• Gujarati News
  • National
  • Preparing To Contest From Rae Bareli Or Amethi, First Member Of Gandhi Family To Contest Assembly Elections

પ્રિયંકા લડશે વિધાનસભા ચૂંટણી:રાયબરેલી કે અમેઠીની બેઠક પરથી મેદાનમાં ઊતરવાની તૈયારી, વિધાનસભા ચૂંટણી લડનારી ગાંધી પરિવારની પ્રથમ સભ્ય

લખનઉએક મહિનો પહેલા

આગામી વર્ષે થનારી UP વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ મહાસચિવ અને UP પ્રભારી પ્રિયંકા ગાંધી-વાડ્રા રાયબરેલી કે અમેઠીની કોઈ સીટ પરથી મેદાનમાં ઊતરી શકે છે. જો આમ થયું તો પ્રિયંકા ગાંધી પરિવારની પ્રથમ સભ્ય હશે, જે વિધાનસભા ચૂંટણી લડશે. આ પહેલાં ગાંધી પરિવારના તમામ સભ્યોએ માત્ર લોકસભા ચૂંટણી જ લડી છે.

સૂત્રોનું કહેવું છે કે પ્રિયંકાની પ્રથમ પસંદગી અમેઠી છે, કારણ કે તે રાહુલ ગાંધીની હારનો બદલો લેવા અમેઠીમાં લોકસભા ચૂંટણીનો પ્લાન તૈયાર કરશે, જેથી સ્મૃતિ ઈરાનીને 2024ની લોકસભા ચૂંટણીમાં ટક્કર આપી શકાય.

પ્રશાંત કિશોરે પણ પ્રિયંકાને કર્યું સૂચન
થોડા દિવસો પહેલાં લખનઉમાં થયેલી બેઠકમાં એડવાઈઝરી કમિટીએ પણ પ્રિયંકાને કહ્યું હતું કે તેમના ચૂંટણીના મેદાનમાંથી આવવાથી કોંગ્રેસને UPમાં નવી તાકાત મળશે. ચૂંટણી સ્ટ્રેટેજિસ્ટ પ્રશાંત કિશોરે પણ પ્રિયંકાને સૂચન કર્યું હતું કે તેમણે વિધાનસભા ચૂંટણીમાં પોતે મેદાનમાં ઊતરવું જોઈએ.

12 સપ્ટેમ્બરે રાયબરેલીમાં પ્રિયંકા ગાંધીએ લોકો સાથે મુલાકાત કરી હતી.
12 સપ્ટેમ્બરે રાયબરેલીમાં પ્રિયંકા ગાંધીએ લોકો સાથે મુલાકાત કરી હતી.

પ્રિયંકાની ચૂંટણી માટે કોંગ્રેસીઓએ કમર કસી
પ્રિયંકા ગાંધીએ ચૂંટણી લડવા કે ન લડવાને લઈને પોતે કોઈ સંકેત આપ્યા નથી. જોકે સૂત્રોનું કહેવું છે કે પ્રિયંકા ગાંધીની ઓફિસ તરફથી ચૂંટણીની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. એ માટે રાયબરેલી અને અમેઠીના ડેટા એકત્રિત કરવામાં આવી રહ્યા છે.

રાયબરેલી કે અમેઠીથી શા માટે?
રાજકીય જાણકારોનું કહેવું છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં અમેઠીમાંથી રાહુલ ગાંધી ચૂંટણી હાર્યા પછી ત્યાં ગાંધી પરિવારનો દબદબો ઘટ્યો છે. બીજી તરફ, કોંગ્રેસ ચેરપર્સન સોનિયા ગાંધીની તબિયત સારી ન હોવાને કારણે રાયબરેલીમાં પણ ગાંધી પરિવારનો લોકો સાથે સંપર્ક ઓછો થયો છે.

એવામાં પ્રિયંકા ચૂંટણી લડવાથી અમેઠી અને રાયબરેલી ક્ષેત્રની જનતાની સાથે કોંગ્રેસના સંબંધોને મજબૂતી મળી શકે છે. રાયબરેલી અને અમેઠી વર્ષોથી ગાંધી પરિવારનો ગઢ રહ્યો છે અને પ્રિયંકા આ સંબંધને નબળો થવા દેવા માગતી નથી. પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદ ઔપચારિક રીતે કહી ચૂક્યા છે કે UP વિધાનસભા ચૂંટણીમાં પ્રિયંકા કોંગ્રેસનો ચહેરો હશે.

રાયબરેલીમાં અત્યાર સુધીમાં માત્ર 3 વખત હારી છે કોંગ્રેસ
રાયબરેલીમાં 1952થી લઈને 2019 સુધીની લોકસભા ચૂંટણીમાં માત્ર ત્રણ વખત જ કોંગ્રેસ હારી છે. 1977, 1988 અને 1996માં આ સીટ પર કોંગ્રેસને હાર મળી હતી. આ સીટ પરથી ફિરોઝ ગાંધી, ઈન્દિરો ગાંધી, શીલા કૌલ, અરુણ નહેરુ અને સતીશ શર્મા ચૂંટણી જીતીને લોકસભા પહોંચ્યા હતા.

અમેઠીમાં 18 ચૂંટણીમાં 16 વખત કોંગ્રેસ જીતી
અમેઠીમાં 17 લોકસભા અને 2 પેટાચૂંટણીમાં કોંગ્રેસે 16 વખત જીત પ્રાપ્ત કરી છે. માત્ર ત્રણ વખત 1977, 1998 અને 2019માં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો. 1977માં ઈમરજન્સી પછી થયેલી ચૂંટણીમાં પ્રથમ વખ કોંગ્રેસ હારી હતી. તે પછી 1980માં સંજય ગાંધી અહીંથી સાંસદ બન્યા. સંજયના મૃત્યુ પછી રાજીવ ગાંધીએ અમેઠીને સંભાળ્યું. પછી 1999માં સોનિયા ગાંધીએ ચૂંટણી જીતી. તે પછી 2004, 2009 અને 2014માં રાહુલ ગાંધી અહીંથી જીત્યા, જોકે 2019માં સ્મૃત ઈરાનીએ રાહુલને હરાવ્યો હતો.

પ્રિયંકાએ તાજેતરમાં જ અમેઠીની મુલાકાત કરી હતી. આ દરમિયાન તે લોકોને મળ્યા હતા અને તેમની સમસ્યા સાંભળી હતી.
પ્રિયંકાએ તાજેતરમાં જ અમેઠીની મુલાકાત કરી હતી. આ દરમિયાન તે લોકોને મળ્યા હતા અને તેમની સમસ્યા સાંભળી હતી.

કોંગ્રેસે ફન્ડ એકત્રિત કરવા માટે UPમાં નવી રીત કાઢી છે. પ્રદેશ અધ્યક્ષ અજય કુમાર લલ્લૂ એક સર્ક્યુલર બહાર પાડીને કહ્યું છે કે જેને પણ ટિકિટ જોઈએ તેને 25 ડિસેમ્બર સુધી પાર્ટી ફન્ડમાં 11 હજાર રૂપિયા જમા કરાવવા પડશે. ટિકિટ માટે પહેલા એપ્લિકેશન જમા કરાવવી પડશે.

અન્ય સમાચારો પણ છે...