રાહુલ ગાંધીએ ટ્વિટર એકાઉન્ટ બ્લોક કરવા બાબતે પોતાની નારાજગી વ્યક્ત કરતાં વિડીયો જાહેર કર્યો છે. તેની ટાઇટલ આપવામાં આવ્યું છે ટ્વિટરનો ખતરનાક ખેલ... રાહુલે કહ્યું છે કે 'મારુ ટ્વિટર એકાઉન્ટ બ્લોક કરીને રાજકીય પ્રક્રિયામાં દખલગીરી કરી રહ્યું છે. એક કંપની અમારી રાજનીતિને વ્યાખ્યાયિત કરીને બિઝનેસ કરી રહી છે. એક રાજકારણી તરીકે, મને તે ગમતું નથી.
આ દેશની લોકશાહી પર હુમલો છે. આ ફક્ત રાહુલ ગાંધી પર હુમલો નથી. મારા 19 થી 20 મિલિયન ફોલોઅર્સ છે. તમે આનાથી મારો અભિપ્રાય જણાવવાનો હક છીનવી રહ્યા છો. તેઓ આ વાતને ખોટી ગણાવી રહ્યા છે કે ટ્વિટર એક ન્યુટ્રલ પ્લેટફોર્મ છે. આ ખૂબ જ ખતરનાક છે. આપની લોકશાહી પીઆર હુમલો છે. ટ્વિટર ભેદભાવ કરનારું પ્લેટફોર્મ બની ગયું છે.
રાહુલની નારાજગી એટલા માટે છે, કારણ કે ટ્વિટરે ગયા શનિવારે રાહુલ ગાંધીનું એકાઉન્ટ બ્લોક કરી દીધું હતું. આ કાર્યવાહી એકલા માટે કરવામાં આવી, કારણ કે રાહુલે દિલ્હીની રેપ પીડિત બાળકીના માતા-પિતાનો ફોટો શેર કર્યો હતો. તેને ટ્વિટરે પોતાના નિયમનું ઉલ્લંઘન ગણાવ્યું છે.
રાહુલના ટ્વિટ પર બાળ આયોગે કરી હતી ફરિયાદ
રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (NCPCR)એ રાહુલના ટ્વિટ બાબતે દિલ્હી પોલીસ અને ટ્વિટરને ફરિયાદ કરી હતી. NCPCRએ પીડિત બાળકીના પરિવારનો ફોટો પોસ્ટ કરવા મુદ્દ રાહુલ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આયોગનું કહેવું હતું કે આ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અને પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સ (POCSO)એક્ટનું ઉલ્લંઘન છે.
કોંગ્રેસનાં અન્ય 5 નેતાઓનું એકાઉન્ટ પણ બ્લોક
કોંગ્રેસે બુધવારે રાત્રે દાવો કર્યો હતો કે તેના વધુ પાંચ સિનિયર નેતાઓનું ટ્વિટર એકાઉન્ટ પણ બ્લોક કરવામાં આવ્યું હતું. તેમાં પાર્ટી મહાસચિવ અને પૂર્વ મંત્રી અજય માકન, લોકસભામાં પાર્ટીના વ્હિપ મણિકમ ટાગોર, આસામ પ્રભારી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ અને મહિલા કોંગ્રેસ અધ્યક્ષ સુષ્મિતા દેવ સામેલ હતા. દાવો કરવામાં આવ્યો છે કે પાર્ટીનું ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પણ બ્લોક કરી દેવામાં આવ્યું હતું.
આ મુદ્દા પર કોંગ્રેસે ફેસબુક પર લખ્યું હતું કે, 'જ્યારે અમારા નેતાઓને જેલમાં બંધ કરવામાં આવ્યા હતા, ત્યારે અમે ડર્યા ન હતા તો હવે ટ્વિટર એકાઉન્ટ બ્લોક કરવાથી શું ડરવાના. અમે કોંગ્રેસ છીએ, જનતાનો સંદેશ છીએ, અમે લડીશું, લડતા રહીશું. જો બળાત્કાર પીડિત બાળકીને ન્યાય અપાવવા માટે અવાજ ઉઠાવવો તે ગુનો છે, તો અમે આ ગુનો વારંવાર કરીશું. જય હિન્દ...સત્યમેવ જયતે.'
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.