• Gujarati News
  • National
  • People Were Constantly Taunting The Son, The Doctor Committed Suicide By Injecting His Wife And 2 Children With Poison.

સાંભળી ન શકતા દિકરાની થતી પજવણીથી તંગ પરિવારનું પગલું:લોકો દિકરાને સતત ટોણા મારતા હતા, ડોક્ટરે પત્ની અને 2 બાળકોને ઝેરનું ઈન્જેક્શન આપી આત્મહત્યા કરી લીધી

મુંબઈ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડો.થોરાટ, તેમની પત્ની અને બન્ને દિકરાના મૃતદેહ શનિવારે સવારે ઘરમાંથી મળ્યા - Divya Bhaskar
ડો.થોરાટ, તેમની પત્ની અને બન્ને દિકરાના મૃતદેહ શનિવારે સવારે ઘરમાંથી મળ્યા
  • કૃષ્ણા સાંભળી શકતો નથી. સમાજ દ્વારા તેની સાથે જે વર્તણૂંક કરવામાં આવી રહી છે તે હવે સહન થઈ શકે તેમ નથી.
  • સુસાઈડ નોટમાં લખ્યું- હવે સમાજને અમારા તરફથી કોઈ જ તકલીફ નહીં રહે

મહારાષ્ટ્રના અહેમદનગરમાં એક ડોક્ટરે શનિવારે આત્મહત્યા કરી લીધી અને તેમણે સાથે જ સમગ્ર પરિવારનો પણ અંત લાવી દીધો. તેમના પરિવારમાં પત્ની અને 2 દિકરા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે કર્જતના રાશિન ગામમાં રહેતા ડો.મહેન્દ્ર થોરાટે પહેલા પત્ની અને બાળકોને ઝેરનાં ઈન્જેક્શન આપી દીધા અને ત્યારબાદ પોતે ફાંસી લગાવી લીધી. તેણે સુસાઈડ નોટમાં લખ્યું કે તેમનો દિકરો સાંભળી શકતો ન હતો, માટે લોકો તેની સાથે સારું વર્તન કરતા ન હતા. આ સ્થિતિથી તંગ આવીને આ કઠોર પગલું ભર્યું છે.

41 વર્ષના ડો.થોરાટ ગામમાં જ હોસ્પિટલ ચલાવતા હતા. પોલીસે તેમની પત્ની વર્ષા, 16 વર્ષનો દિકરો કૃષ્ણા અને 7 વર્ષનો કૈવલ્યના મૃતદેહ ઘરના એક રૂમમાંથી મેળવ્યા હતા. ડો. થોરાટનો મૃતદેહ બીજા રૂમમાંથી મળ્યો હતો. રૂમમાંથી ઝેરના ઈન્જેક્શન પણ મળી આવ્યા છે. સવારે કેટલાક દર્દી દવા લેવા પહોંચ્યા ત્યારે આ લોકોના મૃત્યુનો ખુલાસો થયો હતો.

41 વર્ષના ડો.થોરાટના પરિવારમાં પત્ની વર્ષા, 16 વર્ષનો દિકરો કૃષ્ણા અને 7 વર્ષનો કૈવલ્ય હતો
41 વર્ષના ડો.થોરાટના પરિવારમાં પત્ની વર્ષા, 16 વર્ષનો દિકરો કૃષ્ણા અને 7 વર્ષનો કૈવલ્ય હતો

સુસાઈડ નોટમાં લખ્યું-ગુનેગારની માફક અહેસાસ થાય છે
ઘટનાથી પોલીસને એક સુસાઈડ નોટ પણ મળી છે. તેમા લખ્યું છે કે હવે કોઈ વાત સાંભળવાની શક્તિ રહી નથી. અમે આજે તમને હંમેશને માટે અલવિદા કરી રહ્યા છીએ. કૃષ્ણા સાંભળી શકતો નથી. સમાજ દ્વારા તેની સાથે જે વર્તણૂંક કરવામાં આવી રહી છે તે હવે સહન થઈ શકે તેમ નથી. અમે તેમનું દુઃખ સહન કરી શકીએ તેમ નથી. અમે સમાજમાં એક ગુનેગારની માફક અહેસાસ કરી રહ્યા છીએ. સમાજમાં અપરાધના બોજ સાથે રહેવું અમારાથી સહન થઈ શકે તેમ નથી.

તેમણે લખ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી અમે ખુબ જ દુઃખી છીએ. કૃષ્ણાને પણ કોઈ બાબતમાં મન લાગતુ નથી. તેને કોઈ માર્ગ સુજતો નથી. તેને હંમેશા ખરાબ લાગે છે, પણ તે આ અંગે પ્રતિક્રિયા આપતો નથી. એક માતાપિતા તરીકે તે જે વ્યથાનો અહેસાસ કરે છે તે અમે જોઈ શકીએ તેમ નથી. આ ઘટના માટે કોઈને પણ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે દોષિત ન માનવામાં આવે. થોરાટનો દિકરો કૃષ્ણા ક્રિકેટર હતો. તે પુણેની સ્પોર્ટ્સ ઈન્સ્ટિટ્યુટમાંથી અભ્યાસ કરતો હતો. લોકડાઉનને લીધે ઘરે આવી ગયો હતો.

ડો.થોરાટના રૂમમાંથી મળી સુસાઈડ નોટ
ડો.થોરાટના રૂમમાંથી મળી સુસાઈડ નોટ

દિવ્યાંગ બાળકો માટે સંપત્તિ દાન કરવા ઈચ્છા દર્શાવતા સુસાઈડ નોટમાં ડો.થોરાટે લખ્યું છે કે તે દિવ્યાંગ બાળકો માટે કામ કરનારી સંસ્થાને તેની સંપત્તિ દાન કરવા ઈચ્છે છે. અમારા મૃત્યુ માટે કોઈને જવાબદાર ઠરાવવામાં ન આવે.

રાશિન ગામમાં બની હતી ડો.થોરાટની હોસ્પિટલ
રાશિન ગામમાં બની હતી ડો.થોરાટની હોસ્પિટલ

ગરીબોની મફત સારવાર કરતા હતા
ડો.થોરાટ સમાજને લગતા કાર્યોમાં ઘણો લગાવ ધરાવતા હતા. તેઓ ગરીબ લોકોની સારવાર માટે પૈસા લેતા ન હતા. અચાનક તેમના દ્વારા જે પગલું ભરવામાં આવ્યું છે તે લોકોમાં ચર્ચાનો વિષય છે. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.

ડો. થોરાટ સમાજ સાથે જોડાયેલા કામો સાથે જોડાયેલા હતા. લોકોના મતે ગરીબોની વિના મૂલ્યે સારવાર કરતા હતા
ડો. થોરાટ સમાજ સાથે જોડાયેલા કામો સાથે જોડાયેલા હતા. લોકોના મતે ગરીબોની વિના મૂલ્યે સારવાર કરતા હતા
અન્ય સમાચારો પણ છે...