• Gujarati News
  • National
  • CBI Raids Congress Leader Karti Chidambaram's House In Chennai, Takes Action On China's Visa Issue

ભાસ્કર LIVE અપડેટ્સ:રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ ભારત સહિત પાંચ દેશોમાં રહેલા યુક્રેની રાજદૂતોને હટાવ્યા

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

યુક્રેન-રશિયા યુદ્ધની સ્થિતિ વચ્ચે રાષ્ટ્રપતિ વોલેદિમિર ઝેલેન્સ્કીએ એક મોટું પગલું ભર્યું છે. તેમણે ભારત સહિત પાંચ દેશોમાં રહેલા પોતાના રાજદૂતોને કાઢી મુક્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિની વેબસાઈટ પર આપવામાં આવેલા આદેશ હેઠળ તેમણે જર્મનીમાં યુક્રેનના રાજદૂત એન્ડ્રી મેલનીકને પણ હાંકી કાઢ્યા છે. આ ઉપરાંત હગેરી, ચેક ગણરાજ્ય, નોર્વે અને ભારતમાં રહેલા પોતાના રાજદૂતોને હટાવી દીધા છે. અલબત શનિવારે આપવામાં આવેલા આદેશમાં કોઈ જ કારણ રજૂ કરવામાં આવ્યું નથી. આ આદેશમાં એવી કોઈ માહિતી આપવામાં આવી નથી કે આ રાજદૂતોને અન્ય કોઈ દેશોમાં પોસ્ટીંગ મળી છે કે નહીં.

કાર્તિ ચિદમ્બરમના ઘરે દરોડા પાડ્યા

CBI અધિકારીઓએ શનિવારે ચેન્નઈમાં કૉંગ્રેસ નેતા કાર્તિ ચિદમ્બરમના ઘરે દરોડા પાડ્યા છે.ચીનના વિઝાને લગતા કેસમાં આ દરોડા પાડવામાં આવ્યા છે.​​​​​​​

મુલાયમ સિંહ યાદવની બીજી પત્ની સાધના ગુપ્તાનું અવસાન

SPના સંરક્ષક મુલાયમ સિંહ યાદવની બીજી પત્ની સાધના ગુપ્તાનું ગુડગાંવની મેદાંતા હોસ્પિટલમાં અવસાન થયું છે. ગયા સપ્તાહે સાધના ગુપ્તાને સુગર સહિત અનેક બિમારીને લીધે મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

રાષ્ટ્રપતિ ચૂંટણી અગાઉ રવિવારે NDAની બેઠક

દેશમાં રાષ્ટ્રપતિ ચૂંટણી અંગે રવિવારે NDAની બેઠક યોજાશે. ચૂંટણી અગાઉ આ બેઠક ઘણી મહત્વની માનવામાં આવે છે. આ બેઠકમાં PM મોદી સહિત પાર્ટીના અનેક મોટા નેતાઓ ભાગ લેશે. રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી 18 જુલાઈના રોજ યોજાશે અને આ દિવસે જ ચોમાસા સત્રની શરૂઆત થશે.

અન્ય સમાચારો પણ છે...