દુષ્કર્મની ધમકી:વિવાદાસ્પદ મહંત બજરંગ મુનિની ઉ.પ્રદેશમાં ધરપકડ

લખનઉએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુસ્લિમ મહિલાઓ પર દુષ્કર્મની ધમકી આપી હતી

ઉત્તરપ્રદેશના સીતાપુરમાં મહંત બજરંગ મુનિ દાસની ધરપકડ કરવામાં આવી છે. મહંતે થોડા દિવસો પહેલાં મુસ્લિમ મહિલાઓને લઈ આપત્તિજનક ટિપ્પણી કરી હતી. મહિલાઓ સાથે દુષ્કર્મની ધમકી આપી રહેલા મહંત બજરંગ મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થયો હતો, ત્યારબાદ તેમની ધરપકડ નહીં થવાને લઈ અનેક લોકોએ ઉત્તરપ્રદેશ પોલીસ પર સવાલ ઊભા કર્યા હતા. મહંત બજરંગ મુનિ દાસે ખૈરાબાદ સ્થિત બડી સંગતમાં મુસ્લિમોને લઈ વિવાદાસ્પદ અને ઉશ્કેરીજનક નિવેદન આપ્યાં હતાં. આ વીડિયોમાં સીતાપુર જિલ્લામાં આવેલી એક મસ્જિદની બહાર સભાને સંબોધિત કરતાં તેઓ કથિત રીતે મુસ્લિમ સમુદાયની મહિલાઓને ઘરેથી ઉઠાવીને દુષ્કર્મ આચરવાની વાત કરી રહ્યા હતા.

રાષ્ટ્રીય મહિલા આયોગની અધ્યક્ષ રેખા શર્માએ પણ મહંત બજરંગ મુનિ દાસના આ વાંધાજનક વીડિયોની ગંભીર નોંધ લીધી હતી. રેખા શર્માએ યુપી પોલીસને નોટિસ જાહેર કરીને કહ્યું હતું કે એક ખાસ સમુદાયની મહિલાઓની સાથે જાહેરમાં બળાત્કાર કરવા અને આ પ્રકારની વવાત કરના લોકો સ્વીકાર્ય નથી. ધાર્મિક સંત હોય કે કોઈ પણ અન્ય વ્યક્તિ હોય તેમની સાથે કાર્યવાહી કરવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...