તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Controversy: In 2020, The Biggest Controversy In The Country And The World Arising From Craziness, Mistrust And Dictatorship ...

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શું શીખવી ગયું 2020?:કોન્ટ્રોવર્સી : 2020માં દેશ-દુનિયામાં સનક, અવિશ્વાસ અને સરમુખત્યારશાહીથી પેદા થયેલા સૌથી મોટા વિવાદ...

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફોટો ઓફ ધી યર: કાટમાળમાંથી 4 દિવસ પછી પણ બાળકી સુરક્ષિત નીકળી - Divya Bhaskar
ફોટો ઓફ ધી યર: કાટમાળમાંથી 4 દિવસ પછી પણ બાળકી સુરક્ષિત નીકળી
બીડેન અને કમલા હેરિસ
બીડેન અને કમલા હેરિસ

ન્યૂઝમેકર્સ - અમેરિકામાં કમલા હેરિસ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યાં
2020માં અનેક ચહેરા ચર્ચામાં રહ્યાં. અમેરિકા અને બ્રિટનમાં આપણો દબદબો રહ્યો, નાણામંત્રી સીતારમણ 100 પ્રભાવશાળી મહિલાઓની યાદીમાં સ્થાન પામ્યા.

સુનક બ્રિટનના નાણામંત્રી, સાલ્વે મહારાણી એલિઝાબેથ-2ના સલાહકાર બન્યા
ભારતવંશી ઋષિ સુનક 13 ફેબ્રુઆરીએ બ્રિટનના નાણામંત્રી બન્યા. દેશના પૂર્વ સોલિસીટર જનરલ હરીશ સાલ્વે 16 માર્ચે બ્રિટનના મહારાણી એલિઝાબેથ-2નાં કાનૂની સલાહકાર બન્યાં. ભારતવંશી કમલા હેરિસ અમેરિકાના પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા.

સુનક બ્રિટનના નાણામંત્રી, સાલ્વે મહારાણી એલિઝાબેથ-2ના સલાહકાર બન્યા
ભારતવંશી ઋષિ સુનક 13 ફેબ્રુઆરીએ બ્રિટનના નાણામંત્રી બન્યા. દેશના પૂર્વ સોલિસીટર જનરલ હરીશ સાલ્વે 16 માર્ચે બ્રિટનના મહારાણી એલિઝાબેથ-2નાં કાનૂની સલાહકાર બન્યાં. ભારતવંશી કમલા હેરિસ અમેરિકાના પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા.

ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે બિપીન રાવતની વરણી
બિપીન રાવત 1 જાન્યુ.એ ભારતના પ્રથમ સીડીએસ બન્યાં. તેમની જવાબદારી ત્રણેય સૈન્ય સંબંધિત બાબતોમાં સંરક્ષણમંત્રીને સલાહ આપવાની છે. સીડીએસ સંરક્ષણ સચિવની મંજૂરી વિના સંરક્ષણ મંત્રી સાથે સીધા મુલાકાત કરી શકે છે. 65 વર્ષની વયે તે આ પદે જળવાઇ રહેશે.

ટોચની 100 શક્તિશાળી મહિલાઓની યાદીમાં નિર્મલા અને રોશની પણ
નાણામંત્રી નિર્મલા સીતારમણ, અમેરિકાના નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ, બાયોકોનના સંસ્થાપક કિરણ મજૂમદાર શૉ અને એચસીએલના રોશની નાડર મલ્હોત્રા દુનિયાની 100 શક્તિશાળી મહિલાઓની ફોર્બ્સ-2020ની યાદીમાં સ્થાન પામ્યા.

અભિનેતા સોનુ સૂદ લૉકડાઉન દરમિયાન શ્રમિકો માટે તારણહાર બની ગયો
લૉકડાઉનમાં સોનુ સૂદે મુંબઈમાં ફસાયેલા પ્રવાસી શ્રમિકોને ઘરે મોકલવા બસ, ટ્રેન અને ફ્લાઈટની વ્યવસ્થા કરાવી હતી. હવે સોનુ સૂદે 2021માં જરૂરિયાતમંદ વૃદ્ધોને ઘૂંટણ ટ્રાન્સપ્લાન્ટ મફત કરાવવાની તૈયારી કરી છે.

ઈલોન મસ્ક : સંપત્તિ 700 ગણી વધી, ટેસ્લા સૌથી વેલ્યૂએબલ ઑટો કંપની
ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાના ફાઉન્ડર ઈલોન મસ્કની સંપત્તિમાં આ વર્ષે 10 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો. આ રકમ એમેઝોનના સંસ્થાપક જેફ બેઝોસ ઉપરાંત બાકી બધા ધનિકોથી વધારે છે. જેફ બેઝોસ 13 લાખ કરોડ રૂપિયા સાથે યાદીમાં ટોચે છે. આ વર્ષે શેર 731% વધ્યા અને ટેસ્લા સૌથી વેલ્યૂએબલ ઓટો કંપની બની.

કોન્ટ્રોવર્સી : 2020માં દેશ-દુનિયામાં સનક, અવિશ્વાસ અને સરમુખત્યારશાહીથી પેદા થયેલા સૌથી મોટા વિવાદ...

4 દાયકામાં પહેલીવાર ભારત-ચીન વચ્ચે અથડામણ, ગોળીબાર થયો, પ્રમુખ ટ્રમ્પે અમેરિકી ચૂંટણીને સૌથી વિવાદિત બનાવી દીધી
કોરોનાથી દુનિયાભરમાં અલગ અલગ સમયે લૉકડાઉને વાતાવરણના હવા-પાણી સ્વચ્છ કર્યા પણ જાતિવાદ, કોમવાદ, સનકથી ભરેલા દેશોની વિસ્તારવાદી અને સરમુખત્યારશાહીવાળી ઝેરી હવાને સાફ ન કરી શક્યું. તેના પરિણામ અનેક વૈશ્વિક ઘટનાઓમાં જોવા મળ્યાં.

ચીનના સૈન્યએ 5 મેથી લદ્દાખમાં ઘૂસણખોરી કરી છે. 15 જૂને ગલવાનમાં હિંસક અથડામણમાં 20 ભારતીય જવાનો શહીદ થઈ ગયા. ઘટનાના 3 મહિના પછી ચીને પોતાના સૈનિકોના નુકસાનની વાત સ્વીકારી પણ તેની સંખ્યા જણાવવાનો ઈનકાર કરી દીધો. અગાઉ બંને દેશો વચ્ચે 1975માં હિંસક અથડામણ થઇ હતી. 29-30 ઓગસ્ટની રાત્રિએ બંને દેશો વચ્ચે અથડામણ થઈ. 7 સપ્ટેમ્બરની રાતે 4 દાયકામાં પહેલવાર ગોળીબાર પણ થયો. 8 તબક્કાની મંત્રણા છતાં સંમતિ ન સધાઈ શકી. કાતિલ ઠંડીમાં સરદે હાલ બંને સૈન્ય સામ-સામે છે. બીજી બાજુ પાકિસ્તાને બળજબરીપૂર્વક કબજાવાળા ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં 15 નવેમ્બરે ચૂંટણી યોજી. જ્યારે નેપાળે 13 જૂને જારી નવા નક્શામાં ભારતીય ક્ષેત્રોને પોતાના ગણાવી દીધા.

ચીન પર ડિજિટલ સ્ટ્રાઈક : 220 ચાઈનીઝ એપ્સ પર બેન
સરહદે ચીન સાથેના તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે દેશની સુરક્ષા અને અખંડતાને ખતરો ગણાવતાં કુલ 220 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂકી દીધો. તેમાં પબજી, કેમ સ્કેનર, શેર ઈટ અને વીડિયો શેરિંગ પ્લેટફોર્મ ટિક-ટૉક જેવી ચર્ચિત એપ પણ સામેલ છે.

સુશાંત સિંહ રાજપૂત
સુશાંત સિંહ રાજપૂત

બોલિવૂડમાં ડ્રગ્સ કનેક્શન મામલે 20ની ધરપકડ, સીએએના વિરોધમાં 101 દિવસ ધરણાં ચાલ્યાં, કૃષિ કાયદાના વિરોધમાં 33 દિવસથી દેખાવ જારી

બોલિવૂડ : સુશાંત સિંહના આપઘાત બાદ બોલિવૂડ અશાંત, કંગનાની ઓફિસ તૂટી
14 જૂને સુશાંત સિંહે આપઘાત કર્યો. મૃત્યુની તપાસ ઈન્ડસ્ટ્રીમાં નેપોટિઝ્મ અને ડ્રગ્સ સુધી પહોંચી ગઈ. કંગનાએ મહારાષ્ટ્રની તુલના પીઓકે સાથે કરી તો બીએમસીએ તેની ઓફિસ તોડી નાખી.

