તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સોશિયલ મીડિયા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના એક નિવેદન બાદ વિવાદ શરૂ થઈ ગયો છે. રાહુલે પ્રધાનમંત્રી નરેન્દ્રનું નામ લીધા વગર પૂછ્યું હતું કે શાં માટે અનેક તાનાશાહના નામ M થી શરૂ થાય છે. જોકે તેમણે આ નિવેશન શા માટે આપ્યું તેની પાછળ કોઈ કારણ આપ્યું ન હતું. રાહુલે માર્કેસ, મુસોલિની, મિલોસેવિચ, મુબારક, મોબુતુ, મશર્રફ અને માઈકોમ્બેરોના નામ ગણાવ્યા હતા. આ તમામ તેમના તાનાશાહ શાસન માટે જાણીતા હતા.
બીજી બાજુ કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે Mથી મોહનદાસ પણ થાય છે એટલે કે સાબરમતીના સંત, બાપૂ. ભારતની માટીની વાત અલગ છે, આ તાનાશાહ નહીં બુદ્ધ અને મહાવીરની ધરતી છે. આ છોડો તમને નહીં સમજાય.
Mથી મોતીલાલ નેહરુંનું પણ નામ છેઃ તોમર
આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિહ તોમરે પણ રાહુલ પર પ્રહાર કરતા કહ્યું કે તેમની આ વાત કોંગ્રેસ પણ ગંભીરતાથી નથી લેતી. M થી તો મોતી લાલ નેહરું પણ થાય છે. માટે તેમની પર ટિપ્પણી કરવી જોઈએ નહીં.
આ અગાઉ રાહુલ ગાંધીએ તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર લિસ્ટ જાહેર કરીને લખ્યું છે કે આટલા બધા તાનાશાહોનાં નામો Mથી કેમ શરૂ થાય છે. આ ટ્વીટમાં રાહુલ ગાંધીએ વિશ્વના ઘણા તાનાશાહોનાં નામનો ઉલ્લેખ કર્યો છે.
Why do so many dictators have names that begin with M ?
— Rahul Gandhi (@RahulGandhi) February 3, 2021
Marcos
Mussolini
Milošević
Mubarak
Mobutu
Musharraf
Micombero
કોંગ્રેસનેતા રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં એફ. માર્કોસ (પેલેસ્ટાઈન), બી મુસોલિની (ઈટાલી), એસ. મિલોસેવિક (સર્બિયા), હુસ્ની મુબારક (મિસ્ર), મોબુતુ (કાંગો), મિશેલ મિકોમબેરો (બરુંડી), પરવેશ મુશરર્ફ (પાકિસ્તાન)ના નામ સામેલ કર્યાં છે.
નોંધનીય છે કે કોંગ્રેસનેતા રાહુલ ગાંધી તરફથી કૃષિ કાયદાના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. દિલ્હીની સીમાઓ પર પોલીસ દ્વારા બેરિકોડિંગ કરવામાં આવી રહ્યું છે. એ વિશે પણ રાહુલ ગાંધીએ સરકાર સામે સવાલ ઊભા કર્યા હતા. દિલ્હીની બોર્ડર પર સિમેન્ટથી બેરિકોડિંગ કરવામાં આવી રહ્યું છે, રસ્તા પર ખિલ્લા પાથરવામાં આવ્યા છે. આ વિશે પણ કોંગ્રેસનેતા રાહુલ ગાંધી તરફથી કહેવામાં આવ્યું છે કે સરકારે પુલ બનાવવા જોઈએ, દીવાલો નહીં.
કૃષિ કાયદા સિવાય ચીન મુદ્દે અર્થવ્યવસ્થા સહિત ઘણા અન્ય મુદ્દા પર પણ કોંગ્રેસ દ્વારા સરકારને ઘેરવામાં આવી રહી છે અને કોઈની વાત ના સાંભળવી અને ચર્ચા નહિ કરવાનું કહેવામાં આવી રહ્યું છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.