તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Controls Like Lockdown; Hotel Lagoo, Restaurant bar, Shooting Of Films Will Be Closed, There Will Be Complete Lockdown On Saturday Sunday And Night.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહારાષ્ટ્ર સરકારની ગાઇડલાઇન્સ:લોકડાઉન જેવાં નિયંત્રણો લાગ; હોટલ, રેસ્ટોરાં-બાર, મોટી ફિલ્મોના શૂટિંગ બંધ, શનિ-રવિ સંપૂર્ણ લોકડાઉન, રાત્રિના સમયે કર્ફ્યૂ રહેશે

8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 9 એપ્રિલથી સમગ્ર રાજ્યમાં વીકેન્ડ લોકડાઉન, દરેક શુક્રવારે રાત્રે 8 વાગ્યાથી સોમવાર સવારે 7 વાગ્યા સુધી રહેશે કડક નિયંત્રણો

મહારાષ્ટ્ર કેબિનેટે રાજ્યમાં વધી રહેલા કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને કોવિડ માટે કડક દિશા-સૂચનો લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.આ ઉપરાંત શનિવાર અને રવિવાર તથા રાત્રિના સમયે સંપૂર્ણ લોકડાઉન રહેશે. રાજ્યમાં રાત્રે આઠ વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ લાગૂ રહેશે તેમ જ દિવસ દરમિયાન પણ કલમ-144 લાગુ રહેશે. એક જગ્યાએ પાંચ કરતાં વધારે લોકોને એકત્રિત થવા પર પ્રતિબંધ રહેશે. રાજ્ય સરકારનો નિર્ણય સોમવારે રાત્રે આઠ વાગ્યાથી લાગુ રહેશે.

કેબિનેટે નિર્ણય કર્યો છે કે આવશ્યક ચીજવસ્તુઓની સેવા સાથે જોડાયેલા લોકોને જ રાત્રિના સમયે બહાર નીકળવા મંજૂરી મળશે. આ ઉપરાંત હોટલ અને રેસ્ટોરાંમાં બેસીને ભોજન કરવા પર પ્રતિબંધ રહેશે. જોકે પેકિંગ સુવિધા ચાલુ રહેશે. મહારાષ્ટ્રમાં તમામ પાર્ક બંધ રહેશે. થિયેટર પણ બંધ રહેશે. આ ઉપરાંત કોઈ મોટા શૂટિંગ માટે પણ મંજૂરી આપવામાં આવશે નહીં.

(ફાઈલ ફોટો)
(ફાઈલ ફોટો)

ટૂંક સમયમાં ઉદ્યોગ માટે SOP રજૂ થશે
રાજ્ય સરકારે ટૂંક સમયમાં ઉદ્યોગ માટે SOP રજૂ કરશે. મુંબઈમાં શનિવારે કોરોનાના 9,090 નવા કેસ આવ્યા હતા અને 27 લોકોના મોત થયા હતા. મુંબઈમાં એક્ટિવ કેસની સંખ્યા પણ 62,187 થઈ ગઈ છે.

શું નિર્ણય લેવામાં આવ્યા

 • મોલ, રેસ્ટોરાં અને બાર બંધ રહેશે
 • સરકારી ઓફિસ 50 ટકા ક્ષમતા સાથે કામ કરશે
 • હોટલમાં બેસીને ભોજન લઈ શકાશે નહીં
 • સિનેમા હોલ્સ, પાર્ક અને સ્પોર્ટ્સ ગ્રાઉન્ટ બંધ
 • મોટી ફિલ્મોના શૂટિંગને પરવાનગી નહીં
 • જાહેર પરિવહન સેવા 50 ટકા ક્ષમતા સાથે ચાલશે
 • રિક્ષા, ટેક્સી અને ટ્રેન ચાલુ રહેશે
 • ઉદ્યોગ ચાલુ રહેશે, કામદારો પર કોઈ નિયંત્રણ નહીં
 • ધાર્મિક સ્થળો બંધ રહેશે

તુર્કી-બ્રાઝિલ કરતાં પણ વધારે કેસ મહારાષ્ટ્રામાં આવ્યા
ગઈકાલે મહારાષ્ટ્રમાં 49,447 નવા કેસ આવ્યા હતા અને 277 લોકોએ જીવ ગુમાવ્યા હતા. રાજ્યમાં કોરોનાના 4 લાખ 1 હજાર 172 એક્ટિવ કેસ છે. આ સંજોગોમાં રાજ્યમાં કોરોનાની વધતી ચિંતાને લઈ CM ઉદ્ધવ ઠાકરેએ રવિવારે ભૂતપુર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને MNS વડા રાજ ઠાકરે સાથે ફોન પર વાતચીત કરી હતી. રાજ્યમાં તાજેતરમાં બ્રાઝિલ-તુર્કી કરતાં પણ વધારે કેસ આવ્યા છે. શનિવારે મહારાષ્ટ્ર કરતાં વધારે કેસ દુનિયામાં ફક્ત અમેરિકામાં મળ્યા હતા, જ્યાં 66,154 કેસ મળ્યા હતા. તુર્કીમાં 44,756 અને બ્રાઝિલમાં 41,218 નવા કેસ મળ્યા હતા.

મુંબઈના એક આર્ટિસ્ટે કોરોના સામે જાગૃતિ કેળવવા માટે આ રીતે મસેજ આપ્યો.
મુંબઈના એક આર્ટિસ્ટે કોરોના સામે જાગૃતિ કેળવવા માટે આ રીતે મસેજ આપ્યો.

રાજ્યમાં ધોરણ-8 સુધીની પરીક્ષા રદ
સંક્રમણ વધવાને લીધે મહારાષ્ટ્રમાં ધોરણ 1થી 8 સુધીની તમામ પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. રાજ્યના શિક્ષણમંત્રી વર્ષા ગાયકવાડે શનિવારે કહ્યું હતું કે ધોરણ 1થી ધોરણ 9 સુધીના તમામ વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો