• Gujarati News
  • National
  • In Australia, Women Have Been Embroiled In Controversy Ranging From Molestation To Alcohol Scandals.

તસવીરોમાં જુઓ આનંદગિરિનો શોખ:ઓસ્ટ્રેલિયામાં મહિલાઓ સાથે છેડતીથી લઈને દારૂના વિવાદોમાં બદનામ થઈ ચૂક્યો છે, લક્ઝરી કારોનો પણ શોખીન

લખનઉ2 મહિનો પહેલા

પ્રયાગરાજમાં ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્રગિરિનું સોમવારે શંકાસ્પદ મૃત્યુ થયું છે. ઘટનાસ્થળ પરથી પોલીસને 7 પાનાંની સુસાઇડ નોટ મળી છે. એમાં તેમના શિષ્ય આનંદગિરિનો પણ ઉલ્લેખ છે. એ પછી ઉત્તરાખંડ પોલીસે આનંદગિરિની ધરપકડ કરી છે.

પોતાને ઘૂમંતુ યોગી કહેનાર સ્વામી આનંદગિરિ પહેલાં પણ વિવાદોમાં રહ્યો હતો. આ કારણે તે હંમેશાં સમાચારોમાં રહ્યો છે. પછી તેને લક્ઝરી ગાડીઓનો શોખ હોય કે પછી તેની ઓસ્ટ્રેલિયામાં યૌન ઉત્પીડનના આરોપમાં ધરપકડ થઈ હોય. અહીં વાંચો ઘૂમંતુ યોગીના વિવાદ કેસ...

કાર અને બુલેટ બાઇકનો શોખ
છોટે મહારાજ તરીકે જાણીતા યોગગુરુ સ્વામી આનંદગિરિ લક્ઝરી લાઈફ જીવે છે. મોંઘી ગાડીઓમાં ફરવું, મોંઘા મોબાઈલ રાખવા, કીમતી કપડાં પહેરવાનો શોખ છે. સ્વામી આનંદગિરિને સારી કાર અને બુલેટ બાઈકનો પણ શોખ છે. તે માધ મેલામાં બુલેટ પર ફરતા જોવા મળતો હતો. હાથમાં એપલ કંપનીના બે-બે મોબાઈલ ફોન હતા. તે પહેરે છે ભગવા કપડાં, પરંતુ એની કિંમત હજારોમાં હોય છે.

સ્વામી આનંદગિરિ ઘણી વખત મોંઘી કાર સાથે જોવા મળ્યો છે.
સ્વામી આનંદગિરિ ઘણી વખત મોંઘી કાર સાથે જોવા મળ્યો છે.

ઓસ્ટ્રેલિયામાં મહિલા સાથે છેડતી કરવાના આરોપમાં જેલમાં પણ ગયો
આનંદગિરિની ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં મહિલાઓ સાથે બેડરૂમમાં મારપીટ અને છેડછાડ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે પણ સનાતન ધર્મમાં માનનારાઓમાં ખૂબ આક્રોશ હતો. આનંદગિરિના વર્તન પર સવાલ કરવામાં આવ્યા હતા.

2018માં બનેલી આ ઘટનામાં તેની ધરપકડ કરવામાં આવી હતી. જોકે કોર્ટે પછીથી તેને નિર્દોષ છોડી મૂક્યો હતો. આ મામલામાં આનંદગિરિએ તેમના ગુરુ મહંત નરેન્દ્રગિરિ પર તેને છોડાવવાના નામ પર શહેરના ઘણા કરોડપતિઓ પાસેથી 4 કરોડ રૂપિયા લીધા હોવાનો આરોપ લગાવ્યો હતો.

આનંદગિરિએ ઘણા દેશોની યાત્રા કરી છે.
આનંદગિરિએ ઘણા દેશોની યાત્રા કરી છે.

વિમાનના ફોટો પર સર્જાયા હતા સવાલ
ઓક્ટોબર 2020માં આનંદગિરિનો એક ફોટો વાઈરલ થયો હતો. એમાં તે વિમાનના બિઝનેસ ક્લાસમાં બેઠો છે. તેની સામે હોલ્ડર પર એક ગ્લાસ રાખવામાં આવ્યો છે. એમ કહેવાઈ રહ્યું છે કે એમાં દારૂ છે. આ ફોટો વાઈરલ થયા પછી ઘણા લોકોએ આ બાબતની નિંદા કરી હતી. પછીથી આનંદગિરીએ આ ફોટા પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. આ અંગે સ્પષ્ટતા કરતાં તેણે કહ્યું હતું કે આ દારૂ નહિ, પરંતુ એપલ જ્યૂસ છે. મને બદનામ કરવાનું ષડયંત્ર છે.

આનંદગિરિના આ ફોટા પર વિવાદ થયો હતો. તેણે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે આ દારૂ નહિ, સફરજનનો જ્યૂસ છે.
આનંદગિરિના આ ફોટા પર વિવાદ થયો હતો. તેણે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે આ દારૂ નહિ, સફરજનનો જ્યૂસ છે.
આ ફોટો આનંદગિરિ સિડની શહેરમાં હતો ત્યારનો છે.
આ ફોટો આનંદગિરિ સિડની શહેરમાં હતો ત્યારનો છે.
2018માં આનંદગિરિ સિડની ગયો હતો, ત્યાં મહિલાઓ સાથે છેડતી કરવાના મામલામાં તેને જેલ જવું પડ્યું હતું.
2018માં આનંદગિરિ સિડની ગયો હતો, ત્યાં મહિલાઓ સાથે છેડતી કરવાના મામલામાં તેને જેલ જવું પડ્યું હતું.
ભારતમાં આનંદગિરિ લક્ઝરી કારમાં ફરતો જોવા મળ્યો છે.
ભારતમાં આનંદગિરિ લક્ઝરી કારમાં ફરતો જોવા મળ્યો છે.
આનંદગિરિ જે ભગવા કપડાં પહેરે છે એની કિંમત હજારોમાં હોય છે.
આનંદગિરિ જે ભગવા કપડાં પહેરે છે એની કિંમત હજારોમાં હોય છે.
આનંદગિરિને ફોટો સેશનનો ખૂબ જ શોખ છે. સમુદ્રકિનારાઓ પર ધ્યાન કરતા તેના ઘણા ફોટા સોશિયલ મીડિયામાં આવ્યા છે.
આનંદગિરિને ફોટો સેશનનો ખૂબ જ શોખ છે. સમુદ્રકિનારાઓ પર ધ્યાન કરતા તેના ઘણા ફોટા સોશિયલ મીડિયામાં આવ્યા છે.
અન્ય સમાચારો પણ છે...