તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Congress Leader Rahul Gandhi Press Conference, Said Prime Minister Bowed Down To China, Gave Ours Land

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લદાખ મામલે રાહુલ ગાંધીના પ્રહાર:કોંગ્રેસનેતાએ કહ્યું- ચીન આગળ મોદીએ શીશ ઝુકાવી દીધું; ફિંગર 3થી 4 વચ્ચેની આપણી જમીન ચીનને આપી દીધી

નવી દિલ્હી24 દિવસ પહેલા

રાહુલ ગાંધીએ ચીનમુદ્દે કહ્યું હતું કે ગઈકાલે રક્ષામંત્રીએ સંસદમાં પોતાની વાત કહી હતી, જેમાં અમુક વસ્તુ સ્પષ્ટ હોવી જોઈએ. ભારત સરકારની પોઝિશન મામલાની શરૂઆતમાં હતી કે એપ્રિલ પહેલાંની સ્થિતિ લાગુ કરાશે, પરંતુ હવે રક્ષામંત્રીએ આવીને નિવેદન આપ્યું કે આપણી જગ્યા ફિંગર 4 પર છે, પણ સરકારે ફિંગર 3 પર સહમતી કેમ આપી. વડાપ્રધાન અને રક્ષામંત્રીએ ભારતીય જમીનને ચીનના હવાલે કેમ કરી દીધી.

આ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી કિશન રેડ્ડીએ સોશિયલ મીડિયા પર વળતો પ્રહાર કર્યો છે. રેડ્ડીએ સવાલ કર્યો છે કે ચીનને જમીન કોણે આપી દીધી? નેહરુને પૂછો.

ડેપસાંગ વિશે રક્ષામંત્રીએ એક શબ્દ પણ ન કહ્યો
રાહુલે આગળ કહ્યું હતું કે ચીનની સેના સ્ટ્રેટિજિક એરિયા ડંપસાંગથી અંદર આવી છે. અત્યારે પણ અહીં ચીની સેના છે. એ વિશે ડિફેન્સ મિનિસ્ટરે ગૃહમાં એક શબ્દ ન કહ્યો. ભારત સરકાર આપણી પવિત્ર જમીન ચીનને આપી રહી છે. વડાપ્રધાન મોદી આપણી સેનાનું અપમાન કરી રહી છે. તેઓ આપણી સેનાના બલિદાન સાથે દગો કરી રહ્યા છે. ભારતમાં કોઈને પણ આવું કરવાની મંજૂરી ના મળવી જોઈએ.

સંસદમાં રાજનાથ સિંહે શું કહ્યું
ભારત અને ચીનની સેનાઓ લદાખમાં લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ પરથી હટવા માટે તૈયાર થઈ ગઈ છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે ગુરુવારે રાજ્યસભામાં આ માહિતી આપી. તેમણે કહ્યું હતું કે પેંગોંગના નોર્થ અને સાઉથ વિસ્તારમાં ડિસએન્ગેજમેન્ટની સમજૂતી થઈ ગઈ છે. જોકે હાલ પણ અમુક વિવાદ બાકી છે. ચીન સાથે વાતચીતમાં આપણે કંઈ ગુમાવ્યું નથી.

રક્ષામંત્રીએ આગળ કહ્યું હતું કે ભારતીય સેનાએ તમામ પડકારોનો સામનો કર્યો છે. ઘણા વિસ્તારોને ચિન્હિત કરાયા છે, જ્યાં આપણી સેનાઓ હાજર છે. લદાખનાં ઊંચા શિખર પર પણ આપણી સેનાઓ હાજર છે, એટલા માટે આપણું વર્ચસ્વ છે. જે શહીદોનાં પરાક્રમ પર ડિસએન્ગેજમેન્ટ આધારિત છે, તેમને આ દેશ યાદ રાખશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો