તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Consider A Lockdown To Overcome The Corona Transition, Work On A War Footing To Meet The Needs Of The Weaker Sections.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુપ્રીમની સરકારને ભલામણ:કોરોના સંક્રમણને કાબુમાં લેવા માટે લૉકડાઉનનું વિચારો, નબળા વર્ગની જરૂરિયાત પૂરી કરવા યુદ્ધના ધોરણે કામગીરી કરો

નવી દિલ્હી11 દિવસ પહેલા
સુપ્રીમ કોર્ટ - ફાઇલ તસવીર
  • સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને ભલામણ
  • કોવિડ હોસ્પિટલમાં ભરતી કરવા અંગે, ઓક્સિજનના મુદ્દે કેન્દ્ર રાષ્ટ્રીય નીતિ બનાવે

નવી દિલ્હી | દેશમાં કોરોના વાઈરસના સંક્રમણની બીજી લહેર કાબુમાં કરવા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને લૉકડાઉન અંગે વિચાર કરવાનું સૂચન કર્યું છે. દેશની હોસ્પિટલોમાં બેડ, આઈસીયુ, ઓક્સિજન, જરૂરી દવાઓ વગેરેની અછત મુદ્દે સુપ્રીમ કોર્ટે સુઓમોટો કરીને સુનાવણી શરૂ કરી છે. આ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કોરોના સંક્રમણ કાબુમાં રાખવા કેન્દ્ર અને રાજ્ય સરકારોને લૉકડાઉનનો વિચાર કરવાની પણ ભલામણ કરી.

રાષ્ટ્રીય નીતિ બનાવવા 2 અઠવાડિયા આપ્યાં
આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ કર્યો કે, હાલની સ્થિતિમાં રાજ્ય સરકારોએ ઓક્સિજન પહોંચાડવા આગામી ચાર દિવસમાં રોજેરોજનો ઈમર્જન્સી સ્ટોક તૈયાર કરવો. આ સાથે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો કે, કોરોના દર્દીઓ પાસે રહેણાકનો પુરાવો ના હોય, તો પણ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશમાં સરકારો તેમને ભરતી કરવાની કે જરૂરી દવા આપવાની ના નહીં પાડે. આ મુદ્દે કેન્દ્ર આગામી બે સપ્તાહમાં હોસ્પિટલમાં દર્દીને ભરતી કરવાની રાષ્ટ્રીય નીતિ બનાવે, જેનો તમામ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોએ અમલ કરવાનો રહેશે.

લોકડાઉનમાં નબળા વર્ગની જરૂરિયાત પૂરી કરવા યુદ્ધ સ્તરે તૈયારી કરો
દેશમાં વધતા સંક્રમણનો ઉલ્લેખ કરતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને વર્તમાન લહેર કાબુમાં રાખવાની યોજના બનાવવાનું પણ સૂચન કર્યું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, લૉકડાઉનની સામાજિક-આર્થિક અસરોની નબળા વર્ગ પર શું અસર થશે, તેનાથી અમે વાકેફ છીએ. આમ છતાં, લૉકડાઉન કરવું પડે, તો આ વર્ગની તમામ જરૂરિયાતો પૂરી કરવા યુદ્ધ સ્તરે તૈયારી કરો.

આંધ્રની સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે 15 મોત
આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાની સરકારી હોસ્પિટલમાં શનિવારે 15 દર્દીના ઓક્સિજનના અભાવે મોત થઈ ગયા. પરિવારજનોએ આ પ્રકારનો આક્ષેપ લગાવ્યા પછી અનંતપુર જિલ્લાના જોઈન્ટ કલેક્ટર નિશાંત કુમારે હોસ્પિટલની મુલાકાત લીધી. તેમણે કહ્યું કે, અમારી ટીમે ઓક્સિજન પ્લાન્ટની તપાસ કરી છે. અમે કોવિડ વૉર્ડની પણ મુલાકાત લીધી. ત્યાં ઓક્સિજન લાઈન અને વાલ્વની પણ તપાસ કરી. ત્યાં કોઈ જ લિકેજ ન હતું. ઓક્સિજન પ્લાન્ટનું પ્રેશર પણ બરાબર હતું. સપ્લાયમાં કોઈ મુશ્કેલી ન હતી. હવે અમે ઓક્સિજન લિકેજ અને તેની અછતની અફવા ફેલાવનારા સામે કાર્યવાહી શરૂ કરી છે. આ તમામ દર્દીના મોતને ઓક્સિજન સાથે કોઈ લેવાદેવા નથી. એક દર્દીને તો હોસ્પિટલ લવાયો, તે પહેલા જ તેનું મૃત્યુ થઈ ગયું હતું. બીજા મૃતકોની ઉંમર પણ વધારે હતી અને તેઓ બીજી ગંભીર બિમારીઓનો પણ ભોગ બન્યા હતા.

બાદમાં જિલ્લા કલેક્ટર ગંધમ ચંદ્રડુએ પણ કહ્યું કે, શનિવારે સવારે એક વીડિયો આવ્યો, જેમાં વિવિધ મોત માટે જિલ્લા તંત્રને જવાબદાર ઠેરવાયું છે. મારા પાસે આવા અનેક મેસેજ છે. કેટલાક લોકોએ જાણીજોઈને ડરનો માહોલ ઊભો કરવાના હેતુથી આવું કર્યું છે. અમે તેની તપાસ શરૂ કરી છે. આ માટે જે કોઈ જવાબદારો હશે, તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે.

દિલ્હીને ફાળવાયેલો ઓક્સિજન આપવાના અને અવમાનનાનો આદેશ પાછો લેવા હાઈકોર્ટને કેન્દ્રની અપીલ
કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી છે. તેમાં કોર્ટને એ આદેશ પાછો ખેંચવાની અપીલ કરાઈ છે, જેમાં દિલ્હીને ફાળવાયેલો 490 મેટ્રિક ટન ઓક્સિજનનો પુરવઠો પૂરો પાડવાનું કહેવાયું છે. આ સાથે તેનું પાલન નહીં કરવા બદલ અવમાનનાની કાર્યવાહી કરવાની પણ ચેતવણી અપાઈ હતી. તેથી તે આદેશ પાછો ખેંચવાનો પણ અનુરોધ કરાયો છે. જસ્ટિસ વિપિન સાંધી અને રેખા પલ્લની બેન્ચે શનિવારે ઉપરોક્ત આદેશ આપતા કડક અંદાજમાં કહ્યું હતું કે, હવે બહુ થઈ ગયું. પાણી માથાની ઉપર જતું રહ્યું. લોકો ઓક્સિજનના અભાવે મરી રહ્યા છે અને તમે છેલ્લા ઘણાં દિવસથી કશું નથી કરી રહ્યા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો