તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Birthday Of Congress, The Country's Oldest Political Party, Founded By A British Official But The Party Fought For Independence

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈતિહાસમાં આજે:દેશના સૌથી જૂના રાજકીય પક્ષ કોંગ્રેસનો જન્મ દિવસ, એક અંગ્રેજ અધિકારીએ સ્થાપના કરી  પણ પક્ષ આઝાદીની લડાઈ લડ્યો

2 મહિનો પહેલા
 • કૉપી લિંક

દેશને સ્વતંત્રતા મળી તેના 62 વર્ષ અગાઉ વર્ષ 1885માં આજના દિવસે સ્કોટલેન્ડના એક નિવૃત અધિકારી એઓ હ્યૂમે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરી હતી. એઓ હ્યૂમને તેમના જીવનકાળમાં ક્યારેય પક્ષના સંસ્થાપક તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો ન હતો. વર્ષ 1912માં તેમના મૃત્યુ બાદ એઓ હ્યૂમને કોંગ્રેસના સંસ્થાપક તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.

કોંગ્રેસની સ્થાપના પાછળ પણ એક રસપ્રદ વાત છે. વર્ષ 1857માં અંગ્રેજો સામે ભારે વિરોધ ચાલી રહ્યો હતો. અંગ્રેજો ક્યારેય એવું ઈચ્છતા ન હતા કે ફરી વખત દેશમાં આ પ્રકારની સ્થિતિનું સર્જન થાય, તેમણે આયોજન કરી એક એવું પ્લેટફોર્મ તૈયાર કર્યું કે જ્યાં ભારતીય પ્રજા પોતાની ભડાસ કાઢી શકે. આ ઉપરાંત આ કોંગ્રેસના પ્લેટફોર્મ હેઠળ જે વિરોધ પ્રદર્શન કરવા માગે તે કરી શકે છે. આ જ કામ માટે એઓ હ્યૂમની પસંદગી કરવામાં આવેલી.

સ્થાપના ભલે અંગ્રેજે કરી પણ અધ્યક્ષ ભારતીય હતા
કોંગ્રેસ પક્ષની સ્થાપના ભલે એક અંગ્રેજ દ્વારા કરવામાં આવી હતી, પણ તેના અધ્યક્ષ ભારતીય જ હતા. પક્ષના પ્રથમ અધ્યક્ષ કોલકાતા હાઈકોર્ટના બેરિસ્ટર વ્યોમેશ ચંદ્ર બેનર્જી હતા. પક્ષનું પ્રથમ અધિવેશન પુણેમાં યોજાવાનું હતું, પણ તે સમયે ત્યાં રોગચાળો ફેલાયેલ હતો. તેને લીધે તે મુંબઈમાં યોજવામાં આવ્યું.

જ્યારે કોંગ્રેસમાં ફૂટ પડી
વર્ષ 1905માં બંગાળનું વિભાજન થયું અને તેને લીધે જ કોંગ્રેસને નવી ઓળખ મળી. કોંગ્રેસે વિભાજનનો ખુલ્લીને વિરોધ કર્યો. અંગ્રેજોના સામાનનો બહિષ્કાર કર્યો. કોંગ્રેસે અંગ્રેજો સામે આંદોલન શરૂ કર્યું હતું અને તેમા પણ ફૂટ પડી ગઈ. એક નરમ દળ અને એક ગરમ દળ. ગરમ દળ ઈચ્છતુ હતું કે આંદોલન બંગાળ સુધી જ મર્યાદિત રાખવામાં ન આવે, જ્યારે નરમ દળ ખુલ્લી રીતે અંગ્રેજો સામે વિદ્રોહ કરવાની વિરુદ્ધમાં હતો.

બાદમાં કોંગ્રેસમાં ગાંધીજીની એન્ટ્રી થઈ
વર્ષ 1915માં મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યાં. વર્ષ 1919માં અસહયોગ આંદોલનથી ગાંધીજી રાજકારણમાં આવ્યા. ત્યારબાદ બસ કોંગ્રેસ એટલે ગાંધીજી જ તેવો અર્થ થઈ ગયો. ગાંધીજીના નેતૃત્વમાં કોંગ્રેસે અનેક આંદોલન કર્યાં. કોંગ્રેસની તે લોકપ્રિયતા હતી કે ગુલામ ભારતમાં પણ પક્ષના 1.5 કરોડથી વધારે સભ્યો હતા અને 7 કરોડથી વધારે સમર્થકો હતા.

