• Gujarati News
  • National
  • Congress Puts Up Posters With CM Bommai's Face On QR Code, Calls It '40 Percent Government'

કર્ણાટકનું નાટક:કોંગ્રેસે QR કોડ પર CM બોમ્મઇના ચહેરાવાળાં પોસ્ટર લગાવ્યાં, ‘40 ટકાવાળી સરકાર’ ગણાવી

બેંગલુરુ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિદ્ધારમૈયા સરકારમાં થયેલી ભરતીઓની તપાસ શરૂ

કર્ણાટકમાં આવતા વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપ-કોંગ્રેસ એકબીજાને ભ્રષ્ટાચારી સાબિત કરવા મચી પડ્યા છે. કોંગ્રેસે બેંગલુરુમાં QR કોડ પર મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇના ચહેરાવાળાં પોસ્ટર લગાવ્યાં છે. QR કોડ સ્કેન કરતા કોંગ્રેસે બનાવેલી વેબસાઇટ ખૂલે છે, જેનું નામ ‘40 પર્સન્ટ સરકાર’ રખાયું છે. તેમાં જણાવાયું છે કે ભાજપના રાજમાં કર્ણાટકમાં 40% કમિશન સામાન્ય થઇ ગયું છે. વેબસાઇટ પર લોકો સરકારી ભ્રષ્ટાચારની ફરિયાદ કરી શકે છે.

કર્ણાટકના કોન્ટ્રાક્ટરોએ દાવો કર્યો છે કે સરકારી કોન્ટ્રાક્ટ્સમાં ભાજપના નેતાઓ, સરકારી અધિકારીઓ 40% કમિશન લે છે. કોન્ટ્રાક્ટર્સના યુનિયને આ મામલે વડાપ્રધાનને પત્ર પણ લખ્યો છે. કોંગ્રેસે પીએસઆઇ ભરતી કૌભાંડ ઉછાળવાનું પણ શરૂ કરી દીધું છે.

ભાજપે પણ કોંગ્રેસના શાસનકાળમાં થયેલી ભરતીઓમાં કથિત ગેરરીતિઓ ઉજાગર કરવાનું શરૂ કરી દીધું છે. ભાજપનો આક્ષેપ છે કે સિદ્ધારમૈયા સીએમ હતા ત્યારે 2017માં સ્કૂલ ટીચર્સની ભરતીમાં મોટું કૌભાંડ થયું છે. આ મામલે સીઆઇડીએ 7 લોકોની ધરપકડ કરી છે.

બંને પક્ષ જેડીએસને રીઝવી રહ્યા છે|ભાજપ અને કોંગ્રેસ બંને જેડીએસને રીઝવવા મથે છે. તાજેતરમાં પૂર્વ વડાપ્રધાન એચ. ડી. દેવગૌડાનું સ્વાસ્થ્ય કથળ્યું તો પ્રદેશ કોંગ્રેસ અને ભાજપના નેતાઓ તેમને મળવા પહોંચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...