ ઉલૂમમાં હાલ રજાઓ ચાલી રહી છે.

કંપનીઓનો પોર્ક ફ્રી વેક્સિનનો દાવો
ઘણી કંપનીઓએ પોર્ક-ફ્રી એટલે કે ભૂંડાના જિલેટિનના ઉપયોગ કર્યા વગર એને બનાવવામાં આવી હોવાનો દાવો કર્યો છે. ફાઈઝર, મોડર્ના અને એસ્ટ્રાજેનેકાએ નોટિસ બહાર પાડીને જણાવ્યું છે કે તેમની વેક્સિનમાં પોર્ક જિલેટિનનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આ કંપનીઓએ કહ્યું છે કે વેક્સિનનો ઉપયોગ કોઈપણ કરી શકે છે.

વેક્સિન પર શું ચર્ચા થઈ રહી છે ?
આ પ્રકારની ચર્ચા ઓક્ટોબરથી શરૂ થઈ ગઈ હતી, જ્યારે ઈન્ડોનેશિયન ડેપ્લોમેટ અને ઈસ્લામિક ધર્મગુરુ કોરોના વેક્સિનની ચર્ચા કરવા માટે ચીન પહોંચ્યા હતા. આ ગ્રુપ ઈન્ડોનેશિયાના લોકો માટે વેક્સિનની ડીલ ફાઈનલ કરવાના હેતુથી પહોંચ્યું હતું. અહીં વેક્સિન તૈયાર કરવાની રીત વિશે માહિતી મળ્યા પછી ધર્મગુરુઓએ આ અંગે સવાલ કરવાનું શરૂ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો