કેમ્બ્રિજમાં રાહુલે કહ્યું- મારા ફોનની જાસૂસી થતી હતી:અધિકારીઓએ મને કહ્યું- ફોન પર સાચવીને વાત કરો, ભારતમાં વિપક્ષી નેતા તરીકેનું દબાણ સતત સહન કરવું પડે છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
રાહુલ ગાંધી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં વિઝિટિંગ ફેલો તરીકે પહોંચ્યા છે. તેમણે અહીંથી ડેવલપમેન્ટ સ્ટડીમાં 1995માં એમફિલ કર્યું હતું.

કોંગ્રેસનેતા રાહુલ ગાંધીએ ગુરુવારે બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં સ્પીચ આપી. આ દરમિયાન તેમણે ભારતમાં વિપક્ષી પાર્ટી અને નેતાઓની મુશ્કેલીઓનો ઉલ્લેખ કર્યો, જેનો વીડિયો લિંક સેમ પિત્રોદાએ શેર કર્યો છે.

વીડિયોમાં રાહુલ કહી રહ્યા છે કે ‘મારા ફોનની જાસૂસી થાય છે’. વિપક્ષ વિરુદ્ધ કેસ નોંધવામાં આવે છે. ભારતમાં વિપક્ષી નેતા તરીકેનું દબાણ છે, જે સતત સહન કરવું પડે છે. મોટા ભાગે રાજનૈતિક નેતાઓના ફોનમાં પેગાસસ છે. મારા ફોનમાં પણ પેગાસસ હતું. મને ઇન્ટેલિજન્સ ઓફિસરોએ બોલાવીને કહ્યું હતું કે તમે જ્યારે ફોન પર જે કંઈ પણ કહો એમાં ખૂબ જ સાચવશો, કેમ કે અમે એને રેકોર્ડ કરી રહ્યા છીએ. આ એક એવું દબાણ છે, જેનો અમે સતત અનુભવ કરીએ છીએ.

વીડિયોમાં આગળ રાહુલે શું કહ્યું તે અંગે જાણો-

  • મોટા પાયે રાજકીય નેતાઓના ફોનમાં પેગાસસ છે. મારા ફોનમાં પેગાસસ પણ હતો. મને ઇન્ટેલિજન્સ અધિકારીઓએ ફોન કર્યો હતો અને કહ્યું હતું કે તમે ફોન ઉપર જે પણ કહો છો તેના વિશે ખૂબ સાવધાન રહો, કારણ કે અમે તેને રેકોર્ડ કરી રહ્યા છીએ. આ એક એવું દબાણ છે જે અમે અનુભવીએ છીએ.
  • વિપક્ષ સામે કેસ દાખલ કરવામાં આવે છે. મારી સામે ઘણા ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવ્યા છે, પરંતુ આ કેસ એવી બાબતો માટે દાખલ કરવામાં આવ્યા હતા જે ગુનાહિત ન હતી. દેશમાં મીડિયા અને લોકશાહી માળખા પર આવો હુમલો થઈ રહ્યો છે ત્યારે વિપક્ષ તરીકે તમારા માટે લોકો સાથે વાત કરવી મુશ્કેલ બની જાય છે.
  • લોકશાહી માટે જરૂરી માળખું - સંસદ, સ્વતંત્ર પ્રેસ, ન્યાયતંત્ર બધું જ મર્યાદિત બની રહ્યું છે. તેથી જ આપણે ભારતીય લોકશાહીના મૂળભૂત માળખા પર હુમલાનો સામનો કરી રહ્યા છીએ.
  • ભારતીય બંધારણમાં ભારતને રાજ્યોના સંઘ તરીકે વર્ણવવામાં આવ્યું છે. તે સંઘને સંવાદની જરૂર છે. આ તે વાતચીત છે જે જોખમમાં છે. સંસદ ભવનની સામે જે તસવીર છે તે તમે જોઈ શકો છો. વિપક્ષના નેતાઓ કેટલાક મુદ્દાઓ પર વાત કરી રહ્યા હતા અને તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. આવું 3 કે 4 વખત બન્યું છે. જે હિંસક હતું.
રાહુલ ગાંધીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ કેમ્બ્રિજ જજ સ્કૂલમાં લેક્ચરની થોડી તસવીરો શેર કરી છે.
રાહુલ ગાંધીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ કેમ્બ્રિજ જજ સ્કૂલમાં લેક્ચરની થોડી તસવીરો શેર કરી છે.

લર્નિંગ ટુ લિસન એટલે સાંભળવાની કળા અંગે રાહુલ ગાંધીએ કહ્યું...
રાહુલના 7 દિવસના બ્રિટનના પ્રવાસની શરૂઆત મંગળવારે થઈ. તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં બિઝનેસ સ્કૂલના વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા. તેમણે કહ્યું હતું કે અમે એક એવી દુનિયાને બનતા જોઈ શકતા નથી, જે લોકતાંત્રિક મૂલ્યો સાથે જોડાયેલી ન હોય, એટલે આ અંગે આપણને એક નવા વિચારની જરૂર છે, સાંભળવાની કળા ખૂબ જ પાવરફુલ હોય છે.

