• Gujarati News
  • National
  • Containers In Which Congress Leaders Are Staying During The Join India Yatra Have Forced Facilities Inside

અંદરથી જુઓ આલીશાન કન્ટેનર:'ભારત જોડો યાત્રા' દરમિયાન રાહુલ સહિતના 120 કોંગેસી નેતા 150 દિવસ આ કન્ટેનરમાં જ રહેશે

એક મહિનો પહેલા
  • રોજ સવારે હાઉસકીપિંગ ટીમ સફાઈ કરી નાખે
  • કલર કોડ મુજબ કન્ટેનર એલોટ કરાયાં છે

કોંગ્રેસની ભારત જોડો યાત્રા 150 દિવસ સુધી ચાલશે. આ યાત્રા તામિલનાડુના કન્યાકુમારીથી લઈને કાશ્મીર સુધી 3570 કિલોમીટર સુધી જશે. રાહુલ ગાંધીએ 7 સપ્ટેમ્બરે તામિલનાડુના શ્રીપેરુમ્બુદુરથી યાત્રાની શરૂઆત કરી હતી.

60 ટ્રક સાથે જોડાયેલાં છે કન્ટેનર
ભારત જોડો યાત્રામાં કોંગ્રેસીઓની સાથે લગભગ 60 ટ્રક ચાલી રહી છે. આ ટ્રકમાં કન્ટેનર લાગેલાં છે. આ જ કન્ટેનરમાં યાત્રીઓને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રકમાં લાગેલાં કન્ટેનર્સને બેડની સંખ્યા મુજબ અલગ અલગ રાખવામાં આવ્યાં છે. પીળા રંગના ઝોનના કન્ટેનર્સમાં એક બેડ, એક કાઉચ અને એટેચ્ડ બાથરૂમની સુવિધા છે. રાહુલ ગાંધી કન્ટેનર નંબર 1માં રહે છે. તેનો સિક્યોરિટી સ્ટાફ બાજુમાં જ આવેલા કન્ટેનર નંબર 2માં રોકાયો છે.

બ્લૂ ઝોનમાં છે જયરામ રમેશ.
બ્લૂ ઝોનમાં છે જયરામ રમેશ.

મહિલાઓ માટે પિન્ક ઝોન કન્ટેનર્સ
કોંગ્રેસ મહાસચિવ કે.સી. વેણુગોપાલ અને સચિવ વી.સી.રેડ્ડી કન્ટેનર નંબર 3, તો રાહુલ ગાંધીના સ્ટાફના અલંકર સવઈ અને કેબ બાઈજુ 4 નંબરમાં રહે છે. જયરામ રમેશ માટે બ્લૂ ઝોનના કન્ટેનર નંબર 15માં વ્યવસ્થા છે. બ્લૂ ઝોન કન્ટેનર્સમાં બે બેડ અને એક વોશરૂમ છે. તો રેડ અને ઓરેન્જ ઝોનના કન્ટેનર્સમાં 4 બેડ છે. આ કન્ટેનર્સમાં વોશરૂમની સુવિધા નથી.
પિંક ઝોન કન્ટેનર્સ મહિલાઓ માટે છે. એમાં ચાર બેડ અને વોશરૂમની સુવિધા છે. બેડની અંદર સામાન રાખવાની પણ વ્યવસ્થા છે. રાહુલ ગાંધી સાથે લગભગ 120 બીજા કોંગ્રેસી નેતા ભારત જોડો યાત્રામાં સામેલ થયા છે.

કન્ટેનરમાં અંદર ભોજન કરવાની છૂટ નથી
કેટલાક કન્ટેનર એવાં છે, જેના પર T લખ્યું છે. આ કોમન ટોઇલેટ્સ છે. આવાં કુલ સાત ટોઇલેટ બનાવાયાં છે. આમાંથી પાંચ ટોઇલેટ પુરુષ માટે તો બે ટોઇલેટ મહિલાઓ માટે છે. રાતના સમયે આ કન્ટેનરને કોઈ મોટા મેદાન કે સ્કૂલના કમ્પાઉન્ડમાં પાર્ક કરાય છે. અહીં જ કોમન એરિયામાં ભોજન વ્યવસ્થા કરાય છે. કોઈને પણ કન્ટેનરની અંદર ભોજન કરવાની છૂટ નથી.
સવારે નેતા જ્યારે ફરીથી યાત્રા શરૂ કરે છે ત્યારે તેના કન્ટેનરની સાફસફાઈ થાય છે. એના માટે અલગ હાઉસકીપિંગ ટીમ છે. ભારત જોડો યાત્રામાં કોંગ્રેસીઓ માટે અલગ દિશાનિર્દેશ આપવામાં આવ્યા છે. કોઈપણ પ્રકારના શરાબ કે તમાકુનું સેવન કરવા પર પ્રતિબંધ છે, સાથે એમ પણ કહેવાયું છે કે ટીમના લોકો પોતાની વસ્તુઓનો ખ્યાલ પોતે જ રાખે.

અન્ય સમાચારો પણ છે...