સીએએ : આ કાયદાના વિરોધમાં દિલ્હીના શાહીનબાગમાં 101 દિવસ સુધી ધરણાં ચાલ્યાં
સીએએ વિરુદ્ધ શાહીનબાગમાં 24 માર્ચ સુધી 101 દિવસ ધરણાં ચાલ્યાં. સરકારે 10 જાન્યુઆરીએ કાયદો લાગુ કર્યો હતો. તેમાં અફઘાન, બાંગ્લાદેશ અને પાક.થી આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓ માટે નાગરિકતા નિયમને સરળ બનાવાયા છે.

કૃષિ કાયદા : વિરોધમાં હરિયાણા અને પંજાબના ખેડૂતો 33 દિવસથી ધરણાં પર
સરકારે 20 સપ્ટેમ્બરે 3 નવા કૃષિ કાયદાને મંજૂરી આપી. આ કાયદાના વિરોધમાં પંજાબ અને હરિયાણાના હજારો ખેડૂતો દિલ્હીની સરહદે 25 નવેમ્બરથી ધરણાં કરી રહ્યાં છે. ખેડૂતોની માગ છે કે સરકાર આ ત્રણેય કાયદા પાછા ખેંચે.

વિકાસ દુબે : યુપી પોલીસના 8 જવાનોને મારનાર ગેંગસ્ટરનું એન્કાઉન્ટર કરાયું
10 જુલાઈએ પોલીસે એન્કાઉન્ટરમાં કાનપુર(યુપી)ના ગેંગસ્ટર વિકાસ દુબેને ઠાર માર્યો હતો. વિકાસ અને તેના સાથીઓએ 3 જુલાઈએ 8 પોલીસવાળાને મારી નાખ્યા હતા. તેના પછી અથડામણમાં વિકાસના અનેક સાથી ઠાર મરાયા. વિકાસ દુબેની સાથે સાથે પોલીસ પણ સાંઠગાંઠ મામલે વિવાદોમાં રહી હતી.

અમેરિકી ચૂંટણી : ટ્રમ્પે મતગણતરી અટકાવી, કોર્ટ ગયા પણ પ્રજાએ વિદાય આપી દીધી
રાષ્ટ્રપતિ ટ્રમ્પ ટપાલ દ્વારા મોકલાયેલા વોટને ગેરકાયદે ગણાવી લોકોના મનમાં શંકા પેદા કરતા રહ્યાં. તેમણે આ વોટની ગણતરી રોકવાનો પ્રયાસ પણ કર્યો. કોર્ટ ગયા. છેવટે પરાજય સ્વીકારવો પડ્યો. આ વલણે તેને અમેરિકાની સૌથી વિવાદિત ચૂંટણી બનાવી દીધી.

રાજકારણ : મધ્યપ્રદેશમાં કમલનાથ બહાર તો રાજસ્થાનમાં એક મહિનો સરકાર વાડામાં રહી
મધ્યપ્રદેશ-રાજસ્થાનમાં રાજકારણમાં ઊઠાપટક જોવા મળી. મ.પ્ર.માં સિંધિયાના કોંગ્રેસથી છૂટા પડવાથી કમલનાથ સરકાર પડી ગઈ. રાજસ્થાનમાં સચિનના બળવાથી ગેહલોત સરકાર 1 મહિના સુધી ઘોંચમાં રહી. બિહારમાં જદયુ-ભાજપે સત્તામાં વાપસી કરી.

કોરોનાકાળમાં વિદેશથી ભારતીયોને લાવવા માટે ‘વંદે ભારત’ અભિયાન ચલાવાયું. 7 મેથી 19 નવેમ્બર સુધી 7 તબક્કામાં કોરોના ચેપગ્રસ્ત દેશોથી 30 લાખથી વધુ ભારતીયોને સ્વદેશ લવાયા.
કોરોનાકાળમાં વિદેશથી ભારતીયોને લાવવા માટે ‘વંદે ભારત’ અભિયાન ચલાવાયું. 7 મેથી 19 નવેમ્બર સુધી 7 તબક્કામાં કોરોના ચેપગ્રસ્ત દેશોથી 30 લાખથી વધુ ભારતીયોને સ્વદેશ લવાયા.

