• Gujarati News
  • National
  • Conspiracy Is Being Hatched To Destabilize The State By Inciting People, Security Of Religious Places Should Be Enhanced Urgently.

કેન્દ્રનું પંજાબને એલર્ટ:લોકોને ઉશ્કેરીને રાજ્યનું વાતાવરણ ડહોંળવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યુ, ધાર્મિક સ્થળોની સુરક્ષા તાકીદે વધારવામાં આવે

ચંદીગઢએક મહિનો પહેલા
  • તમામ ધાર્મિક સ્થળોમાં CCTV કેમેરા લગાવવા અને સુરક્ષામાં વધારે કરવાના આદેશ

પંજાબ વિધાનસભાની ચુંટણી પહેલા ગુરુદ્વારામાં અપમાનની ઘટના બાબતે કેન્દ્રએ પંજાબ સરકારને એલર્ટ જાહેર કર્યુ છો. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પંજાબના તમામ ગુરુદ્નારાઓ, ડેરોં, મંદિરો ઉપરાંત તમામ ધાર્મિક સ્થળોની સુરક્ષામાં વધારો કરવા કહ્યુ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશ વિરોધી તત્વો પંજાબમાં ધાર્મિક ભાવનાઓને ઉશ્કેરવાના પ્રયાસો કરી શકે છે.

કેન્દ્રને આશંકા છે કે ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને પંજાબમાં વાતાવરણ ડહોંળવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યુ છે. અપવિત્રની ઘટનાઓ દ્વારા પંજાબનું ધાર્મિક વાતાવરણ બગાડવામાં આવી શકે છે. કેન્દ્રનાં ઈનપુટ બાદ રાજ્ય સરકાર પણ સતર્ક બની છે. તમામ ધાર્મિક સ્થળોમાં CCTV કેમેરા લગાવવા અને સુરક્ષામાં વધારે કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

પંજાબના ગુરુદ્વારા સાહિબમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે.
પંજાબના ગુરુદ્વારા સાહિબમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે.

ADGPએ આપ્યા અધિકારીઓને આદેશ
પંજાબના ADGP લો એન્ડ ઓર્ડરે તમામ પોલીસ કમિશ્નરો અને SSPને ધાર્મિક સ્થળોની સુરક્ષા વ્યવસ્થાનો પ્લાન મોકલવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યુ છે કે અપવિત્રતાની ઘટના અને ત્યારબાદનું વાતાવરણ જોતાં જિલ્લાના પોલીસ કમિશ્નરો સ્વયં સુરક્ષા વ્યવસ્થાની દેખરેખ કરે. તમામ ધાર્મિક સ્થળોમાં CCTV કેમેરા લગાવવાની સાથે કડક સુરક્ષા કરવામાં આવે. કયાંયથી પણ ગડબડ થયાની જાણ થતાં જ તરત જ કડક પગલાં ભરવામાં આવે.