આઝાદી બાદ કોંગ્રેસ
વર્ષ 1885માં બનેલી કોંગ્રેસ પાર્ટીના અત્યાર સુધીમાં 88 જેટલા અધ્યક્ષ રહી ચુક્યા છે. આ પૈકી 18 અધ્યક્ષ આઝાદી બાદ બન્યા છે. આઝાદી બાદ આ 73 વર્ષ પૈકી 38 વર્ષ નેહરું-ગાંધી પરિવાર પક્ષના અધ્યક્ષ પદ સંભાળ્યુ છે. જ્યારે 35 વર્ષ બિન-નેહરું-ગાંધી પરિવારે સુકાન સંભાળ્યુ છે.

આઝાદી બાદ વર્ષ 1951થી લઈ વર્ષ 1954 સુધી જવાહર લાલ નેહરુ રહ્યા છે. ત્યારબાદ વર્ષ 1959માં ઈન્દિરા ગાંધી અધ્યક્ષ બન્યા. પછી વર્ષ 1978થી 1984 સુધી ઈન્દિરા ગાંધી ફરી વખત અધ્યક્ષ રહ્યા. ઈન્દિરા ગાંધીના મૃત્યુ બાદ વર્ષ 1985થી વર્ષ 1991 સુધી રાજીવ ગાંધી અધ્યક્ષ બન્યા. રાજીવ ગાંધીના મૃત્યુના 7 વર્ષ બાદ વર્ષ 1998માં સોનિયા ગાંધી અધ્યક્ષ બન્યા, જેઓ વર્ષ 2017 સુધી આ પદ પર રહ્યા. ત્યારબાદ રાહુલ ગાંધીના રાજીનામા બાદ ઓગસ્ટ 2019થી સોનિયા ગાંધી ફરી અધ્યક્ષ છે. રાહુલ ડિસેમ્બર 2017થી ઓગસ્ટ 2019 સુધી અધ્યક્ષ રહ્યા હતા.

ભારત અને વિશ્વમાં 28 ડિસેમ્બરની મહત્વની ઘટનાઓઃ

 • 1668 : મરાઠા શાસક શિવાજીના પુત્ર સંભાજીને મુગલ શાસક ઓરંગઝેબની કેદમાં યાતના આપવા બદલ તેમનું આજના દિવસે મૃત્યુ થયુ હતું
 • 1926 : ઈમ્પિરિયલ એરવેઝે ભારત અને ઈગ્લેન્ડ વચ્ચે યાત્રી અને ટપાલ સેવા શરૂ કરી
 • 1928 : કલકત્તા (હવે કોલકાતા)માં પ્રથમ બોલતી ફિલ્મ મેલોડી ઓફ લવ પ્રદર્શિત થઈ
 • 1957 : બ્રિટનના ઉત્તરી ભાગમાં દેશના સૌથી મોટા કતલખાનાને પશુઓની ફુટ એન્ડ માઉસ બીમારીને લીધે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.
 • 1974 : પાકિસ્તાનમાં 6.3ની તીવ્રતાનો ભુકંપ આવ્યો,જેમાં 5,200થી વધારે લોકો માર્યા ગયા.
 • 1995 : પોલેન્ડનો અન્વેષક મારકે કાર્મિસ્કી એક જ વર્ષમાં ઉત્તર અને દક્ષિણ ધ્રુવો પર ઝંડો લહેરાવનાર પ્રથમ વ્યક્તિ બની.
 • 2003 : અમેરિકામાં બ્રિટને કેટલાક વિમાનોમાં સ્કાઈ માર્શલ એટલે કે સુરક્ષા ગાર્ડ ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કર્યો.
 • 2008 : ભારતના આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રતિષ્ઠિત કવિ અને સાહિત્યકાર પ્રો.સુરેશ વાત્સ્યાયનનું અવસાન
 • 2013 : દિલ્હીમાં પ્રથમ વખત દિલ્હીમાં કોંગ્રેસના ટેકાથી આમ આદમી પાર્ટીની સરકાર બની. આ સરકાર ફક્ત 49 દિવસમાં જ પડી ગઈ.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો