વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આંધ્ર પ્રદેશ પ્રવાસ સમયે સુરક્ષા વ્યવસ્થામાં મોટી ચૂકની ઘટના સામે આવી છે. PM નરેન્દ્ર મોદીના બે હેલિકોપ્ટરે વિજયવાડાના ગન્નાવરમ એરપોર્ટ ઉપરથી ઉડાન ભરી હતી. તે સમયે કૉંગ્રેસ કાર્યકર્તાઓએ એરપોર્ટ નજીક આવેલી એક નિર્માણાધિન ઈમારતની છત ઉપરથી કાળા રંગના ફુગ્ગા ઉડાવ્યા હતા અને PM મોદીનો વિરોધ કર્યો હતો.
પોલીસે આ ઘટનામાં 3 લોકોની ધરપકડ કરી છે. આ લોકોએ ફુગ્ગા સાથે પોસ્ટર પણ બાંધ્યા હતા. SP સિદ્ધાર્થ કુશલે કહ્યું કે એરપોર્ટ નજીક કડક સુરક્ષા વ્યવસ્થા હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હેલિકોપ્ટરે જેવી ઉડાન ભરી તે સાથે જ આ લોકોએ ફુગ્ગાને હવામાં છોડ્યા હતા.
સ્વાતંત્ર સેનાની રાજુની 125મી જયંતી સમારોહમાં PM મોદીએ ભાગ લીધો
PM નરેન્દ્ર મોદી સોવમારે સ્વતંત્રતા સેનાની અલ્લૂરી સીતારામ રાજૂની 125મી જયંતી સમારંભમાં ભાગ લેવા માટે આંધ્ર પ્રદેશ પહોંચ્યા હતા. આ પ્રસંગે તેમણે રાજૂની 30 ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. PM મોદીએ કહ્યું કે આજે જ્યારે દેશ સ્વતંત્રતાના 75 વર્ષનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે તે સાથે જ અલ્લૂરી સીતારામ રાજૂ ગારુની 125મી જયંતીનો પ્રસંગ પણ છે. સંયોગથી આ સમયે દેશની સ્વતંત્રતા માટે થયેલી 'રમ્પા ક્રાંતિ'ના 100 વર્ષ પણ પૂરા થયા છે.
રાજૂના જીવનને પ્રેરણાદાયી ગણાવ્યું
તેમણે કહ્યું કે અલ્લૂરી સીતારામ રાજૂ ગારુની 125મી જન્મજયંતી અને રમ્પા ક્રાંતિની 100મી વર્ષગાંઠ સંપૂર્ણ વર્ષ દરમિયાન ઉજવવામાં આવશે. પંડરંગીમાં તેણે જન્મસ્થાનનું જીર્ણોદ્વાર, ચિંતાપલ્લી પોલીસ સ્ટેશનનું જીર્ણોદ્વાર, મોગલ્લૂમાં અલ્લૂરી ધ્યાન મંદિરનું નિર્માણ, આ કાર્ય અમારી અમૃત ભાવનાનું પ્રતીક છે.
PMએ કહ્યું કે આઝાદીનો સંગ્રામ ફક્ત કેટલાક વિસ્તારો, અથવા કેટલાક લોકોનો ઈતિહાસ નથી. આ ઈતિહાસ, ભારતના ખૂણે-ખૂણે અને કણ-કણના ત્યાગ, તપ તથા બલિદાનોનો ઈતિહાસ છે. સીતારામ રાજૂએ પોતાનું જીવન આદિવાસી સમાજના અધિકારો માટે અને દેશની આઝાદી માટે સમર્પિત કરી દીધું. રાજૂની જીવન યાત્રા આપણા સૌ માટે પ્રેરણારૂપ છે.
PMએ હૈદરાબાદને ભાગ્યનગર કહ્યું
PM મોદીએ હૈદરાબાદમાં 2-3 જુલાઈના રોજ બીજેપીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. કાર્યકારિણીની બેઠકના બીજા દિવસે રવિવારે PMએ હૈદરાબાદને ભાગ્યનગર કહીને સંબોધિત કર્યું હતું.
PMએ કહ્યું- ભાગ્યનગરમાં જ સરદાર પટેલે 'એક ભારત શ્રેષ્ઠ ભારત'નું સૂત્ર આપ્યું હતું. અમારી પાર્ટી પણ આ સૂત્ર ધરાવે છે. અમારો એકમાત્ર કાર્યક્રમ છે-તુષ્ટિકરણ ખતમ કરી તૃપ્તિકરણના માર્ગને અપનાવવો. તેમણે NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂની ઉમેદવારીની પણ પ્રશંસા કરતા તેને ઐતિહાસિક નિર્ણય ગણાવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.