તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • National
 • Controversy Erupted Over Vijay Shah's Clothes; When Arvind Bhadoria Intervened, Yashodhara Said, "Thakur, Don't Show Me Your Eyes, You Are Behaving Arrogantly."

મીટિંગમાં MPના મંત્રીઓ બાખડ્યાં:વિજય શાહનાં કપડાંને લઈને શરૂ થયો વિવાદ; અરવિંદ ભદોરિયા જ્યારે વચ્ચે પડ્યા ત્યારે યશોધરા બોલ્યા- ઠાકુર, મને આંખો ન બતાવો; તમે ઉદ્ધતાઈપૂર્વક વર્તન કરી રહ્યા છો

મધ્યપ્રદેશ20 દિવસ પહેલા
 • વિજયશાહના પહેરવેશથી નાખુશ હતાં યશોધરા
 • અરવિંદ ભદોરિયા આ બાબતમાં વચ્ચે પડતાં મામલો વધુ ઉગ્ર બન્યો

મધ્યપ્રદેશમાં શિવરાજના મંત્રીઓ વચ્ચે બધું સલામત હોય એવું લાગતું નથી. તેમના વચ્ચે વિવાદ સામે આવી રહ્યા છે. આ જ રાજ્યમાં ત્રણ વિધાનસભા અને એક લોકસભાની સીટ માટે ચૂંટણી થવાની છે. આ જ કારણોસર બોલાવવામાં આવેલી પ્રભારી મંત્રીઓની હાઇ લેવલ મીટિંગમાં ખેલમંત્રી યશોધરા રાજે સિંધિયા અને સહકારીમંત્રી અરવિંદ ભદોરિયા વચ્ચે ઉગ્ર બોલચાલ સાથે વિવાદ થયો.

યશોધરાને કહેવું પડ્યું -ઠાકુર! આંખો ના બતાવો. તમે ઉદ્ધતાઈપૂર્વક વર્તન કરી રહ્યા છો. આના જવાબમાં ભદોરિયાએ પણ વળતો જવાબ આપ્યો. સ્થિતિ એટલી વધી ગઇ હતી કે યશોધરા કેબિનેટ હોલની બહાર નીકળી ગયાં. જ્યારે પાછાં આવ્યાં તો તબીબી શિક્ષણમંત્રી વિશ્વાસ સારંગને વચ્ચે પડવું પડ્યું.

વિજયશાહના પહેરવેશથી ગુસ્સે થયાં યશોધરા
વિવાદની શરૂઆત વનમંત્રી વિજય શાહના પહેરવેશથી શરૂ થઇ. શાહના કુર્તા-પાયજામા પહેરવાની રીતથી યશોધરાને ગુસ્સો આવ્યો હતો. જ્યારે યશોધરા અને ભદોરિયા વચ્ચે ઉગ્ર ચર્ચાઓ થઇ રહી હતી ત્યારે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ હાજર નહોતા. તેઓ આ ઘટનાની 15 મિનિટ પછી ત્યાં પહોંચ્યા હતા. ત્યાં સુધી સ્થિતિ શાંત થઈ ગઈ હતી. બેઠકમાં પ્રભારી મંત્રીઓના અલગ-અલગ જવાબદારીઓ સોંપવાની વાત થઇ હતી. મંત્રીઓમાં કમલ પટેલ, વિજય શાહ, રામખેલાવન પટેલ, પ્રેમ સિંહ પટેલ, ઉષા ઠાકુર સહિતના અન્ય મંત્રી હાજર રહ્યા હતા.

શરૂઆત અહીંથી થઈ.....
વિજય શાહે ખુરશીમાં બેસતી વખતે કુર્તો ખંખેર્યો. એમાં તેમનો પાયજામો અને કુર્તો થોડો ઊંચો થઈ ગયો.

 • યશોધરા(વિજય સિંહની પાછળ જ બેઠા હતા): શાહજી, આ શું છે? પાછળ મહિલાઓ બેસેલી છે. ઉષા ઠાકુર પણ બેસેલાં છે.
 • વિજય શાહ: જી-જી.
 • અરવિંદ ભદોરિયા: વિજય જી, તમે ધ્યાન રાખો. તેઓ મહારાજા છે અને તમે રાજા છો?
 • યશોધરા: તમને શું વચ્ચે બોલવાની આદત છે? એ દિવસે રેતીના કિસ્સામાં પણ તમે વચ્ચે બોલ્યા હતા.
 • ભદોરિયા: તમે મને બોલવામાં રોકી ના શકો. હું મારી વાત રજૂ કરી શકું છું, તમે CM તો છો નહિ.
 • યશોધરા(ગુસ્સામાં): ઠાકુર! આંખો ના બતાવો. તમે મારી સાથે ઉદ્ધતાઇ સાથે વર્તન કરી રહ્યા છો.
 • ભદોરિયા(મોટા અવાજમાં): હું માત્ર મારી વાત કહી રહ્યો છું અને મને એનો હક્ક છે.
 • વિશ્વાસ: તમે બધા શાંત થઇ જાઓ, આ બધું સારું નથી લાગી રહ્યું. યશોધરા કેબિનેટ બેઠકમાંથી બહાર નીકળી ગયાં અને થોડા સમય પછી પરત ફર્યાં.
 • વિશ્વાસ: તમે બંને કંઇજ નહીં બોલો. બેઠક ચાલુ કરો(આશરે 5 મિનિટ સુધી બધાં ચૂપ રહ્યાં)

આ પહેલાં પણ મંત્રીઓમાં મતભેદો થઇ ચૂક્યા છે
આની પહેલાં પણ કેબિનેટ અને તેના પછી થવા વાળી અનૌપચારિક કેબિનેટ બેઠકોમાં મંત્રીઓ કોઇના કોઇ બાબતોમાં ઝઘડી ચૂક્યા છે. તે મંત્રીઓ વચ્ચનો વિવાદનો અંત લાવો પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...