• Gujarati News
  • National
  • Conspiracy Revealed Before Narendra Modi's Visit To Patna, 15 Days Training For Terrorists; 26 Terrorists Were Active

PM મોદી આતંકવાદીઓના નિશાન પર હતા!:પટનામાં નરેન્દ્ર મોદીના પ્રવાસ પહેલાં ષડયંત્રનો ઘટસ્ફોટ, 15 દિવસ આતંકીઓને ટ્રેનિંગ મળી; 26 આતંકી એક્ટિવ હતા

4 મહિનો પહેલા
  • નૂપુર સહિત ઈસ્લામ વિરુદ્ધ બોલનારા લોકોની યાદી આતંકવાદીઓએ તૈયાર કરી હતી

પટનામાં આતંકવાદીઓના મોટા નેટવર્કનો ઘટસ્ફોટ થયો છે. પટના પ્રવાસ પર આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ આતંકવાદીઓના નિશાન પર હતા. આના માટે તેમને 15 દિવસથી ટ્રેનિંગ અપાઈ રહી હતી. આવા લોકોને નૂપુર શર્મા સહિત ઈસ્લામ વિરુદ્ધ બોલનારા લોકોની યાદી તૈયાર હતી. રાજસ્થાનના ઉદયપુર અને મહારાષ્ટ્રના અમરાવતીની જેમ બદલો લેવાનો પ્લાન ઘડાઈ રહ્યો હતો.

વડાપ્રધાન મોદીના પ્રવાસના એક દિવસ અગાઉ જ પોલીસે બે શંકાસ્પદ આતંકવાદી અતહર પરવેઝ અને મોહમ્મદ જલાલુદ્દીનની ધરપકડ કરી હતી. અતહરે પોલીસને જણાવ્યું કે આ ષડયંત્રમાં 26 લોકો સામેલ હતા, જેની પટનામાં ટ્રેનિંગ ચાલી રહી હતી. આ તમામ લોકો પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા એટલે કે PFI અને સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા એટલે SDIP સાથે જોડાયેલા હતા. આ બંનેની સૂચના પર ગુરુવારે ફૂલવારી શરીફના રહેવાસી અરમાન મલિકની ધરપકડ કરાઈ છે. આ મુદ્દે ત્રીજી મોટી ધરપકડ છે. અરમાન પણ PFIની મીટિંગમાં સામેલ થયો હતો. અત્યારે ત્રણેય શખસ સાથે પૂછપરછ ચાલી રહી છે અને કુલ 26 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.

આતંકવાદીઓ પાસે 'ઈન્ડિયા 2047'ના ડોક્યુમેન્ટ મળ્યા
તમને જણાવી દઈએ કે પોલીસે વધુ તપાસ હાથ ધરી ત્યારે આતંકવાદીઓ પાસે 'ઈન્ડિયા 2047' નામના ડોક્યુમેન્ટ મળી આવ્યા છે. પોલીસને 7 પાનાં મળ્યાં હતાં, જેમાં સંપૂર્ણ પ્લાનિંગ જોવા મળ્યું હતું. પ્રાપ્ત થતી માહિતી મુજબ, ફૂલવારી શરીફના અહેમદ પેલેસના બીજા માળને ટ્રેનિંગ સેન્ટર બનાવાયું હતું, જેમાં બિહારના બહારના લોકો પણ આવી રહ્યા હતા.

80 લાખથી વધુનું ટ્રાન્ઝેક્શન મળ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પટના ટૂરના એક દિવસ પહેલાં એટલે કે 11 જુલાઈની સાંજે IB (ઈન્ટેલિજેન્સ બ્યૂરો)ના ઈનપુટ પર પોલીસે દરોડા પાડી જલાલુદ્દીન અને ગુલિસ્તા સ્થિત ઘરથી અતહરની ધરપકડ કરી હતી. તેમના બેન્ક એકાઉન્ટથી 80 લાખથી વધુ રૂપિયાના ટ્રાન્ઝેક્શનની માહિતી મળી છે.

