• Gujarati News
  • National
  • The Young Man Asked About Vikas Karyo Then Kari Maramari, Also Asked To Kill His Own Gainman

પંજાબમાં કોંગ્રેસના MLAની ગુંડાગીરી:વિકાસકાર્યો વિશે યુવકે પૂછ્યું તો મારામારી કરી અને પોતાના ગનમેનને પણ માર મારવા કહ્યું

જલંધરએક મહિનો પહેલા
ધારાસભ્યની સાથે ગનમેને પણ યુવકને ખૂબ જ માર્યો હતો.
  • પોતાના કામની વાત કરતા ધારાસભ્યને યુવકે વિકાસ અંગે પૂછ્યું હતું

પંજાબમાં પઠાનકોટની ભોઆ વિધાનસભા સીટમાંથી કોંગ્રેસના MLA જોગિંદર પાલની ગુંડાગીરી પ્રકાશમાં આવી છે. પોતે કરેલાં કામની વાતો કરી રહેલા ધારાસભ્યને એક યુવકે વિકાસ અંગે પૂછ્યું હતું. આ દરમિયાન યુવકે ધારાસભ્યને તું એમ કહીને બોલાવતાં ધારાસભ્ય ભડક્યા હતા. ધારાસભ્ય એટલી હદે ભઠકી ઊઠ્યા હતા કે ત્યાં ભેગી થયેલી ભીડની સામે જ તેમણે મારામારી શરૂ કરી દીધી હતી. એ પછી ગનમેનની પાસે પણ ધારાસભ્યે યુવકને માર મરાવડાવ્યો હતો. આ વીડિયો નવરાત્રિ દરમિયાનનો હોવાનો કહેવાઈ રહ્યું છે.

કોંગ્રેસના ધારાસભ્ય જોગિંદર પાલ જૈન ધાર્મિક સમાગમમાં સામેલ થવા માટે પહોંચ્યા હતા. અહીં તેઓ પોતાના કામની પ્રશંસા કરી રહ્યા હતા. તેને સાંભળતાં જ યુવક દૂરથી પૂછવા લાગ્યો કે ધારાસભ્ય બનીને તેણે શું કર્યું? આ સાંભળીને પહેલા તો પોલીસે તેને અટકાવી દીધી હતો. તેને બહાર કાઢવામાં આવ્યો હતો. આ દૃશ્યો જોતાં જ ધારાસભ્ય જોગિંદર પાલે કહ્યું, આ યુવકને કંઈ જ ન કહેતા. જો તેને કંઈ કહેવું છે તો તે અહીં આવીને કહે. એ પછી આ યુવકને ધારાસભ્યએ આગળ બોલાવ્યો અને પોતાનું માઈક પણ આપ્યું હતું.

યુવકે પહેલા સવાલ પૂછ્યો તો કોંગ્રેસીઓએ યુવકને બહાર કાઢ્યો હતો.
યુવકે પહેલા સવાલ પૂછ્યો તો કોંગ્રેસીઓએ યુવકને બહાર કાઢ્યો હતો.

યુવકે ધારાસભ્યને પૂછ્યું કે તેં શું કર્યું? તેં શબ્દ સાંભળીને જ ધારાસભ્ય ભડકી ઊઠ્યા. તેમણે ડાયરેક્ટ જ યુવકને થપ્પડ મારી દીધી. એ પછી ગનમેન અને કોંગ્રેસ સમર્થક પણ એકત્રિત થયા અને તેને માર મારવા લાગ્યા. યુવકને મારી-મારીને ત્યાંથી બહાર કાઢ્યો. ઉપર ઊભેલી કોઈ વ્યક્તિએ તેનો વીડિયો બનાવીને વાઈરલ કર્યો, એ પછીથી ધારાસભ્યની ગુંડાગીરીને લઈને હવે પંજાબની નવી સરકારમાં કોંગ્રેસીઓના વલણ પર સવાલ ઊભા થઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...