મોટા નિર્ણય : સરકાર-સુપ્રીમકોર્ટના આ નિર્ણયોથી શાંતિ મળી
આઠ વર્ષ પછી નિર્ભયાના ચારેય દોષિતોને ફાંસી અપાઈ, દીકરીઓને પૈતૃક સંપત્તિમાં સમાન હકનો સુપ્રીમનો ચુકાદો
પ્રદૂષણ ઘટાડવા માટે ફક્ત બીએસ 6 વાહન વેચવાનો નિર્ણય
પ્રદૂષણ અટકાવવા સરકારે 1 એપ્રિલથી ફક્ત બીએસ 6 એન્જિનવાળા વાહનો વેચવાનો નિર્ણય કર્યો છે. બીએસ-6 એન્જિનથી 80-90% પીએમ 2.5 જેવા કણ રોકી શકાશે.

કોરોનામાં ‘વંદે ભારત’ અભિયાનમાં 30 લાખ ભારતીયોને સ્વદેશ લવાયા
કોરોનાકાળમાં વિદેશથી ભારતીયોને લાવવા માટે ‘વંદે ભારત’ અભિયાન ચલાવાયું. 7 મેથી 19 નવેમ્બર સુધી 7 તબક્કામાં કોરોના ચેપગ્રસ્ત દેશોથી 30 લાખથી વધુ ભારતીયોને સ્વદેશ લવાયા.

આંધ્ર વિધાનસભામાં રાજ્યમાં 3 રાજધાનીઓને મંજૂરી અપાઇ
આંધ્ર વિધાનસભાએ 20 જાન્યુ.એ રાજ્યની 3 રાજધાનીને મંજૂરી આપી. ઉત્તરાખંડે 4 માર્ચે ગેરસેંણને શિયાળાની રાજધાની બનાવી. જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર મિલાવી 4 રાજ્યોમાં 1થી વધુ રાજધાની છે.

વડાપ્રધાને રામમંદિરનો શિલાન્યાસ કર્યો, 3.5 વર્ષમાં તૈયાર થશે
પીએમ મોદીએ 6 ફેબ્રુઆરીએ સંસદમાં રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટસ્ટ્ર બનાવવાની જાહેરાત. 5 ઓગસ્ટે મંદિર નિર્માણ શરૂ થયું. નિર્માણમાં સાડા 3 વર્ષ લાગશે. તેના પર 300 કરોડ ખર્ચ થવાનો અંદાજ છે.

તિહારમાં ‘નિર્ભયા’ના 4 દોષિતોને ફાંસીના માંચડે લટકાવાયા
તિહાર જેલમાં નિર્ભયા સામૂહિક દુષ્કર્મ કાંડના ચારેય દોષિતોને 20 માર્ચે ફાંસી અપાઈ. નિર્ભયા કાંડ 16 ડિસેમ્બરે 2012માં થયો હતો. અગાઉ 3 વખત આરોપીઓની ફાંસી ટળી હતી.

પદ્મનાભ સ્વામીનું મેનેજમેન્ટ પૂર્વ રાજપરિવારને સોંપવા આદેશ
સુપ્રીમકોર્ટે 13 જુલાઈએ કેરળના પદ્મનાભ સ્વામી મંદિરનું મેનેજમેન્ટ ત્રાવણકોરના પૂર્વ રાજપરિવારને સોંપ્યું. જ્યારે અન્ય નિર્ણયમાં દીકરીઓને પૈતૃક સંપત્તિમાં સમાન હક આપ્યો.

ઘટનાઓ જેણે હચમચાવ્યાં : લાપરવાહી, મનમાની, અત્યાચારે દુનિયાને સ્તબ્ધ કરી

અશ્વેતની હત્યા મુદ્દે દુનિયા અને હાથરસ કાંડ મુદ્દે દેશમાં આક્રોશ

કોઝિકોડ એરપોર્ટ પર વિમાનના બે ટુકડા, 18નાં મોત
7 ઓગસ્ટે કોઝિકોડ એરપોર્ટ પર 30 ફૂટ ઊંડી ખીણમાં પડવાથી વિમાનના બે ટુકડા થઈ ગયા હતા. દુબઈથી આવેલા વિમાનમાં 191 સવાર હતા. દુર્ઘટનામાં બે પાઈલટ સહિત 18 મોત નીપજ્યાં હતાં.

22 જૂને તૂતીકોરિનમાં પોલીસ કસ્ટડીમાં પિતા-પુત્રનું મોત
22 જૂને તમિલનાડુના તૂતીકોરિનમાં પોલીસ કસ્ટડીમાં પિતા-પુત્રનું મોત નીપજ્યું. પોલીસે બંનેની 19 જૂને 15 મિનિટ વધુ દુકાન ખોલવા મુદ્દે ધરપકડ કરી હતી. તપાસ સીબીઆઈ પાસે છે.