આ સૂચના આપવામાં આવી

  • ધાર્મિક સ્થળોના મેનેજમેન્ટ અને અધિકારીઓ વચ્ચે સમન્વય હોવો જોઈએ: ગેજેટેડ અધિકારીઓ અથવા SHOએ તેમના જિલ્લા અને શહેરોના ધાર્મિક સ્થળોએ જઈને મેનેજમેન્ટને તેમના ફોન નંબર આપવા જોઈએ અને તેમના નંબર પણ રાખવા જોઈએ. જેથી તેઓ જરૂરતના સમયે એકબીજા સાથે વધુ સારી રીતે તાલમેલ બનાવી શકે.
  • ધાર્મિક સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવો, લાઈટીંગ પણ થવી જોઈએઃ તમામ ધાર્મિક સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવા જોઈએ. ખાસ કરીને તમામ ગુરુદ્વારા સાહિબમાં દરેક સમયે સીસીટીવી સર્વેલન્સ સિસ્ટમ હોવી જોઈએ. બધા સીસીટીવી કેમેરા કાર્યરત સ્થિતિમાં હોવા જોઈએ. ખાતરી કરો કે ત્યાં પૂરતી લાઇટિંગની પણ વ્યવસ્થા છે.
  • પ્રવેશ અને ગુરુ ગ્રંથ સાહિબન સ્થાનનું રેકોર્ડિંગઃ સીસીટીવી એવી રીતે લગાવવા જોઈએ કે તે તમામ પ્રવેશ દ્વારની દરેક હિલચાલને રેકોર્ડ કરી શકે. આ ઉપરાંત જ્યાં પવિત્ર શ્રી ગુરુ ગ્રંથ સાહેબનો પ્રકાશ હોય, તે જગ્યા પણ સીસીટીવીની દેખરેખ હેઠળ હોવી જોઈએ. આ કેમેરા નિયમિતપણે ગુરુદ્વારા સાહિબના મેનેજર દ્વારા તપાસવામાં આવે છે. આ કેમેરા સતત ચાલુ હોવા જોઈએ.
  • રાત્રે પણ સંપૂર્ણ લાઇટની વ્યવસ્થા : સીસીટીવીના ડીવીઆરમાં પર્યાપ્ત રેકોર્ડિંગ ક્ષમતા હોવી જોઈએ. તેને એવી જગ્યાએ મૂકવા જોઈએ જ્યાં કોઈ સરળતાથી જઈ ન શકે, જેથી કોઈ તોફાની તત્વ તેને નુકસાન પહોંચાડી ન શકે. અથવા તેને પોતાની સાથે ન લઈજય શકે. ધાર્મિક સ્થળોની અંદર સંપૂર્ણ રોશની હોવી જોઈએ. ખાસ કરીને ગુરુદ્વારા સાહિબમાં રાત્રે લાઇટની સંપૂર્ણ વ્યવસ્થા હોવી જોઇએ.
  • ગુરુદ્વારાઓમાં સુરક્ષા જવાનોને તહેનાત કરવા જોઈએ: બધા ગુરુદ્વારા સાહિબમાં સુરક્ષા કર્મચારીઓ અથવા ગાર્ડ હોવા જોઈએ. જેઓ સમગ્ર કેમ્પસની રક્ષા કરે છે. સીસીટીવી કેમેરા માટે વીજળીની વૈકલ્પિક વ્યવસ્થા હોવી જોઈએ, જેથી જો લાઈટ જતી રહે તો પણ કેમેરા ચાલુ રહે.
  • પોલીસ કમિશ્નર અને SSP પણ કરે તપાસ: પોલીસ કમિશ્નર અને SSP નિયમિત રીતે તેમના કામની તપાસ કરતાં રહે. ઓછામાં ઓછી 30 દિવસ સુધી રેકોર્ડિંગ રાખવામા આવે. જો કોઈ કેમેરો બગાડે છે કે કામ ન કરતો હોય તો ગુરુદ્વારા મેનેજમેન્ટ તાત્કાલિક તેને સર્વિસ કરાવે. જ્યાં સુધી કેમેરાની સર્વિસ ચાલે , ત્યાં સુધી સુરક્ષા જવાનો દ્વારા નજર રાખવામા આવે.
  • ધાર્મિક સ્થળો પાસે પોલીસ પેટ્રોલિંગ વધારવું જોઈએઃ પોલીસની ટીમો ધાર્મિક સ્થળોની મુલાકાત લઈને આ કેમેરા ચેક કરતી રહે છે. આ સિવાય સેવકોને પણ નજર રાખવા જણાવવું જોઈએ. ધાર્મિક સ્થળોની બહાર રાતના સમયે પેટ્રોલિંગ વધારવું જોઈએ.
સુવર્ણ મંદિરમાં શનિવારે સાંજે અપવિત્રતાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. ટોળાએ આરોપીને ઢોર માર મારીને હત્યા કરી હતી.
સુવર્ણ મંદિરમાં શનિવારે સાંજે અપવિત્રતાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. ટોળાએ આરોપીને ઢોર માર મારીને હત્યા કરી હતી.

અમૃતસર અને કપૂરથલામાં હત્યા કરવામાં આવી હતી
પંજાબમાં શનિવારે અમૃતસરમાં શ્રી દરબાર સાહિબમાં અપવિત્રતાનો પ્રયાસ થયો હતો. જેમાં શીખ લોકોએ આરોપીને ઝડપી લીધો હતો. જો કે, બાદમાં ટોળાએ તેને ઢોર માર માર્યો હતો. એના પછી રવિવારે સવારે કપૂરથલાના નિઝામપુર મોરે ગુરુદ્વારામાં પણ અપવિત્રના પ્રયાસોના આરોપો લાગ્યા હતા. ગુરુદ્વારા સંચાલકોએ જણાવ્યું કે આરોપી યુવક નિશાન સાહિબની તોડફોડ કરી રહ્યો હતો. તેને ટોળાએ માર પણ માર્યો હતો અને હત્યા કરવામાં આવી હતી.

રવિવારે સવારે કપૂરથલામાં આરોપીને ટોળાએ ઢોર મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો.
રવિવારે સવારે કપૂરથલામાં આરોપીને ટોળાએ ઢોર મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો.

વિધાનસભાની ચૂંટણીને લઈને ચિંતા વધી છે
પંજાબમાં ટૂંક સમયમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. હવે આને લઈને સરકારની ચિંતા વધી ગઈ છે. અમૃતસરમાં અપવિત્રતાની ઘટના બાદ તરત જ પોલીસને હાઈ એલર્ટ પર રાખવામાં આવી હતી. અપવિત્રતાની સતત 2 ઘટનાઓ અને તેમાં આરોપીઓની હત્યા બાદ પંજાબમાં વાતાવરણ તંગ છે. હવે પોલીસ આવી કોઈ ઘટના બનવા દેવા માંગતી નથી, જે કોઈપણ રીતે ચૂંટણીવાળા રાજ્યમાં વાતાવરણ ડહોળવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...