ફૂલવારી શરીફના ASP મનીષ કુમારે જણાવ્યું હતું કે મિશન 2047 પર આ આતંકવાદીઓ કાર્ય કરી રહ્યા હતા. આ શખસો ભારતને મુસ્લિમ રાષ્ટ્ર બનાવવા માગતા હતા. તેમના પ્લાનને પૂરો કરવા માટે મુસ્લિમ યુવાનોને હથિયારોનો ઉપયોગ કરવાની ટ્રેનિંગ અપાઈ રહી હતી. ED હવે આ તમામને ફંડિંગ આપનારી સંસ્થા કે શખસ કોણ છે એની તપાસ કરી રહી છે.

ધરપકડ કરાયેલો એક આતંકવાદી ઝારખંડ પોલીસનો નિવૃત્ત પોલીસ અધિકારી છે
ધરપકડ કરાયેલા આતંકવાદીઓમાં એક ઝારખંડ પોલીસના નિવૃત્ત પોલીસ અધિકારી જલાલુદ્દીન અને તેના ભાગીદાર અતહર પરવેઝ છે. આ બંને પર માર્શલ આર્ટ અને ફિઝિકલ એજ્યુકેશન આપવાના નામે હથિયારોના ઉપયોગની ટ્રેનિંગ આપવાનો આરોપ છે. બંને પર ધાર્મિક કટ્ટરતા ફેલાવવાનો અને આતંકવાદી પ્રવૃત્તિ કરવાનો પણ આરોપ છે.

અથર વિસ્ફોટોના ઘણા આરોપીઓનો જામીનદાર હતો
એએસપીએ એમ પણ કહ્યું કે અથર 2001, 2003 અને 2013માં આતંકવાદી ગતિવિધિઓ માટે કરવામાં આવેલી તમામ ધરપકડોમાં જામીનદાર રહ્યો છે. પોલીસે આ વાતની ખરાઈ કરી છે.

ષડયંત્ર: ભારતને 2047 સુધીમાં ઈસ્લામિક રાષ્ટ્ર બનાવવા માટેનો પ્લાન
6-7 જુલાઈના દિવસે બિહાર, તામિલનાડુ, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના યુવાનોને માર્શલ આર્ટના નામે તાલીમ આપવામાં આવી હતી. 2047 સુધીમાં ભારતને ઈસ્લામિક રાષ્ટ્ર બનાવવાનું કાવતરું હતું.

પોલીસે તેમનાં વિવિધ સ્થળોમાંથી ઘણાં વાંધાજનક બેનરો, પેમ્પલેટ, વીડિયો અને અન્ય દસ્તાવેજો કબજે કર્યા છે. 11 જુલાઈથી બંનેની પૂછપરછ કરવામાં આવી રહી હતી. પુરાવા મળ્યા બાદ પોલીસે બુધવારે બંનેને મીડિયા સામે રજૂ કર્યા હતા. ASPએ કહ્યું હતું કે અતહરના અલગ-અલગ બેંકોમાં ત્રણ ખાતાં છે, એમાં 83 લાખ રૂપિયા જમા થયા છે. પોલીસનું કહેવું છે કે ત્રણેય ખાતાં ફ્રીઝ કરવામાં આવશે.

સિમીના જૂના સભ્યોને જોડીને ગુપ્ત સંગઠનો બનાવવામાં આવી રહ્યાં હતાં
ધરપકડ કરાયેલો મોહમ્મદ જલાલુદ્દીન પ્રતિબંધિત આતંકવાદી સંગઠનનો સક્રિય સભ્ય રહ્યો છે. હવે તે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)નો સક્રિય સભ્ય પણ છે. પૂછપરછ દરમિયાન એવું બહાર આવ્યું છે કે સિમીના ભૂતપૂર્વ સભ્યો પીએફઆઈ સાથે જોડાયેલા છે. આ પછી તેને જોડીને એક ગુપ્ત સંગઠન બનાવવામાં આવી રહ્યું છે. આ ગુપ્ત સંગઠનને મોટો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...