તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Controversial Adviser To Punjab Congress Minister Navjot Sidhu Malwinder Mali Resigns

પંજાબ કોંગ્રેસમાં ઘમાસાણ:નવજોત સિદ્ધુના વિવાદિત સલાહકાર માલવિંદર માલીએ રાજીનામું આપ્યું, સામે સિદ્ધુએ પણ આપી ધમકી

ચંદીગઢ25 દિવસ પહેલા
  • માલી છેલ્લા ઘણા સમયથી કેપ્ટન અને ગાંધી પરિવાર પર વિવાદિત ટિપ્પણીઓ કરવાથી ચર્ચામાં હતા

પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિદ્ધુના સલાહકાર માલવિંદર માલીએ શુક્રવારે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. જ્યારથી માલીએ આ પદ સંભાળ્યું હતું, ત્યારથી તે કેપ્ટન અને ગાંધી પરિવાર પર વિવાદિત ટિપ્પણીઓ કરવાથી ચર્ચામાં હતા. પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીનો એક વિવાદિત ફોટો પોસ્ટ કરવા અને કાશ્મીર પર ટિપ્પણી કર્યા પછીથી તે ચારેબાજુએથી નીંદાનો સામનો કરી રહ્યાં હતા. તેનાથી એક રીતે કોંગ્રેસ હાઈકમાન્ડ રાષ્ટ્રીય સ્તર પર વિરોધીઓનો ખાસ કરીને ભાજપના નિશાને આવી. જ્યારે પંજાબમાં કોંગ્રેસે વિપક્ષ અને લોકોની ફજેતીનો સામનો કરવો પડ્યો. બીજી તરફ પંજાબના અધ્યક્ષ નવજોત સિદ્ધુએ હવે સીધી ધમકી આપી છે કે જો તેમને નિર્ણય લેવાની છુટ ન આપવામાં આવી તો જોવા જેવું થશે. જોકે આ ધમકી કોંગ્રેસ હાઈકમાન્ડને આપી છે કે પછી કેપ્ટન અમરિંદર સિંહને તેને લઈને ચર્ચાઓ ચાલી રહી છે.

અગાઉ હરીશ રાવતે સલાહકારને હટાવવા કહ્યું હતું
ઉલ્લેખનીય છે કે ગુરુવારે જ પંજાબ મામલાઓના પ્રભારી હરીશ રાવતે હાઈકમાન્ડના નિર્દેશ પર અમલ કરતા નવજોત સિદ્ધુને કહ્યું હતું કે તે પોતાના સલાહકારને તાત્કાલિક હટાવે. હરીશ રાવતે એક ખાનગી ચેનલને આપેલા ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે સિદ્ધુએ તેના સલાહકારોને હટાવી દેવા જોઈએ અને જો સિદ્ધુ આમ નહિ કરે તો હાઈકમાન્ડ સખ્ત પગલા લેશે. તેમણે કહ્યું કે આ સલાહકાર સિદ્ધુના પ્રાઈવેટ છે, તે કોંગ્રેસન નથી. કોંગ્રેસને આવા સલાહકારોની કોઈ જરૂર નથી. જો તે આવા સલાહકારોને નહિ હટાવે તો હાઈકમાન્ડ ડાયરેક્ટ જ સિદ્ધુની સામે કાર્યવાહી કરી શકે છે. સિદ્ધુ સલાહકારોને હટાવી દે નહિતર પાર્ટીના પ્રદેશ પ્રભારી હોવાના કારણે આ કામ રાવત પણ કરી શકે છે.

કેપ્ટન પર સતત સાધવામાં આવી રહ્યું હતું નિશાન
માલીએ કેપ્ટનના ગ્રુપને ચેતવણી આપી હતી. માલીએ આવા મંત્રીઓને ચાલીસ ચોર કહ્યું હતું, જેમણે મુખ્યમંત્રી પાસે માલીની વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી. આ સિવાય માલીએ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને લોકસભા સાંસદ મનીષ તિવારી અને પંજાબના શિક્ષા અને પીડબલ્યુડી મંત્ર વિજય ઈંદર સિંગલા પર પણ નિશાન સાધ્યું હતું. માલીએ મનીષ તિવારીને લધિયાણાના ભાગેડું કહ્યાં હતા. જ્યારે સિંગલાને અલી બાબાના ચાલીસ ચોરોમાંથી એક કહ્યાં હતા.

નવજોત સિદ્ધુએ આપી ધમકી
પંજાબના અધ્યક્ષ નવજોત સિદ્ધુએ હવે સીધી ધમકી આપી છે કે જો તેમને નિર્ણય લેવાની છુટ ન આપવામાં આવી તો જોવા જેવું થશે. જોકે આ ધમકી કોંગ્રેસ હાઈકમાન્ડને આપી છે કે પછી કેપ્ટન અમરિંદર સિંહને તેને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. સિદ્ધુએ ગુરુવારે અમૃતસરમાં વેપારીઓના સંગઠન સાથે થયેલી બેઠકમાં આ વાત કહી છે. સિદ્ધુએ કહ્યું કે તે પહેલા જ આ વાત હાઈકમાન્ડને કહીને આવ્યા છે.