• Gujarati News
  • National
  • Congress MLA KR Ramesh Kumar Statement Enjoy Rape Ruckus Many Leaders Demanded Strict Action Smriti Irani Jaya Bacchan

રેપ અંગેના અશ્લીલ નિવેદનથી વિવાદ વકર્યો:સ્મૃતિ ઈરાની અને જયા બચ્ચને આવું વિવાદાસ્પદ નિવેદન આપનાર કોંગ્રેસ નેતાને સસ્પેન્ડ કરવાની ​​​​​​​ માગણી કરી

એક મહિનો પહેલા
  • રેપવાળા નિવેદનથી વિવાદ વધતાં કોંગ્રેસ ધારાસભ્ય રમેશ કુમારે માફી પણ માગવી પડી

કોંગ્રેસના ધારાસભ્ય અને કર્ણાટક વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમેશ કુમારના રેપવાળા નિવેદનથી વિવાદ વધી ગયો છે. ભાજપથી લઈને દરેક પાર્ટીના નેતાઓ તેમના નિવેદનને શરમજનક ગણાવી રહ્યા છે. જ્યારે દિલ્હીની એક એનજીઓએ તેમના નિવેદન સામે ફરિયાદ પણ દાખલ કરાવી છે. BJP નેતાઓ દ્વારા સાંસદ કોંગ્રેસ ધારાસભ્ય કેઆર રમેશ કુમારને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાની માગણી કરવામાં આવી છે. આ દરમિયાન સ્મૃતિ ઈરાની અને જયા બચ્ચન સહિત ઘણાં મહિલા નેતાઓએ આ નિવેદન સામે નારાજગી વ્યક્ત કરી છે. ધારાસભ્ય રમેશ કુમારે ગુરુવારે વિધાનસભામાં નિવેદન આપ્યું હતું કે જ્યારે રેપ થવાનો જ છે તો, પડ્યા રહો અને મજા લો. તેમના આ વિવાદાસ્પદ નિવેદનની ઘણા નેતાઓ દ્વારા ટીકા કરવામાં આવી છે.

નારેબાજી કરતાં પહેલાં નેતાને સસ્પેન્ડ કરો: સ્મૃતિ ઈરાની
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે વિધાનસભા મહિલાઓને સુરક્ષિત વાતાવરણ આપવાનો સંકલ્પ કરે છે એ જ જગ્યાએ કોંગ્રેસનેતાએ જે નિવેદન આપ્યું છે એ ખૂબ શરમજનક છે. કોંગ્રેસનું એ નેતૃત્વ, જે ઉત્તરપ્રદેશમાં કહે છે કે 'લડકી હૂ, લડ શકતી હૂ' એ પહેલાં નારેબાજી કરવાની જગ્યાએ તેમના આ નેતાને તેમની પાર્ટીમાંથી સસ્પેન્ડ કરે.

સજા આપીને ઉદાહરણ આપે કોંગ્રેસ: જયા બચ્ચન
સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને કહ્યું હતું કે આ શરમજનક વ્યવહાર અને હરકત છે. પાર્ટીએ આવા લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. જ્યારે આવી માનસિકતાવાળા લોકો ગૃહમાં હશે તો પરિવર્તન કેવી રીતે આવશે? આપણે આવા લોકોને આકરી સજા આપીને ઉદાહરણ રજૂ કરવું જોઈએ.

કોંગ્રેસનો આ ઈતિહાસ છે: અનિલ બલૂની
ભાજપ સાંસદ અનિલ બલૂનીનું કહેવું છે કે સવારથી ટીવી ચેનલ્સ પર એક કર્ણાટક ધારાસભ્યનું અશ્લીલ નિવેદન જોઈ રહ્યા છીએ. ખૂબ જ દુઃખદ અને શરમજનક નિવેદન છે. કોંગ્રેસનો ઈતિહાસ રહ્યો છે કે તેઓ મહિલાઓ દ્વારા સતત આવાં જ નિવેદનો કરતા હોય છે.

કુમારનું આ નિવેદન શરમજનક- જગદંબિકા પાલ
બીજેપી સાંસદ જગદંબિકા પાલે કહ્યું હતું કે કોંગ્રેસ એમએલએ રમેશ કુમારનું આ નિવેદન ખૂબ શરમજનક છે. જે પાર્ટી પ્રમુખ એક મહિલા છે એ પાર્ટીના ધારાસભ્ય આવું નિવેદન આપે એ ખૂબ શરમજનક છે. રમેશ કુમારે દેશ પાસે માફી માગવી જોઈએ અને કોંગ્રેસે તેમની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.

રમેશ કુમારના નિવેદન વિશે કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા સિંઘ પટેલે કહ્યું હતું કે મને આશ્ચર્ય છે કે ગૃહમાં એવા લોકો બેઠા છે કે જેમને મહિલાઓ માટે આદર-સન્માન નથી. જે લોકોએ તેમને ચૂંટીને અહીં મોકલ્યા છે તેમણે એકવાર ફરી વિચાર કરવાની જરૂર છે. તેમની પાર્ટીએ આવા ધારાસભ્ય સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.

અધ્યક્ષે તેમને રોકવા જોઈએ: કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું હતું કે વિધાનસભામાં આવી વાત કરવી યોગ્ય નથી. કોંગ્રેસની રાજનીતિ કયા લેવલ પર જઈ રહી છે એનો આ પુરાવો છે. કે. આર. રમેશ કુમાર ખૂબ સિનિયર નેતા છે. કર્ણાટક સરકારમાં મંત્રી શશિકલા જોલેએ કહ્યું હતું કે રમેશ કુમાર ધારાસભ્ય અને સ્પીકર રહી ચૂક્યા છે. અમને તેમના માટે સન્માન છે, પરંતુ આજે તેમણે જે નિવેદન આપ્યું છે અમે એના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યા છીએ. રમેશ કુમારે આવું નિવેદન કર્યું તો અધ્યક્ષે તેમને રોકવા જોઈએ.

શું છે સમગ્ર ઘટના?
કોંગ્રેસ ધારાસભ્ય કેઆર રમેશ કુમારે કર્ણાટક વિધાનસભામાં ચર્ચા દરમિયાન નિવેદન આપ્યું કે કહેવત છે કે- જ્યારે રેપ રોકી ના શકાય ત્યારે, સૂઈ જાઓ અને એનો આનંદ લો. તેમણે કહ્યું હતું કે અધ્યક્ષ અત્યારે એ જ સ્થિતિમાં હતા. કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષ વિશ્વેશ્વર હેગડે કાગેરી આ વિશે કાર્યવાહી કરવાના બદલે એના પર હસી પડ્યા હતા.

વિવાદ પછી માફી માગી
ધારાસભ્ય કેઆર રમેશ કુમારે દુષ્કર્મ વિશે અશ્લીલ ટિપ્પણી કરવા મામલે માફી માગી છે. રમેશ કુમારે સોશિયલ મીડિયા પર માફી માગતા કહ્યું છે કે તેમને આવું નિવેદન કરવાનો કોઈ ઈરાદો નહોતો. રમેશ કુમારે ટ્વીટ કર્યું છે કે હવે હું મારા શબ્દોની પસંદગી ખૂબ ધ્યાનથી કરીશ. ગૃહમાં રેપ વિશે કરવામાં આવેલી અશ્લીલ ટિપ્પણી વિશે માફી માગું છું. મારો કોઈ ખોટો ઈરાદો નહોતો.

અન્ય સમાચારો પણ છે...