દેશના સાત મોટા શહેરમાં રૂ. 4.48 લાખ કરોડની કિંમતના આશરે 4.8 લાખ ઘરોનું બાંધકામ હાલ અટકી ગયું છે અથવા તેમાં મોડું થઈ રહ્યું છે.
પ્રોપર્ટી કન્સલ્ટન્ટ ફર્મ એનારોકના રિસર્ચ રિપોર્ટ પ્રમાણે, મે 2022ના અંત સુધી આ સાત શહેરમાં રૂ. 4,48,129 કરોડના મૂલ્યના 4,79,940 ઘર બાંધકામના વિવિધ તબક્કામાં અટકી ગયા હતા, જ્યારે વર્ષ 2021ના અંતમાં રૂ. 4.84 લાખ કરોડના મૂલ્યના આશરે 5,16,770 ઘરોનું બાંધકામ પણ વિવિધ તબક્કામાં અટકી ગયું હતું.
આ વર્ષે જાન્યુઆરીથી મે 2022 વચ્ચે જાન્યુઆરી 2022થી મે 2022 વચ્ચે આ શહેરોમાં ધીમી ગતિએ બની રહેલા 36,830 ઘરનું બાંધકામ પણ પૂરું થયું છે. દેશના આ સાત મોટા શહેરમાં દિલ્હી-એનસીઆર, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ, બેંગલુરુ, હૈદરાબાદ અને પૂણે સામેલ છે.
NCRમાં બાંધકામ અટક્યું, મકાનોનો હિસ્સો 77%
એનારોકના રિપોર્ટ પ્રમાણે, દેશના સાત મોટા શહેરોમાં બાંધકામ અટક્યું હોય તેવા મકાનોમાં દિલ્હી-એનસીઆરનો હિસ્સો 77% છે, જ્યારે બેંગલુરુ, હૈદરાબાદ, ચેન્નઈનો 9% તેમજ પૂણેનો 9% છે. દિલ્હી-એનસીઆરમાં હાલ રૂ. 1,81,410 કરોડના મૂલ્યના 2,40,610 ઘરોનું બાંધકામ અટકેલું છે. હાલમાં રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટમાં ફેરફાર કરાયો છે. જેના કારણે આવનારા સમયમાં દેશમાં મકાનોની ખરીદી પર અસર જોવા મળી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.