તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Congress Official Twitter Handle Locked Rahul Gandhi Randeep Surjewala Ajay Maken Tweet

કોંગ્રેસનું ટ્વિટર એકાઉન્ટ લોક:ટ્વિટરના એક્શન પર કોંગ્રેસે કહ્યું- અમે નહીં ડરીએ, આ પહેલાં રાહુલ સહિત 6 મોટા નેતાનાં એકાઉન્ટ લોક કરાયાં હતાં

એક મહિનો પહેલા

કોંગ્રેસે દાવો કર્યો છે કે પાર્ટીનું ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ લોક કરી દેવામાં આવ્યું છે. ઈન્ડિયન નેશનલ કોંગ્રેસે ફેસબુક પર લખ્યું છે કે જ્યારે અમારા નેતાઓને જેલમાં બંધ કરી દેવામાં આવ્યા ત્યારે અમે નહોતા ડર્યા તો હવે ટ્વિટર એકાઉન્ટ બંધ કરવાથી શું ડરવાના છીએ. અમે કોંગ્રેસ છીએ, જનતાનો સંદેશ છે, અમે લડીશું, લડતા રહીશું. જો દુષ્કર્મ પીડિત બાળકી માટે અવાજ ઉઠાવવો ગુનો છે, તો અમે આ ગુનો સોવાર કરવા તૈયાર છીએ. જય હિંદ... સત્યમેવ જયતે.

આ પહેલાં કોંગ્રેસે શનિવારે દાવો કર્યો હતો કે રાહુલ ગાંધીનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. જોકે ત્યાર પછી કહેવામાં આવ્યું હતું કે તેને લોક કરવામાં આવ્યું છે. ત્યાર પછી બુધવારે રાતે કોંગ્રેસે તેમના પાંચ વધુ સિનિયર લીડર્સનાં ટ્વિટર એકાઉન્ટ લોક કર્યાં હોવાનો દાવો કર્યો છે. તેમાં પાર્ટીના મહાસચિવ અને પૂર્વ મંત્રી અજય માકન, લોકસભામાં પાર્ટીના વ્હિપ મણિકમ ટાગોર, આસામના પ્રભારી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ અને મહિલા કોંગ્રેસ-અધ્યક્ષ સુષ્મિતા દેવ સામેલ છે.

દુષ્કર્મ પીડિતાના પરિવાર સાથેની મુલાકાતનો ફોટો ટ્વીટ કર્યો હતો
રાહુલ ગાંધીએ થોડા દિવસ પહેલાં દિલ્હી કેન્ટ રેપ પીડિતાના પરિવાર સાથેની મુલાકાતનો ફોટો ટ્વીટ કર્યો હતો. આ વિશે માઈક્રોબ્લોલિંગ સાઈટનું કહેવું છે કે આ તેમના નિયમોનું ઉલ્લંઘન છે. ટ્વિટરે રાહુલના આ ટ્વીટ હટાવી દીધું હતું.

NCPCRએ દિલ્હી પોલીસ અને ટ્વિટરને કરી હતી ફરિયાદ
રાષ્ટ્રીય બાળ અધિકારી સંરક્ષણ આયોગ (NCPCR)એ આ ટ્વીટ વિશે દિલ્હી પોલીસ અને ટ્વિટર સાથે ફરિયાદ કરી હતી. NCPCRએ પીડિતાના પરિવારની તસવીર પોસ્ટ કરવા માટે રાહુલ ગાંધી સામે કાર્યવાહીની માગણી કરી હતી. આયોગે કહ્યું હતું કે આ જુવેનાઈલ જસ્ટિસ એક્ટ અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યૂઅલ ઓફેન્સ (POSCO) એક્ટનું ઉલ્લંઘન છે.

અન્યાય સામે લડાઈ ચાલુ રહેશે
આજે સવારે કોંગ્રેસના કોમ્યુનિકેશન ઈન્ચાર્જ સેક્રેટરી પ્રણવ ઝાએ PM મોદી, IT મંત્રી અશ્વિની વૈષ્ણવ અને ટ્વિટર ચીફ જૈક ડોર્સીને ટેગ કરીને ટ્વીટ કર્યું છે. તેમણે કહ્યું હતું કે પાર્ટીએ તેમનો વિરોધ નોંધાવ્યો છે અને દરેક પ્રકારના અન્યાય વિરુદ્ધ લડાઈ ચાલુ રાખવાનો વાયદો કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...