તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Congress Leader Shares RTI Reply, Says Modi Govt Should Have First Reported That Newborn Calves Are Being Killed For Vaccine

કોવેક્સિનમાં ગાયનાં વાછરડાંનું સીરમ:કોંગ્રેસના નેતાએ શેર કર્યો RTIનો જવાબ, કહ્યું- મોદી સરકારે પહેલાં જાણ કરવી જોઈતી હતી કે વેક્સિન માટે નવજાત વાછરડાંની હત્યા કરવામાં આવી રહી છે

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કોવેક્સિનના નિર્માણ માટે ગાયનાં વાછરડાંનું સીરમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે
  • કોંગ્રેસના નેશનલ કોર્ડિનેટર ગૌરવ પાંધીએ કર્યો દાવો

કોવેક્સિન બનાવવા માટે ગાયના વાછરડાંના સીરમનો ઉપયોગ કરવામાં આવે છે. આ માટે 20 દિવસથી પણ ઓછી ઉંમરનાં વાછરડાંની હત્યા કરવામાં આવે છે. આ દાવો કોંગ્રેસના નેશનલ કોર્ડિનેટર ગૌરવ પાંધીએ બુધવારે કર્યો છે. પાંધીએ આ બાબતે એક RTIમાં મળેલા જવાબને શેર કર્યો હતો. તેમણે દાવો કર્યો છે કે આ જવાબ વિકાસ પટની નામની વ્યક્તિની RTI પર સેંટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO)એ આપ્યો છે.

મોદી સરકારે લોકોને અંધારામાં રાખ્યા
વાછરડાંના સીરમનો ઉપયોગ વીરો સેલ્સના રિવાઈવલ પ્રક્રિયા માટે કરવામાં આવે છે. એનો ઉપયોગ કોવેક્સિનના નિર્માણ માટે કરવામાં આવે છે. પાંધીએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીની સરકારે માની લીધું છે કે ભારત બાયોટેકની વેક્સિનમાં ગાયના વાછરડાનું સીરમ સામેલ છે. આ ખૂબ જ ખોટું છે. આ જાણકારીને પહેલાં જ લોકોને જણાવવી જોઈતી હતી.

રિસર્ચ પેપરમાં પણ કરવામાં આવ્યો હતો દાવો
આ પહેલાં એક રિસર્ચ પેપરમાં પણ દાવો કરવામાં આવ્યો હતો કે કોવેક્સિન બનાવવા માટે નવજાત પશુના બ્લડના સીરમનો ઉપયોગ કરવામાં આવે છે. એનો પ્રથમ વખત કોઈ વેક્સિનમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો ન હતો. આ બધું બાયોલોજિકલ રિસર્ચનો જરૂરી ભાગ હોય છે.

રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો હતો કે કોવેક્સિન માટે નવજાત વાછરડાનું 5%થી 10% સીરમની સાથે ડલબેકોના મોડિફાઇડ ઇગલ મીડિયમ (DMEM)નો ઉપયોગ કરવામાં આવે છે. DMEMમાં અનેક જરૂરી પોષક તત્ત્વ હોય છે, જે સેલને વિભાજિત કરવા માટે જરૂરી હોય છે.