• Gujarati News
  • National
  • Congress Leader Ajay Singh Said There Are Two Types Of Laws In The Country, One For Aryans And One For Ajay Mishra

MPની પેટાચૂંટણીમાં શાહરુખના પુત્રનો મુદ્દો ચગ્યો:કોંગ્રેસનેતા અજય સિંહે કહ્યું- દેશમાં બે પ્રકારના કાયદા, એક આર્યન જેવા માટે અને એક અજય મિશ્ર જેવા માટે

સતના9 દિવસ પહેલા

મધ્યપ્રદેશની પેટાચૂંટણીમાં શાહરુખ ખાનના પુત્રનો મુદ્દો બની રહ્યો છે. ક્રૂઝ પાર્ટીમાં ડ્રગ્સ લેવાના આરોપમાં પકડાયેલા ફિલ્મ-એક્ટર શાહરુખના પુત્ર આર્યનના સમર્થનમાં કોંગ્રેસનેતાઓ ઊતરી આવ્યા છે. રાજ્યના વિરોધપક્ષના નેતા અજય સિંહ રાહુલ રૈગાંવની ચૂંટણી સભામાં સ્ટાર પ્રચારક તરીકે પહોંચ્યા હતા. તેઓ એ મંચ પરથી જ આર્યન પર વાત કરવા લાગ્યા હતા. તેમણે કહ્યું હતું કે આર્યનની પાસેથી કંઈ જ મળ્યું નથી. તેની વિરુદ્ધ કોઈ પુરાવા જ નથી.

અજય સિંહે દેશમાં કાયદો વ્યવસ્થા પર પણ નિશાન સાધ્યું, તેમણે કહ્યું, આ દેશમાં બે પ્રકારના કાયદા છે- એક અજય મિશ્ર જેવા લોકો માટે અને એક આર્યન ખાન જેવા લોકો માટે. આ વાત તમારે બધાએ સમજવી જોઈએ. ઉલ્લેખનીય છે કે અજય સિંહનો હુમલો કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્ર પર હતો, જેમનો પુત્ર આશિષ UPના લખીમપુર હિંસા મામલામાં મુખ્ય આરોપી છે.

આર્યનના પક્ષમાં દલીલ- આજે ક્યો બાળક એવો છે, જે નશો કરતો નથી
અજય સિંહે કહ્યું હતું કે કોઈ કાયદો એવો નથી કે કોઈની ધરપકડ કરી લો અને એને જામીન ન આપવામાં આવે. બધેલી ભાષામાં બોલતાં તેમણે કહ્યું, રાહુલ એ પણ કહી ગયો છે કે આજે કયો બાળક એવો છે, જે નશો કરતો નથી. હાલ અહીં જોવામાં આવે તો કોઈપણ બિલ્ડિંગની પાછળ કોરેક્સની બોટલો પડેલી મળી જશે.

અન્ય સમાચારો પણ છે...