પંજાબમાં લઠ્ઠાકાંડમાં 121નાં મોત, 13 અધિકારી સસ્પેન્ડ
29 જુલાઈએ પંજાબના તરનતારણ જિલ્લામાં લઠ્ઠાકાંડને લીધે 121 લોકોએ જીવ ગુમાવ્યાં. પોલીસે 100થી વધુ દરોડા પાડ્યા, 54ની ધરપકડ કરી. એક્સાઈઝના 7 અધિકારી તથા 6 પોલીસકર્મીને સસ્પેન્ડ કરાયા.

અશ્વેતો પર હિંસાના વિરોધમાં 80 દેશોમાં દેખાવ, 25નાં મોત
મિનેપોલિસમાં 25 મેના રોજ પોલીસ અધિકારી દ્વારા અશ્વેત જ્યોર્જ ફ્લૉઈડને ઘૂંટણ નીચે દબાવવાની ઘટનાના વિરોધમાં બ્લેક લાઈવ્સ મેટર નામે 80 દેશોમાં દેખાવ થયા. ટ્રમ્પના પરાજયનું આ મોટું કારણ રહ્યું.

બેરુતમાં 2750 ટન એમોનિયમ નાઈટ્રેટમાં વિસ્ફોટ, 200નાં મોત
લેબેનોનની રાજધાની બેરુતમાં 4 ઓગસ્ટે સ્ટોર કરીને રાખેલા 2750 ટન એમોનિયમ નાઈટ્રેટમાં વિસ્ફોટ થઈ ગયો. આ દુર્ઘટનામાં 200થી વધુ લોકો માર્યા ગયા. 5000થી વધુ ઘવાયા હતા.

તીડના હુમલા બાદ પાક.માં જાન્યુઆરીએ ઈમરજન્સી જાહેર
પાકિસ્તાનમાં તીડના હુમલા બાદ 31 જાન્યુઆરીએ ઈમરજન્સી જાહેર કરાઇ હતી. તીડે પાક.ના પંજાબમાં પાકને બરબાદ કરી નાખ્યો. તીડના હુમલા રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં થયા હતા.

ઈરાનના પરમાણુ વિજ્ઞાનીની સેટેલાઇટ નિયંત્રિત બંદૂકથી હત્યા
27 નવેમ્બરે ઈરાનના પરમાણુ વિજ્ઞાની મોહસિન ફખરીજાદેહની સેટેલાઇટ નિયંત્રિત બંદૂક વડે હત્યા કરાઈ. અગાઉ 3 જાન્યુઆરીએ ઈરાનની કુદ્સ સેનાના ચીફ કાસિમ સુલેમાનીની હત્યા કરાઈ હતી.

અમદાવાદ - રાજકોટ : કોરોના હોસ્પિટલમાં આગ, 14નાં મોત
6 ઓગસ્ટે અમદાવાદમાં કોવિડ હોસ્પિટલમાં આગ લાગતાં 8 દર્દી અને 27 નવેમ્બરે રાજકોટમાં પણ એક હોસ્પિટલમાં આગની લપેટમાં આવતા 5 દર્દીએ જીવ ગુમાવ્યાં હતાં.

હાથરસમાં કથિત ગેંગરેપ પછી યુવતીના મૃત્યુ મામલે દેશમાં હોબાળો
હાથરસના એક ગામમાં 14 સપ્ટેમ્બરે એક યુવતી સાથે કથિતરૂપે સામૂહિક દુષ્કર્મ થયું. હોસ્પિટલમાં 29 સપ્ટેમ્બરે યુવતીના મૃત્યુ પછી સમગ્ર દેશમાં હોબાળો મચી ગયો. અંતે હાઈકોર્ટના નિર્દેશ પર તપાસ CBIને સોંપાઈ.

દેશના 13માં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું બ્રેઇન હેમરેજને લીધે 31 ઓગસ્ટે હોસ્પિટલમાં નિધન થઇ ગયું.
દેશના 13માં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું બ્રેઇન હેમરેજને લીધે 31 ઓગસ્ટે હોસ્પિટલમાં નિધન થઇ ગયું.

એ જે જીવી ગયા - પ્રણવ દા, કોબે બ્રાયન્ટ, ઈરફાન અને મહાશય ધર્મપાલનું નિધન
2020માં દેશ-વિદેશમાં અનેક પ્રસિદ્ધ હસ્તીઓનું નિધન થયું. તેમાં અનેક રાજનેતા, બિઝનેસમેન, રમતજગત સાથે સંકળાયેલી દેશ-વિદેશની પ્રસિદ્ધ હસ્તીઓ સામેલ રહી.

