તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ભેદભાવની નીતિ!:રાજસ્થાનમાં મોદી ‘સારા નેતા’ કહેતા મહિલાને કોંગ્રેસ MLA એ રાશન ના આપ્યું

જયપુર6 મહિનો પહેલા
કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્ર બિધૂ઼ડી - ફાઇલ તસવીર
  • બિધૂડીએ કહ્યું- રાશન મૂકો અને દીવા પ્રગટાવો

રાજસ્થાનના કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્ર બિધૂ઼ડી લૉકડાઉનમાં જરૂરિયાતમંદોને રાહત સામગ્રી વહેંચતી વખતે રાજકીય નિવેદન કરતા વિવાદમાં છે. સોશિયલ મીડિયામાં સામે આવેલા એક વીડિયોમાં તેઓ રાહત સામગ્રી લેવા પહોંચેલી એક મહિલાને પૂછી રહ્યા છે કે, વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી અશોક ગેહલોતમાં સારા નેતા કોણ છે? જવાબમાં મહિલા મોદીને સારા નેતા ગણાવે છે, તો બિધૂડી તેમને કહે છે કે, તો ઘર જાઓ અને દીવા પ્રગટાવો.

લોકોએ આ વાતની ટીકા કરી
ચિતોડગઢના બેગુનના ધારાસભ્ય રાજેન્દ્ર બિધૂડીનો આ વીડિયો કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે ટ્વિટર પર શેર કર્યો છે. તેમણે કહ્યું છે કે, આ કઠિન સમયમાં સમાજ એકબીજાને મદદ કરી રહ્યો છે ત્યારે કોંગ્રેસ નેતા પોતાના રાજકીય હિતોનું જ વિચારે છે. તેઓ ગરીબોને ભોજન આપવામાં પણ ભેદભાવ કરે છે, જે શરમજનક છે. બીજી તરફ, ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ આ વીડિયો ટ્વિટ કરીને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પાસે જવાબ માંગ્યો છે. આ ઘટનાને પગલે સોશિયલ મીડિયા પર પણ બંને પક્ષો વચ્ચે ભારે લખાણ જોવા મળ્યું હતું. ઘણાએ તેની ટીકા કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો