તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Congress State President Govinddas Konthaujam Resigns From His Post, 8 Congress MLAs May Join BJP Today

મણિપુરમાં કોંગ્રેસનો કિલ્લો ધ્વસ્ત:કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગોવિંદદાસ કોન્થૌજમે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું, કોંગ્રેસના 8 ધારાસભ્યો આજે ભાજપમાં જોડાઇ શકે છે

ઇમ્ફાલ15 દિવસ પહેલા
  • મણિપુરમાં કોંગ્રેસને ઝટકો, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષે આપ્યું રાજીનામું

પૂર્વોત્તર રાજ્ય મણિપુરની પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ગોવિંદદાસ કોન્થૌજમે મંગળવારે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. એવું માનવામાં આવે છે કે કોન્થૌજમ સાથે કોંગ્રેસના ઓછામાં ઓછા 7 અન્ય ધારાસભ્યો મંગળવારે જ ભાજપમાં જોડાશે. કોન્થૌજમ રાજ્યની વિધાનસભાના બિષ્ણુપુરથી ધારાસભ્ય છે.

મણિપુરની પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ગોવિંદદાસ કોન્થૌજમે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતુ.
મણિપુરની પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ગોવિંદદાસ કોન્થૌજમે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતુ.

વિધાનસભાની કુલ 60 બેઠકોમાંથી રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)ની સરકાર પાસે 36 બેઠકો છે. ગઠબંધનમાં ભાજપ (24 બેઠકો), નેશનલ પીપલ્સ પાર્ટી (4 બેઠકો), નાગા પીપલ્સ ફ્રન્ટ (4 બેઠકો), લોક જનશક્તિ પાર્ટી (એક બેઠક) અને સ્વતંત્ર (3 બેઠકો) સામેલ છે. વિરોધમાં કોંગ્રેસ પાસે 17 બેઠકો છે, તૃણમૂલ કોંગ્રેસ પાસે એક બેઠક છે અને 6 બેઠકો ખાલી પડી છે.

મણિપુર વિધાનસભામાં થતું રહ્યું છે ધારાસભ્યોનું ફેરબદલ
જો કોંગ્રેસના 8 ધારાસભ્ય ભાજપમાં જોડાય છે તો ભાજપમાં 44 ધારાસભ્યોએ થશે, જ્યારે કોંગ્રેસમાં માત્ર 9 જ ધારાસભ્યોએ બચશે. 2017ની વિધાનસભાની ચૂંટણી બાદથી જ મણિપુર સરકાર પણ સંકટ તોળાઈ રહ્યું હતું. આ ચુંટણીમાં ભાજપે 21, જ્યારે કોંગ્રેસે 28 બેઠકો જીતી હતી. સરકાર બનાવવા માટે 37 બેઠકો જીતવી જરૂરી છે. એવામાં ભાજપે ગઠબંધનની સરકાર બનાવી લીધી. ગઠબંધન પાસે 40 બેઠકો હતી.

2020માં નવ ધારાસભ્યોએ NDA સરકારથી સમર્થન પરત લીધું હતું
ગયા વર્ષે જૂનમાં મણિપુરના મુખ્યમંત્રી બીરેન સિંહની સરકારથી નવ ધારાસભ્યોએ પોતાનું સમર્થન પરત લીધું હતું. તેમાં ભાજપના ત્રણ, નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)ના ચાર અને બે સ્વતંત્ર ધારાસભ્ય સામેલ હતા. જાણવા મળ્યું હતું કે ભાજપના ધારાસભ્યોએ કોંગ્રેસમાં જોડાયા હતા. ત્યાર બાદ કોંગ્રેસની પાસે વિધાનસભામાં 31 બેઠકો થઈ ગઈ હતી. થોડા દિવસ બાદ NPPના ચારેય ધારાસભ્ય સરકારમાં પરત ફર્યા, જેથી NDAની સત્તા બની રહી.

અન્ય સમાચારો પણ છે...