• Gujarati News
  • National
  • Congress MLA Said ... If Rape Cannot Be Avoided, Enjoy Lying Down ... Lawmakers In The Legislature Were Laughing At This

બેશરમ નેતા:કોંગ્રેસ MLAએ કહ્યું... રેપ ટાળી ન શકાય તો પડ્યા રહીને એન્જોય કરો... આ સાંભળીને વિધાનસભામાં કાયદો ઘડનારા હસી રહ્યા હતા

બેંગલુરુએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કર્ણાટક વિધાનસભામાં આઘાતજનક ઘટનાથી ગૃહમાં હોબાળો મચ્યો તો સ્પીકરને ઉદ્દેશીને કોંગ્રેસનેતાનું વિવાદાસ્પદ નિવેદન

નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યૂરોના આંકડા અનુસાર, દેશમાં 2020ના એક જ વર્ષમાં દુષ્કર્મની 26,727 ઘટના ઘટી છે. ભૂતપૂર્વ સ્પીકર રહી ચૂકેલા કોંગ્રેસના સિનિયર નેતાએ ગૃહમાં સરેઆમ આપેલા નિવેદને મોટો વિવાદ સર્જ્યો છે. કોંગ્રેસનેતા કે.આર. રમેશ કુમારે બુધવારે વિધાનસભામાં બોલતાં કહ્યું હતું કે ‘જ્યારે રેપ ટાળી શકાય નહીં ત્યારે સૂઈ જાઓ અને માણી લો.’

એટલું જ નહીં, જ્યારે તેમણે આ નિવેદન આપ્યું ત્યારે એનો ઉગ્ર વિરોધ થવાને બદલે મોજૂદ સભ્યોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. આ ઘટના ત્યારે બની, જ્યારે ધારાસભ્યોએ ખેડૂતોના મુદ્દે ચર્ચા કરવા માટે સ્પીકર વિશ્વેશ્વરા હેગડે કાગેરી સમક્ષ માગણી કરી હતી.

આ મુદ્દે હોબાળો મચી રહ્યો હતો ત્યારે સ્પીકરે કહ્યું હતું કે જો દરેકને બોલવા દેવામાં આવે તો તેઓ કેવી રીતે ગૃહ ચલાવી શકશે? એ પછી તેમણે ભૂતપૂર્વ સ્પીકર કેઆર રમેશ કુમાર તરફ જોઈને કહ્યું કે ‘મને લાગે છે કે હું સ્થિતિ (ગૃહમાં હોબાળો) કન્ટ્રોલ નહીં કરી શકું, ચાલો, એને માણી લઈએ.’ સ્પીકરના આ નિવેદન બાદ રમેશ કુમારે વાંધાજનક નિવેદન આપતાં કહ્યું હતું કે ‘એવું કહેવાય છે કે જ્યારે રેપ ટાળી ન શકાય ત્યારે પડ્યા રહો અને માણી લો.’

પહેલા પણ દુષ્કર્મ પીડિતાઓનું અપમાન કરી ચૂક્યા છે
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસનેતા રમેશ કુમાર આ પહેલાં પણ દુષ્કર્મ પીડિતાઓનું અપમાન કરી ચૂક્યા છે. અગાઉ એક વિવાદમાં તેમનું નામ સંડોવાયું ત્યારે તેમણે એવો બચાવ કર્યો હતો કે હું રેપનો ભોગ બન્યો હોઉં એવું અનુભવી રહ્યો છું.