તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Congress Leader Rahul Gandhi Twitter Cleaning Programe Unfollow Many People On Twitter Leaders Journalists Politics

રાહુલ ગાંધીનું સફાઈ અભિયાન:ટ્વિટરમાં એક જ દિવસમાં 50થી વધારે નેતાઓ-પત્રકારોને અનફોલો કર્યા, સોશિયલ મીડિયામાં ચર્ચા શરૂ

15 દિવસ પહેલા
એક બાજુ એવું પણ માનવામાં આવે છે કે, રાહુલ ગાંધીનું એકાઉન્ટ રિફ્રેશ કરવામાં આવી રહ્યું છે
  • રાહુલ ગાંધીએ જેમને અનફોલો કર્યા છે તેમાં ઘણાં પાર્ટી નેતા પણ સામેલ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને હાલના સાંસદ રાહુલ ગાંધી છેલ્લાં એક-બે દિવસથી ટ્વિટર પર ચર્ચાનો વિષય બન્યા છે. તેનું કારણ છે કે, રાહુલ ગાંધીએ એક જ દિવસમાં ઘણાં લોકોને ટ્વિટર પર અનફોલો કરી દીધા છે. તેમાં અમુક તેમની પાર્ટીના નેતા, અમુક ખાસ લોકો અને પત્રકારો પણ સામેલ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધીએ જેમને ટ્વિટર પર અનફોલો કર્યા છે તેમાં વાયનાડની સંસદ ઓફિસમાં કામ કરતાં અમુક લોકો અને દિલ્હીમાં કાર્યરત સીનિયર પત્રકારોના નામ પણ સામેલ છે.

રાહુલ ગાંધીના ટ્વિટર પર કરવામાં આવેલા આ સફાઈ અભિયાનની સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ રહી છે. રાહુલ ગાંધીએ અનફોલો કરેલા લોકોના નામ સામે આવ્યા તો તેમાં નિખિલ અલ્વા, કૌશલ વિદ્યાર્થી, બૈજૂ સહિત અમુક અન્ય એકાઉન્ટ્સ પણ છે. પહેલાં રાહુલ ગાંધીના એકાઉન્ટને નિખિલ અલ્વા જોતા હતા જે હવે અલંકાર સવઈ સંભાળી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પહેલાં પણ આ વિશે ચર્ચા કરવામાં આવી હતી કે, રાહુલ ગાંધીએ તેમની ઓફિસમાં કામ કરતાં લોકોને કેમ ફોલો કરવા જોઈએ?

શું પાર્ટીમાં થઈ રહ્યા છે કોઈ નવા ફેરફાર?
આ વિશે ચર્ચાઓ એટલા માટે પણ શરૂ થઈ છે કારણકે એવું માનવામાં આવે છે કે, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી મળીને પાર્ટીમાં કોઈ મોટા ફેરફાર કરવાનું આયોજન કરી રહ્યા છે. એક વાર તો એવું પણ માનવામાં આવ્યું કે, કદાચ રાહુલ ગાંધી તેમની ઓફિસમાં કામ કરતાં કર્મચારીઓની છટણી કરવા માંગે છે અને તેથી તેમણે સ્ટાફના અમુક લોકોને અનફોલો કર્યા છે. બીજી બાજુ જે લોકોને રાહુલે અનફોલો કર્યા છે તે લોકો વર્ષોથી રાહુલ ગાંધી સાથે કામ કરી રહ્યા છે. તેથી અચાનક તો એવું શું થયું કે, રાહુલ ગાંધીએ આ નિર્ણય કર્યો? રાહુલ ગાંધી સાથે કનિષ્ક સિંહ અને બૈજૂ છેલ્લાં 17 વર્ષથી કામ કરી રહ્યા છે. અલંકાર સવઈ પણ સાત વર્ષથી તેમની સાથે કામ કરી રહ્યા છે અને કૌશલ વિદ્યાર્થી પણ છેલ્લાં 5 વર્ષથી તેમની સાથે છે.
એક બાજુ એવું પણ માનવામાં આવે છે કે, રાહુલ ગાંધીનું એકાઉન્ટ રિફ્રેશ કરવામાં આવી રહ્યું છે. ટૂંક સમયમાં જ એક નવું લિસ્ટ પણ તૈયાર કરવામાં આવશે જેને રાહુલ ગાંધી ફોલો કરશે. અને ત્યારે આ લિસ્ટમાં એ લોકો પણ સામેલ હોઈ શકે છે જેમને રાહુલ ગાંધીએ અત્યારે અનફોલો કર્યા છે.

ટ્વિટરની સફાઈ કે ભવિષ્યની તૈયારી?
કોંગ્રેસ તરફથી અત્યારે ભલે ગમે તે ખુલાસા કરવામાં આવતા હોય, પરંતુ રાહુલ ગાંધીના આ નિર્ણયની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. આને રાહુલ ગાંધીની ભવિષ્યની રણનીતિ તરીકે પણ જોવામાં આવે છે. રાહુલ ગાંધી છેલ્લા કેટલાક સમયથી ટ્વિટર પર આક્રમક રહ્યા છે. કોરોના કાળમાં પણ તેમણે ટ્વિટર દ્વારા સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. આ દરમિયાન તેમના વિરોધીએ તેમના પર સતત એક્ટિવ રહેવાના પ્રહાર કર્યા છે, જ્યારે સપોર્ટર તેમની સાથે રહ્યા છે.

તાજેતરમાં જ રાહુલ ગાંધીનું ટ્વિટર એકાઉન્ટ ત્યારે પણ વિવાદમાં આવ્યું હતું જ્યારે તેમણે કોવિડને મોવિડ કહીને વડાપ્રધાન મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. બીજેપી નેતાઓએ તેનો વિરોધ કર્યો હતો અને આ પ્રકારની ભાષાનો ઉપયોગ ના કરવાનું કહ્યું હતું. પરંતુ રાહુલ ગાંધીએ સ્પષ્ટ કહ્યું હતું કે, કોરોનાની બીજી લહેર આવવાનું મુખ્ય કારણ નરેન્દ્ર મોદી છે. તેથી કોવિડનું મોવિડ કરવામાં આવ્યું છે.

તમામ અફવાઓની વચ્ચે રાહુલ ગાંધીએ હવે તેના ટ્વિટર એકાઉન્ટને રિફ્રેશ કરવાનું કામ શરૂ કરી દીધું છે અને હવે દરેકની નજર તેમની ટ્વિટર 2.0ની રણનીતિ પર રહેલી છે.

અન્ય સમાચારો પણ છે...