ભાસ્કર ઓપિનિયનગુજરાત વિધાનસભા ચૂંટણી:કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ મોદીને રાવણ કહીને પોતાની જ પાર્ટીને મુશ્કેલીમાં મૂકી દીધી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાતની ચૂંટણી હોય કે અન્ય કોઈ, કોંગ્રેસના એક યા બીજા નેતા ભારતીય જનતા પાર્ટી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક યા બીજા મુદ્દા આપી જ દે છે. પહેલા મણિશંકર ઐયર હતા, હવે મલ્લિકાર્જુન ખડગે છે. ખડગેએ સોમવારે મોદીને રાવણ કહ્યા હતા. ભાજપના લોકોએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેઓએ હોબાળો મચાવ્યો. ખડગેને બહાના તરીકે ઉપયોગ કરીને તેમણે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર તેમના નિવેદનો માટે પણ પ્રહારો કર્યા.

એટલું જ નહીં, મોદીને રાવણ કહીને કોંગ્રેસ અને તેમના અધ્યક્ષે આ દેશ અને ગુજરાતની જનતાનું પણ અપમાન કર્યું છે. આ મુદ્દો આ હદ પાર પહોંચી ગયો છે. જોકે, મંગળવારે ગુજરાતની 89 બેઠક માટે ચૂંટણી પ્રચાર બંધ થઈ ગયો છે. ભાજપના લોકોને વધુ સમય નથી મળ્યો, નહીં તો તમે કલ્પના પણ નહીં કરી શકો કે આ નિવેદનની કોંગ્રેસને કેટલી સીટો પર અસર થઈ હશે. ખબર નહીં કેમ ખડગે સાહેબને ખ્યાલ ન આવ્યો કે તેઓ મોદી વિરુદ્ધ બોલે છે કે તેમની જ પાર્ટી વિરુદ્ધ!

જોકે, હવે ગુજરાતમાં અડધાથી વધુ બેઠકો પર રેલીઓ અને સભાઓ બંધ થઈ ગઈ છે. ભાષણોનું વર્ચસ્વ પણ ખતમ થઈ ગયું છે. માત્ર ઘરે-ઘરે જઈને હાથ જોડવાનું કામ બાકી છે. આ બેઠકો પર 1 ડિસેમ્બરે મતદાન થવાનું છે. ભાજપ હવે બૂથ કાર્યકરો પર સંપૂર્ણ તાકત લગાવશે. તેની વ્યૂહરચના પહેલેથી જ તૈયાર છે. જ્યાં સુધી કોંગ્રેસનો સંબંધ છે, તેનું નેટવર્ક એટલું મજબૂત નથી કે દરેક વિધાનસભા મતવિસ્તારના દરેક બૂથ પર જેટલા કાર્યકરો કામે લગાવી શેક તેટલા કાર્યકર્તાઓને ભાજપ 1 ડિસેમ્બરે તહેનાત કરી રહ્યું છે અથવા તહેનાક કરશે. AAP પાર્ટી પાસે દરેક સીટના બૂથ પર તહેનાત કરવા માટે કાર્યકરો પણ નથી. ખાસ કરીને શહેરોની તે બેઠકો પર જ્યાં વર્ષોથી ભાજપનો દબદબો છે.

આ વાત સાચી છે, કે ગુજરાતમાં ફ્રી વસ્તુઓને ક્રેઝ અન્ય રાજ્યો કરતાં વધુ છે, પરંતુ એનો અર્થ એ નથી કે માત્ર આ ફ્રી રેવડીની જાહેરાત કરવાથી તમામ લોકો તમને મત આપવા માટે ઉમટી પડે. સતત ફોલો-અપ, વચનોનું વારંવાર રિમાઇન્ડર અને સૌથી મોટી વાત આ વચનો આપનાર વ્યક્તિ કેટલા ઓથેન્ટિક છે. આ બધી બાબતો પણ મહત્વપૂર્ણ છે. કહેવા માટે કે કોંગ્રેસ પણ મફત વીજળીનું વચન આપ્યું છે, પરંતુ શહેરોમાં તેની ચર્ચા પણ થતી નથી. એટલા માટે કે કોઈ મોટા નેતાઓ આ વચનનું પાલન કર્યું નથી.

લોકોને આ વાતની વારંવાર યાદ અપાવવામાં નથી આવતી. જેઓ વચન આપ્યા પછી ભૂલી જાય છે તેમના પર સામાન્ય વ્યક્તિએ કેટલો અને શા માટે વિશ્વાસ કરવો જોઈએ તે સરળતાથી સમજી શકાય છે. જોકે હવે તમામ ભાર મતદાનની ટકાવારી પર છે. જો મતની ટકાવારી 60 થી 65 ની વચ્ચે રહે તો સમજી લેવું કે પરિસ્થતિમાં કોઈ ધરખમ ફેરફાર થવાનો નથી. જો મતદાનની ટકાવારી 70 થી ઉપર જશે તો તેને ગંભીર મતદાન ગણવામાં આવશે.

...અને ગંભીર મતદાન કોઈના કોઈ રૂપે ગુજરાતમાં ભાજપને નુકસાન પહોંચાડી શકે છે. આ ચૂંટણીમાં સામાન્ય મતદારની નિષ્ક્રિયતા દર્શાવે છે કે મતદાનની ટકાવારી ઘણી વધી જવાની શક્યતા ઓછી છે.

અન્ય સમાચારો પણ છે...