લદ્દાખના પેંગોગત્સે લેક પાસે ચીન બીજો બ્રિજ બનાવી રહ્યું છે, જેને લઈને કેન્દ્ર સરકારે પ્રતિક્રિયા આપી છે. કેન્દ્રએ કહ્યું કે અમે આ અંગેનો રિપોર્ટ જોયો છે. ચીન કબજાવાળા વિસ્તારમાં પુલ બનાવે છે જે ગેરકાયદે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે અમે ડ્રેગનની હરકતો પર નજર રાખી રહ્યાં છીએ.
બાગચીએ વધુમાં કહ્યું કે બંને દેશ વચ્ચે શાંતિ સ્થાપિત કરવ માટે વાતચીત ચાલી રહી છે. LAC અંગે અમારી સતત વાર્તા થતી રહે છે. ચીનના વિદેશ મંત્રી પણ આવ્યા હતા, અમારી અપેક્ષાઓ પણ તેમની સામે રાખી હતી. પ્રયાસ રહેશે આ વાતચીતને આગળ વધારવામાં આવે, વાતચીતથી સમાધાન કાઢવું પડશે.
નવા બ્રિજથી જઈ શકશે બખ્તરબંધ ગાડીઓ
ચીન જે નવા બ્રિજ બનાવી રહ્યું છે, તેના પરથી બખ્તરબંધ ગાડીઓ પણ જઈ શકશે. આ નવો બ્રિજ જૂના બ્રિજથી નજીક છે. પહેલા બનેલા બ્રિજનો ઉપયોગ સર્વિસ બ્રિજની જેમ કરવામાં આવી રહ્યો છે. ડ્રેગન બ્રિજનું નિર્માણ બંને સાઈડથી કરી રહ્યાં છે. જેની બીજી લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC)થી 20 કિમીથી વધુ છે.
રક્ષા સૂત્રોએ કહ્યું ચીનનો ગેમ પ્લાન સમજી શકાય છે. બ્રિજ બનાવવાનો ઉદ્દેશ્ય રુડોકથી થઈને ખુર્નાકથી લેકના દક્ષિણ કાંઠા સુધી 180 કિમીના લૂપને ઘટાડવાનો છે. આ ખુર્નાકથી રુડોક સુધીનો રસ્તો 40-50 કિમી ઘટી જશે.
પેંગોંગ ત્સોંની પાસે એપ્રિલમાં તૈયાર થયો હતો પહેલો બ્રિજ
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ચીને એપ્રિલમાં પહેલા બ્રિજનું નિર્માણ કાર્ય પૂરું કર્યું હતું. જાન્યુઆરીમાં આ બ્રિજના નિર્માણના સમાચાર સામે આવ્યા હતા. આ બ્રિજથી નાના વાહન અને જરૂરી સામાનની સપ્લાઈ કરવામાં આવી રહી છે. ચીન આ બ્રિજ એટલા માટે બનાવી રહ્યું છે કે જેથી પેંગોંગ લેક પર ભવિષ્યમાં ભારતની સાથે કોઈ ટક્કર થાય તો તેમને રણનીતિક રીતે ફાયદો થઈ શકે છે.
કબજાવાળી જમીનમાં બ્રિજ બનાવી રહ્યું છે ચીન
બ્રિજનું નિર્માણ 1958થી ચીને જેના પર કબજો કર્યો છે તે વિસ્તારમાં કરી રહ્યાં છે. જે માટે પહેલાંથી તૈયાર કરાયેલા બીમનો ઉપયોગ થઈ રહ્યો છે. ચીને આ જમીન 1958થી કબજો જમાવી રાખ્યો છે.પેંગોંગ ત્સે લેક લદ્દાખ અને તિબેટ વચ્ચે છે, જેને લઈને બંને દેશ વચ્ચે ઘમાસાણ જોવા મળે છે. ભારત અહીં ચીન સામે મજબૂત છે. પેંગોંગ ત્સે લેકના દક્ષિણ કાંઠે ભારતે ઉંચાઈવાળા વિસ્તારમાં પકડ બનાવી રાખી છે.
2020થી ચીન-ભારતના સંબંધોમાં ખટાશ
જૂન 2020માં ચીન અને ભારત વચ્ચે ગલવાન વેલીમાં હિંસક અથડામણ થઈ હતી, જેમાં ભારત અને ચીનના સૈનિકો માર્યા ગયા હતા. આ ઘટના શાંતિ વાર્તાના 15થી વધુ રાઉન્ડની બેઠક મળી ચુકી છે, પરંતુ હજુ સુધી બંને દેશ વચ્ચે મધ્યસ્થી થઈ નથી. પેંગોંગ ત્સે લેકનો એક ભાગ તિબેટ અને એક ભાગ લદ્દાખમાં છે. સરહદની બંને બાજુ લગભગ 50 હજારથી 60 હજાર સૈનિકો તૈનાત છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.