બિહારમાં પોલીસ પર ફાયરિંગ:બદમાશોને પકડવા ગયેલી પોલીસ પર ફાયરિંગથી એક કોન્સ્ટેબલનું મોત, હુમલા બાદ આરોપી ફરાર

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ પર ફાયરિંગ

બિહારના સીવાનમાં બદમાશોએ પોલીસ ટીમ પર ફાયરિંગ કર્યું. ગોળી વાગવાથી એક કોન્ટેબલનું મૃત્યુ થયું. ત્યારે ફાયરિંગનો અવાજ સાંભળી ઘરની બારી ખોલતાં એક વ્યક્તિને ગોળી વાગી. ફાયરિંગ બાદ બધા આરોપીઓ ભાગી ગયા. ઘટના ગ્યાસપુર ગામની પાસે ઘટી. પોલીસની 4 સભ્યોવાળી ટીમ રાતના પેટ્રોલિંગ પર નીકળી હતી. એ વખતે સડક કિનારે બાંકડે બેઠેલા ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓ પોલીસને જોઇને ભાગવા લાગ્યા. તેમનો પીછો કરતા બદમાસોએ અંધાધૂંધ ફાયરિંગ શરૂ કર્યું.

બદમાશોની ગોળીથી સિસવન પોલીસ સ્ટેશનના કોન્ટેબલ વાલ્મીકિ યાદવ (39)નું સ્થળ પર જ મૃત્યુ થયું. તે પટના જિલ્લાના મસૌઢીનો રહેવાસી હતો. ઘાયલ થયેલા વ્યક્તિની ઓળખ ગ્યાસપુર ગામના 55 વર્ષના સેરાજુદીન ખાન તરીકે થઇ છે. તેમની સ્થિતિ ગંભીર છે. સીવાન સદર હોસ્પટલમાં તેની સારવાર ચાલી રહી છે. ઘટના બાદ સંપૂર્ણ વિસ્તારમાં નાકાબંધી કરીને આરોપીઓની શોધ કરવામાં આવી રહી છે.

કોન્સ્ટેબલને છાતી અને પેટમાં ગોળી વાગી, સ્થળ પર જ મોત
બદમાશો દ્વારા ફાયરિંગમાં સિપાઇ વાલ્મિકી યાદવને પેટ અને છાતીમાં ગોળી વાગી હતી, ત્યારબાદ તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું. આ બાજુ ફાયરિંગનો અવાજ સાંભળી એક વ્યક્તિ
પોતાના ઘરીની બારીમાંથી જોવા આવ્યો હતો, તેને પણ ગોળી વાગી, તેનાથી તે ગંભીર રૂપે ઘાયલ થયેલ છે. બંનેને સીવાન સદર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. સિપાઇને મૃત જાહેર
કરવામાં આવ્યા. સિપાઇને રાજકીય સન્માન સાથે પોલીસ લાઇનમાં અંતિમ વિદાય આપવામાં આવશે..

અન્ય સમાચારો પણ છે...