પ્રણવ મુખરજી(85)
દેશના 13માં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું બ્રેઇન હેમરેજને લીધે 31 ઓગસ્ટે હોસ્પિટલમાં નિધન થઇ ગયું.

કોબે બ્રાયન્ટ(41)
અમેરિકી બાસ્કેટબોલ ખેલાડી કોબે બ્રાયન્ટ અને દીકરી ગિયાના 26 જાન્યુઆરીએ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા.

રામવિલાસ પાસવાન(74)
6 વખત કેન્દ્રીયમંત્રી રહેલા રામવિલાસ પાસવાન 8 ઓક્ટોબરે દિલ્હીમાં હાર્ટએટેકથી મૃત્યુ પામ્યા.

ડિયેગો મારાડોના(60)
આર્જેન્ટિનાના પ્રસિદ્ધ ફૂટબોલ ખેલાડી ડિયેગો મારાડોનાનું 25 નવેમ્બરે હાર્ટ એટેકથી નિધન થઇ ગયું.

મહાશય ધર્મપાલ(97)
મસાલાની દુનિયાના બાદશાહ મહાશય ધર્મપાલ ગુલાટીનું 3 ડિસેમ્બરે હાર્ટ એટેકથી નિધન થઈ ગયું.

ઈરફાન ખાન(53)
ફિલ્મ અભિનેતા ઈરફાન ખાનનું કેન્સરથી 29 એપ્રિલે મુંબઈમાં નિધન. તેમને પદ્મશ્રી પણ મળ્યું હતું.

ઋષિ કપૂર(67)
ફિલ્મ અભિનેતા ઋષિ કપૂરનું કેન્સરથી 30 એપ્રિલે નિધન. તેમને 4 વખત ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.

પં.જસરાજ(90)
પદ્મભૂષણથી સન્માનિત પ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયક પં.જસરાજનું 17 ઓગસ્ટે અમેરિકામાં હાર્ટ એટેકથી નિધન થયું.

રાહત ઈન્દોરી(70)
પ્રસિદ્ધ ઉર્દૂ શાયર અને ગીતકાર રાહત ઈન્દોરીનું 11 ઓગસ્ટે કોરોના વાઈરસથી ઈન્દોરમાં નિધન થઈ ગયું.

આ હસ્તીઓ પણ આપણો સાથ છોડી ગઈ
રાજકારણઃ જસવંત સિંહ {સુરેશ અંગડી, લાલજી ટંડન, અમર સિંહ, મૃદુલા સિંહા, ચેતન ચૌહાણ, અહેમદ પટેલ, તરુણ ગોગોઈ, મોતીલાલ વોરા
કળા-સંસ્કૃતિઃ કપિલા વાત્સ્યાયન, ઉસ્તાદ દેબૂ, ઉષા ગાંગુલી
મનોરંજનઃ શૉન કૉનરી, એસ.પી.બાલા સુબ્રમણ્યમ, વાજિદ ખાન, જગદીપ
બિઝનેસઃ યદુપતિ સિંઘાનિયા, એફ.સી.કોહલી
રમતઃ બલબીર સિંહ-હૉકી, નાદકર્ણી-ક્રિકેટ, પી.કે.બેનરજી-ફૂટબોલ
સમાજઃ બેજન દારુવાલા, રાજૈન્દ્ર પચૌરી, એમ.જી.વૈદ્ય, કેશવાનંદ ભારતી, મંગલેશ ડબરાલ, ગિરિરાજ કિશોર

સૌથી મોટી હોનારત : ઓસ્ટ્રેલિયામાં જંગલોમાં લાગેલી આગમાં 300 કરોડ જીવ ભડથું, 800 લોકોનાં મોત
ઓસ્ટ્રેલિયાના જંગલોમાં 1851 બાદ સૌથી મોટી આગ લાગી હતી. શરૂઆતના 10 દિસમાં 9360 જગ્યાએ લાગી. જાન્યુઆરીમાં તાજેતરના ઈતિહાસની સૌથી મોટી આગમાં 800 લોકો મૃત્યુ પામ્યા. 300 કરોડ જીવ બળીને ખાક થઈ ગયા. એક લાખ ચો.કિ.મી.જંગલ રાખ થઈ ગયું. 1800થી વધુ ઘર પણ બળી ગયા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો