કોલકાત્તામાં ભાજપની મેગા રેલી દરમિયાન એક શીખ વ્યક્તિની પાઘડી પડી જવાનો વીડિયો વાયરલ થયા બાદ આ મામલે વિવાદ શરૂ થઈ ગયો છે. ભાજપના નેતાઓએ શુક્રવારે પશ્ચિમ બંગાળ પોલીસ પર શીખોની ધાર્મિક ભાવનને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્ય ોછે.
તો, પશ્ચિમ બંગાળ પોલીસે આ અંગે ચોખવટ કરતા કહ્યું છે કે, અમે માત્ર શીખ વ્યક્તિની પાસે રહેલી પિસ્તોલને કબજે લેવાના પ્રયાસ કરી રહ્યાં હતા. આ દરમિયાન તેમની પાઘડી પડી ગઈ. અમારો ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો કોઈ જ ઈરાદો ન હતો. ધરપકડ પછી અમે તેમને પાઘડી ફરીવાર પહેરવાનું પણ કહ્યું હતું.
શુક્રવારે આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો. જેમાં કોલકાતા પોલીસ એક શીખ વ્યક્તિને માર મારતા નજરે પડે છે. આ દરમિયાન શીખ વ્યક્તિ જમીન પર પડી જાય છે. તેમજ તેની પાઘડી ખુલી જાય છે. તેમ છતાં પોલીસ તેને મારવાનું યથાવત રાખે છે. આ શીખ વ્યક્તિનું નામ બલવિંદર સિંહ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તેઓ પૂર્વ સૈનિક છે. હાલ ભાજપના નેતા પ્રિયાંગુ પાંડેના સિક્યોરિટી ઓફિસર તરીકે કામ કરે છે.
ભાજપના નેતાઓ અને ક્રિકેટર હરભજન સિંહે વીડિયો ટ્વિટ કર્યો
બલવિંદર સિંહ પર કોલકાતા પોલીસની કાર્યવાહીનો વીડિયો ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીય, તેજિંદરસિંહ બગ્ગા અને બાબુલ સુપ્રિયોએ ટ્વિટ કર્યો છે. ક્રિકેટર હરભજન સિંહે પણ ટ્વિટ કરી નારાજગી વ્યક્ત કરી છે. ભાજપના નેતાઓએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સમક્ષ શીખ યુવક સાથે અયોગ્ય વર્તણૂંક કરનાર પોલીસ કર્મચારી પર કાર્યવાહીની માગ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.