આ ચર્ચામાં રાહુલનો ટ્રિમ્ડ બિયર્ડ લુક ખૂબ જ ચર્ચામાં રહ્યો

રાહુલે ફેસબુક પોસ્ટમાં લખ્યું- સતત અને લગનથી સાંભળવાની કળા ગ્લોબલ કન્વર્સેશન માટે ખૂબ જ શક્તિશાળી અને જરૂરી છે. અમે એને ભારત જોડો યાત્રા દરમિયાન ખૂબ જ સારી રીતે સમજ્યા છીએ.
રાહુલે ફેસબુક પોસ્ટમાં લખ્યું- સતત અને લગનથી સાંભળવાની કળા ગ્લોબલ કન્વર્સેશન માટે ખૂબ જ શક્તિશાળી અને જરૂરી છે. અમે એને ભારત જોડો યાત્રા દરમિયાન ખૂબ જ સારી રીતે સમજ્યા છીએ.

લંડન પહોંચ્યા પછી રાહુલનો નવો લુક સૌથી વધુ ચર્ચામાં રહ્યો હતો. રાહુલ નવા લુકમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પહોંચ્યા ત્યારે એક ફેને તેમની સાથે ફોટો શેર કર્યો, જેમાં તેઓ ટ્રિમ્ડ બિયર્ડ, કોટ અને ટાઇમાં જોવા મળ્યા હતા. 7 સપ્ટેમ્બર 2022માં શરૂ થયેલી ભારત જોડો યાત્રાના લગભગ 6 મહિના પછી રાહુલનો લુક બદલાયેલો જોવા મળ્યો હતો.

મે 2022માં પણ તેમણે કેમ્બ્રિજમાં ભાષણ આપ્યું હતું, મોદી અંગે નિવેદન આપવાથી તેમની આલોચના થઈ હતી
રાહુલ ગાંધી આ પહેલાં મે 2022માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ગયા હતા. અહીં તેમણે 'આઇડિયાઝ ફોર ઇન્ડિયા' વિષય પર ચર્ચા કરવાની હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે મોદી સરકાર દેશની સંવૈધાનિક સંસ્થાઓ, જેમ કે સંસદ અને ચૂંટણી આયોગને તેમનું કામ કરવા દેતી નથી. ભાજપે તેમના આ નિવેદનની આલોચના કરી હતી. સવાલ પૂછ્યો હતો કે દેશના વડાપ્રધાન અંગે વિદેશમાં આવું નિવેદન શા માટે આપ્યું?

રાહુલ કેમ્બ્રિજના વિદ્યાર્થી રહી ચૂક્યા છે, સુરક્ષાના લીધે નામ બદલીને ડિગ્રી લીધી હતી
રાહુલ ગાંધીએ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં રોલ વિંચીના નામે અભ્યાસ કર્યો હતો. તેમણે ડેવલપમેન્ટ સ્ટડીમાં 1995માં એમફિલ કર્યું હતું. નામ એટલે બદલવું પડ્યું, કેમ કે પિતા રાજીવ ગાંધીની હત્યા પછી બધા જ લોકો રાહુલની સુરક્ષાને લઇને ચિંતામાં હતાં. રાહુલની ડિગ્રીને લઈને જ્યારે વિવાદ શરૂ થયો ત્યારે કેમ્બ્રિજની ઉપકુલપતિ રહેલાં પ્રો. એલિસન રિચર્ડને પણ એક પત્ર લખવામાં આવ્યો અને જણાવવામાં આવ્યું હતું કે રાહુલે રોલ વિંચીના નામથી ડિગ્રી પ્રાપ્ત કરી હતી.

પેગાસસ એક જાસૂસી સોફ્ટવેરનું નામ છે. આને સ્પાઈવેર પણ કહેવામાં આવે છે
પેગાસસ એક જાસૂસી સોફ્ટવેરનું નામ છે. આને સ્પાઈવેર પણ કહેવામાં આવે છે

પેગાસસનો મામલો શું છે?
પેગાસસ એક જાસૂસી સોફ્ટવેરનું નામ છે. આને સ્પાઈવેર પણ કહેવામાં આવે છે. એને ઇઝરાયલી સોફ્ટવેર કંપની NSO Groupએ બનાવ્યું છે. પેગાસસ એક જાસૂસી સોફ્ટવેર છે, જે ટાર્ગેટના ફોનમાં જઈને ડેટા લઈને એને સેન્ટર સુધી પહોંચાડે છે. આ સોફ્ટવેરનું ફોનમાં જતાં જ ફોન સર્વેલન્સ ડિવાઇસ તરીકે કામ કરવા લાગે છે. એનાથી એન્ડ્રોઇડ અને આઈઓએસ બંનેને ટાર્ગેટ કરી શકાય છે.

થોડા સમય પહેલાં એક રિપોર્ટ સામે આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે 2019માં જ ભારતમાં ઓછામાં ઓછા 1400 લોકોના અંગત મોબાઈલ કે સિસ્ટમની જાસૂસી થઈ હતી. નોંધનીય છે કે એમાં 40 ફેમસ પત્રકાર, વિપક્ષના ત્રણ મોટા નેતા, સંવૈધાનિક પદના એક મહાનુભાવ, કેન્દ્ર સરકારના બે મંત્રી, સુરક્ષા એજન્સીના અનેક ઓફિસર, દિગ્ગજ ઉદ્યોગોપતિઓ પણ સામેલ છે. ખૂબ જ હંગામા બાદ આ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો

અન્ય સમાચારો પણ છે...